વેરાવળની ગ્રેસીબેન ગોહિલનું રાજ્યકક્ષાની યોજાયેલ નિબંધ સ્પર્ધામાં પસંદગી પામતાં ગાંધીનગર ખાતે બહુમાન કરાયું

હિન્દ ન્યુઝ, વેરાવળ રાજ્યકક્ષાની યોજાયેલ નિબંધ સ્પર્ધામાં પસંદગી પામતાં વેરાવળ ની ગ્રેસીબેન બટુકસિહ ગોહેલનુ ગાંધીનગર કોબા ખાતે ઇનામ પેટે રૂ 1000 અને પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું. આ સ્પર્ધામાં વિજેતા બની ગ્રેસીબેને ગીર સોમનાથ જિલ્લાનું અને વેરાવળ સાઇનસ કોલેજનું ગૌરવ વધાર્યું છે તેમજ એ બી સી સંકલિત નિબંધ પુસ્તકમાં ગ્રેસીબેનનુ અંગ્રેજી માધ્યમમાં પસંદગી પામેલ નિબંધ પ્રસિદ્ધ થશે. કેન્દ્રીય સત્કર્ત આયોગ દ્વારા ગુજરાત તકેદારી આયોગની રાહબરી હેઠળ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય દ્વારા સત્કર્ત જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે શિક્ષણ કમિશ્નર ગુજરાત રાજ્યની કચેરીના પરામર્શમાં રાજ્યકક્ષાએ સ્વતંત્ર…

Read More

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય સેમિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે ટેન્ટ સીટી-2, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા ખાતે બે દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 13 અને 14 ડિસેમ્બર, 2021ના રોજ આયોજિત આ સેમિનારમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિશ્રી, રજિસ્ટ્રાર ને IQAC કો-ઓર્ડિનેટર હાજરી આપશે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર અને કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ સેમિનારનો શુભારંભ થશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર અને ઉચ્ચ, ટેકનિકલ શિક્ષણના નિયામક પણ કાર્યક્રમમાં સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર…

Read More

બાળકોના અભ્યાસ સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કોરોના કાળમાં બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે રાજ્યભરની શાળાઓમાં ૧૦૦ કલાક “સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન – શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, કોરોના કાળમાં બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યભરની શાળાઓમાં ૧૦૦ કલાક “સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોના સમયના લર્નીંગ લોસ ઘટાડવા માટે પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉપક્રમે શાળાઓમાં ૧૦૦ કલાક “ સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું આયોજન કરાયું છે. કોવિડ-19ની પરિસ્થિતિને લીધે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહી તેથી બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે રાજ્યનો…

Read More

કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ. જયશંકરે ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીક્ટ અને રાજપીપલાની અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળાની મુલાકાત લીધી હિન્દ ન્યુઝ, રાજપીપલા કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ગરૂડેશ્વરના સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને કરાયેલી તૈયારી તેમજ નર્મદા જિલ્લામાં ઓમિક્રોમ વાઇરસના કેસો ન નોંધાય તે માટે કરાયેલી આગોતરી તૈયારી અંગે મંત્રી એસ.જયશંકરને વાકેફ કરાયાં હતાં. આ બેઠક પૂર્ણ થયાબાદ મંત્રી ડૉ.એસ.જયશંકરે રાજપીપલાની અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલની મુલાકાત દરમિયાન સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, જીમ્નાસ્ટીક હોલ વિશે અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા પ્રાચાર્ય કે.જે.ગોહિલે મંત્રી જયશંકરને વિસ્તૃત જાણકારી આપી હતી. આ વેળાએ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદાર બી. કે. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે. પી. પટેલ, રાજપીપલાની સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત સહિત જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

હિન્દ ન્યુઝ, રાજપીપલા કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ગરૂડેશ્વરના સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને કરાયેલી તૈયારી તેમજ નર્મદા જિલ્લામાં ઓમિક્રોમ વાઇરસના કેસો ન નોંધાય તે માટે કરાયેલી આગોતરી તૈયારી અંગે મંત્રી એસ.જયશંકરને વાકેફ કરાયાં હતાં. આ બેઠક પૂર્ણ થયાબાદ મંત્રી ડૉ.એસ.જયશંકરે રાજપીપલાની અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલની મુલાકાત દરમિયાન સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, જીમ્નાસ્ટીક હોલ વિશે અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા પ્રાચાર્ય કે.જે.ગોહિલે મંત્રી જયશંકરને વિસ્તૃત જાણકારી આપી હતી. આ વેળાએ ભરૂચના સાંસદ મનસુખભાઇ…

Read More