મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ ન કાઢવા ભાવનગર જીલ્લા પોલીસની જાહેર જનતાને અપીલ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લામાં ૧૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકશાહીનું પર્વ એવી ગ્રામ પંચાયતની સામાન્ય/પેટા/ મધ્યસત્ર ચૂટણી – ૨૦૨૧નું મતદાન ગત તા.૧૯/૧૨/૨૦૨૧નાં રોજ સંપન્ન થયેલ છે. જે મતદાન દરમ્યાન ભાવનગર જિલ્લાના નાગરિકોએ ઉત્સાહ અને શાંતિપૂર્વક રીતે ભાગ લીધેલ છે. જેને લઇને આપણે કોઇ પણ જાતના અનિચ્છનીય બનાવ વગર સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. જે બદલ તમામ જનતાનો ભાવનગર જિલ્લા પોલીસ હ્રદયપૂર્વક આભાર પ્રગટ કરે છે. આવતીકાલ તા.૨૧/૧૨/૨૦૨૧નાં રોજ ગ્રામ પંચાયત ચુંટણીની મતગણતરી થનાર છે. આ મતગણતરીનાં પરીણામ જાહેર થયા બાદ સામાન્ય રીતે વિજેતા ઉમેદવારો દ્વારા…

Read More

ભાવનગર જિલ્લામાં અસંગઠિત કામદારોનાં વ્યાપક રજીસ્ટ્રેશન માટે ઝુંબેશ શરૂ કરવા અંગેની બેઠક જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર         સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો નેશનલ ડેટાબેઝ કલ્યાણકારી હિતમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે. જે માટે સરકારના લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા ઇ – શ્રમ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના લેબર કમિશ્નરેટ હેઠળ દરેક જિલ્લામાં અસંગઠિત કામદારોનું ઇ – પોર્ટલ પર રજીસ્ટ્રેશન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામા અસંગઠિત કામદારોનું વ્યાપક પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને પાત્રતા ધરાવતા દરેક કામદારો અને નાના વ્યવસાયકારીઓ શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે જિલ્લા કલેક્ટર યોગેશ…

Read More

કેર ઇન્ડિયા દ્વારા ભાવનગર જિલ્લામાં કોરોના રસીકરણને મદદરૂપ થવા માટે ૧૫ વાન અને ૧૫ બાઈક અપાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર                   ભાવનગર જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી વેગવાન બને તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોને બળ આપવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આવાં જ એક ઉપક્રમ અંતર્ગત કેર ઇન્ડિયા તરફથી ભાવનગર જિલ્લામાં રસીકરણની કામગીરીને વેગવાન બનાવવા માટે ૧૫ વાન અને ૧૫ બાઈકની ફાળવણી કરવામાં આવી છે. આ બાઈક અને વાહન દ્વારા જિલ્લાના જે ગામોમાં રસીકરણ ઓછું છે ત્યાં જઈને લોકોને સમજાવવા માટેની મદદ મળશે. તેમ જ ગામના…

Read More

વંદે ગુજરાત ચેનલ-૧ પર કિશોરીઓ માટે સોશ્યલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા અંગે વિષય પર માર્ગદર્શક કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ટી.વી. ચેનલ વંદે ગુજરાત-૧ પર દર સોમવારે બાળકો માટે પ્રિસ્કુલ કાર્યક્રમ તેમજ દર મંગળવારે સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓ માટે સેટકોમ રજુ કરવામા આવે છે. તા.૨૧-૧૨-૨૦૨૧ના રોજ બપોરે ૨:૦૦ થી ૨:૩૦ કિશોરીઓ માટેનો સેટકોમ કાર્યક્રમ પુર્ણ દિવસની ઉજવણી અંતર્ગત આવનાર છે. જેમાં સોશ્યલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા અંગે વિષય પર માર્ગદર્શન રજુ થનાર હોય તેથી તમામ કિશોરીઓને આ કાર્યક્રમ અવશ્ય નિહાળવા અનુરોધ કરવામા આવ્યો છે. આ કાર્યક્રમ પુર્ણ થયે કિશોરીઓ માટે ક્વિઝ રાખવામા આવેલ છે. જેમા ભાગ લઈ પ્રશ્નોના…

Read More

ઉનામાં ટીબીના ઈલાજ માટે માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           ઉના ખાતે ટીબીના ઈલાજ માટે જનજાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. દિપક પરમારે ટીબીના રોગના ઈલાજ વિશે ખાનગી તબીબીને માર્ગદર્શન-જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઉના તાલુકાના અગ્રગણ્ય ખાનગી તબીબી સહભાગી થયા હતા. ઉપરાંત આરોગ્ય વિભાગના તૌસિફ શેખ, નિલેશ ઝાલા સહિતના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Read More

ગીર સોમનાથ જિલ્લાના ૦૩ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ રૂા.૯૩.૦૨ લાખ મંજુર

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ         કલેકટર રાજદેવસિહ  ગોહિલના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૩ ગામોમાં પાઈપલાઈન દ્વારા પીવાના પાણી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નલ સે જલ યોજના અંતર્ગત  રૂા. ૯૩.૦૨ લાખના કામોની વહીવટી મંજુરી આપવામાં આવી છે.              ઉના તાલુકાના દુધારામાં  રૂા.૨૮.૯૬, વેરાવળ તાલુકાના સીડોકરમાં રૂા.૨૮.૪૫ અને કાજલી માં રૂા. ૩૫.૬૧ લાખના ખર્ચે પાઈપલાઈન દ્વારા પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવશે. આમ આ ત્રણ  ગામોમાં કુલ રૂા.૯૩.૦૨ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.           આ બેઠકમાં જિલ્લા…

Read More

કોણ બનશે સરપંચ ? ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકા મથકના ૮ કેન્દ્રો પર આજે મતગણતરી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

હરિફાઈમાં રહેલ ૨૪૯ ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યનુ ભાવિ મતપેટીમાંથી ખુલશે હિન્દ ન્યુઝ, સોમનાથ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચની ચૂંટણીને લઈને ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળતો હોય છે. કોણ સરપંચ બનશે તેની ભારે ઈંતેજારી પણ હોય છે. જેનો આજે અંત આવી જશે. ગીર સોમનાથ જિલ્લાની હરિફાઈમાં રહેલ ૨૪૯ ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યનુ ભાવિ મતદારી પેટીમાંથી ખલશે. આ ચૂંટણીમાં ૬૪૧ ઉમેદવારોએ સરપંચ પદ અને ૪૩૩૮ જેટલા ઉમેદવારોએ સભ્ય પદ માટે ઝુંકાવ્યું છે. આ સાથે તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મતગણતરી ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકા મથકોના ૮ કેન્દ્રો પરના…

Read More