રીંગણીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને લઈને ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર

હિન્દ ન્યુઝ, કડાણા કડાણા તાલુકાના રીંગણીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને લઈને ગ્રામજનો દ્વારા મામલતદાર, કડાણાને આવેદનપત્ર સુપ્રત કરેલ છે જેમાં જણાવ્યા મૂજબ શાળામાં ફરજ બજાવતા ત્રણ શિક્ષકો નિયમિત આવતા નથી તેમજ વારાબંધી કરેલ છે તેમજ શાળામા શિક્ષણકાયૅ બીલકુલ કરતા નથી. જેને લઈ બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહેલ છે. આ બાબતે ગામલોકો શાળામા રજુઆત કરવા જાય તો શિક્ષકો ઉધ્ધતાઈ ભયુ વતૅન કરે છે. વધુમાં શાળામાં ફરજ બજાવતા ગામના જ શિક્ષક જે બી.એલ.ઓ.તરીકેની કામગીરી પણ સંતોષકારક કરતા નથી. રાત્રી ના સમયે શાળા ખોલી મહેફિલ જમાવે છે. સરકાર ધ્વારા…

Read More

તારીખ ૨૫ ડિસેમ્બર શ્રદ્ધેયશ્રી અટલ બિહારી બાજપાઈજીના જન્મદિન નિમિતે નિ:શુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપના કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ભારતનાં પુર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન પરમ શ્રદ્ધેય સ્વ.અટલબીહારી બાજપાઈજી જન્મજયંતિ એ સુશાસન દિવસની ઉજવણી નાં ભાગરૂપે આજે તા્.૨૫, ડીસેમ્બર, શનિવારે સવારે ૮ થી ૧૨ થી સૂધી જસદણ શહેરના નવા બસસ્ટેન્ડ પાસે ભાજપા ચિકિત્સા મેડીકલ સેલ દ્વારા બ્લડપ્રેશર અને બ્લડ સુગર (ડાયાબિટીસ) પરીક્ષણ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જસદણ ખાતે ડોક્ટર કેતન સાવલિયા, ડો.રમેશ કાવઠીયા, ડો.રશ્મિકાંત ઉપાધ્યાય, ડો. પંકજ બડમલીયા ચિકિત્સા સેલ ના ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવેલ. જસદણ શહેરની જાહેર જનતા નાં લાભાર્થે સ્વાસ્થ્ય જાગ્રુત લોકોને આ નિઃશુલ્ક મેડીકલ કેમ્પનો લાભ લીધો હતો. રિપોર્ટર…

Read More

વેળાવદરના કાળિયાર અભયારણ્યમાંથી કાળિયારના અવશેષો સાથેના શખ્સોને ફોરેસ્ટ વિભાગે ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી

હિન્દ ન્યુઝ, ભાવનગર વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ, ગાંધીનગરના વડા વી. જે. રાણા દ્વારા ગંભીર ગુન્હા શોધી કાઢવા અને અવાર-નવાર મળતી સૂચનાઓને ધ્યાને રાખી શિકારની પ્રવૃત્તિને રોકવા માટે સ્ટાફનું ફેરણું અને પેટ્રોલિંગ વધારી દેતાં સ્ટાફના ધ્યાન ઉપર હકીકત આવતા વોચમાં ગોઠવાઈ જતાં અવાર-નવાર મળતી સૂચનાઓને ધ્યાને રાખી મદદનીશ વન સંરક્ષક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર સબ ડીવીઝન, ભાવનગર એમ. એચ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદરની મોબાઈલ સ્કવોડ રેન્જ, ભાવનગરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઈલ્ડ લાઈફ વોર્ડન ભાવનગર તાલુકાની તપાસ હેઠળ કાળીયાર જે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭ર હેઠળ કાયદાથી રક્ષિત પ્રાણી છે,…

Read More

સર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો

લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા બાદ તે પરત્વે સ્થળ પર જ જરૂરી કાર્યવાહી હાથ ધરતા મંત્રી હિન્દ ન્યુઝ, જામનગર  કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ મંત્રીએ લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના ખાનગી તથા સામાજીક બાબતોને લગતા પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા દર શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે…

Read More

અમરેલી જિલ્લામાં ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સુશાસન સપ્‍તાહની ભવ્ય ઉજવણીનું આયોજન

પૂર્વ વડાપ્રધાન વાજપેયીના જન્‍મદિવસ સપ્તાહની ઉજવણી નિમિતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે કાર્યક્રમો દરમિયાન રાજ્ય સરકારના મંત્રીઓ અને ચેરમેનઓ ઉપસ્થિત રહેશે હિન્દ ન્યુઝ, અમરેલી           ડીસેમ્બર રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે સુશાસન સપ્‍તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે સાથે અમરેલી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો આજે ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી યોજાનાર છે. જિલ્લાના લોકોને વધુને વધુ રાજય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે દરેક દિવસે સંબધિત વિભાગોને તેમના વિભાગની યોજનાઓનો મહત્તમ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.…

Read More

જૂનાગઢ જિલ્લામાં તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુશાસન સપ્તાહની ઉજવણી કરાશે

સુશાસન સપ્તાહની ઉજવણીના આયોજન માટે નોડલ અધિકારીઓની નિમણૂક હિન્દ ન્યુઝ, જૂનાગઢ                સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન માટે આજે જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં તા.૨૫ થી ૩૧ સુધી યોજાનાર કાર્યક્રમોના સૂચારૂ આયોજન માટે નોડેલ અધિકારીઓની નિમણૂક કરવા સાથે જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર જિલ્લાકક્ષાએ નહીં પરંતુ તાલુકા મથકે પણ આયોજન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોવિડ-૧૯…

Read More

મંડલિકપુર શાળામાં ગણિત દિવસની ઉજવણી કરાઇ

શાળાના બાળકોએ ૩D મોડેલમાં વિવિધ આકારોમાં સમઘન, લંબઘન, ત્રિકોણીય પિરામિડ, શંકુ વગેરે બનાવ્યા હિન્દ ન્યુઝ, જૂનાગઢ             જૂનાગઢ તાલુકાના મંડલિકપુર ગામની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ૩D મોડેલમાં સમઘન, લંબઘન, ત્રિકોણીય પિરામિડ, શંકુ સહિત ૩D મોડેલ બનાવ્યા હતા. દર વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી ભારતના મહાન ગણીતશાસ્રી શ્રીનિવાસ રામાનુજનના માનમાં તેમના જન્મ દિવસે ઉજવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ ગણિત પ્રત્યે વધુ રસપૂર્વક સમજણ મેળવે તે હેતુંથી ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢની મંડલિકપુર ગામની પ્રાથમિક શાળામાં…

Read More

વેરાવળના કલા સાધકો માટે તાલુકા કક્ષાના કલા મહાકુંભ-૨૦૨૧માં ભાગ લેવાની ઉત્તમ તક

૦૬ થી ૫૯ વર્ષ સુધીના કલારસિકો વિવિધ વય જૂથમાં સ્પર્ધામાં ભાગ લેશે  હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ  કલામહાકુંભમાં ભાગ લેવા માટે તા.૬ઠ્ઠી જાન્યુઆરી સુધીમાં એન્ટ્રી ફોર્મ મોકલવાના રહેશે  રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી દ્વારા તાલુકાકક્ષાએ કલા મહાકુંભનું ઓફલાઈન આયોજન થનાર છે. જેમાં વેરાવળ તાલુકાના ૦૬ થી ૫૯ વર્ષ સુધીના કલાકારો રાસ, ગરબા, લોક નૃત્ય, એક પાત્રીય અભિનય, સમૂહગીત, ચિત્ર કલા, નિબંધ, વકતૃત્વ, ભરત નાટ્યમ જેવી સ્પર્ધાઓમાં જુદા-જુદા વયજુથમાં ભાગ લઇ શકાશે. કલા મહાકુંભમાં ભાગ લેવા…

Read More

કોરોના વાયરસ કોવીડ-૧૯ ભુજ તાલુકાના પાંચ ગ્રામીણ તેમજ એક શહેરી વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભુજ          જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯માં સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના બળદિયા ગામે ઉપલાવાસમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં. ૩ સુધી, એમ કુલ-૩ (ત્રણ) ઘર તા. ૨૭/૧૨/૨૦૨૧ સુધી, ભુજ તાલુકાના સામત્રા ગામે પટેલવાસમાં બેંક ઓફ બરોડાવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૪ સુધી, એમ કુલ-૪ (ચાર) ઘર ૨૭/૧૨/૨૦૨૧ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ઈન્દ્રાધામ સોસાયટીમાં આવેલ ઘર નં. ૧ થી ઘર નં. ૧૧ સુધી, એમ કુલ -૧૧ (અગિયાર) ઘર તા.૨૮/૧૨/૨૦૨૧ સુધી, ભુજ તાલુકાના સામત્રા ગામે પટેલવાસમાં પટેલ સમાજવાડી પાસે આવેલ ઘર…

Read More

કાણોઠી ગામમાં દુકાનદારના હાથમાંથી રૂ. 5 હજાર ઝુંટવી એક ઈસમ ભાગી જતાં ફરિયાદ નોંધાઈ

હિન્દ ન્યુઝ, સુઇગામ સુઇગામ તાલુકાના કાણોઠી ગામના માનસેંગભાઈ નરભેરામભાઈ બ્રાહ્મણ ગામમાં આવેલ પોતાની દુકાનમાં બેસી આગળના દિવસનો હિસાબ કિતાબ લખી રૂપિયાનું મેળવણું કરતા હતા, ત્યારે દુકાન નજીક દરવાજા પાસે ઉભેલા ગામના નટુભા જેઠુંભા દરબાર નામનો એક ઈસમ માનસેંગભાઈના હાથમાં રહેલ આશરે પાંચ હજાર રૂપિયાની નોટો હાથમાંથી ઝુંટવી ફરાર થઈ ગયેલ, ત્યારે ફરિયાદીએ બુમો પાડતા દોડી આવેલ વિષ્ણુભાઈને જોઈ નટુભા ભાગી ગયેલ, જે અંગે માનસેંગભાઈએ નટુભા જેઠુંભા દરબાર વિરુદ્ધ સુઇગામ પો.સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ

Read More