ધ્રોલ, જોડીયા, હાપા તથા કાલાવડ ખાતેથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર ખેડૂતો સુખી થાય, ગામડાનો વિકાસ થાય અને તેનાં માધ્યમથી સમગ્ર દેશ સમૃદ્ધ બને તેવું સરકારનું આયોજન સમગ્ર ખરીદ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી, ગેરરીતિ અચરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરાશે જામનગર જિલ્લામાં 33,363 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ અંગે રજીસ્ટ્રેશન કરાવ્યું               મગફળી ઉત્પાદક ખેડૂતોને પોતાની જણસનો યોગ્ય ભાવ મળી રહે તેમજ તેઓને આર્થિક નુકસાની ન જાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદ કેન્દ્રો ઉભા કરી મગફળીની ખરીદી કરવામાં આવે છે. જે મગફળી ખરીદીનો રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌસંવર્ધન…

Read More

પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્રારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, પોરબંદર ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક, રોજગાર અને તાલીમ, ગુજરાત રાજય, ગાંધીનગર સંચાલિત, જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના રોજગારવાચ્‍છુ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ઉમેદવારો માટે ઓનલાઇન ભરતી મેળો યોજાશે. ઓનલાઇન ભરતી મેળમાં ભાગ લેવા માટે નીચે આપેલ લીંક પર રોજગારી મેળવવા ઇચ્‍છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો લીંક પર ભરવાની રહેશે. આપેલ લીંક પર નોકરીદાતાની વિગતો તથા ભરતીમેળાની તારીખ આપવામા આવી છે. નોકરીદાતા દ્વારા ડીઝીટલ માધ્‍યમ / ટેલીફોનીક ઇન્‍ટરવ્યુ લેવામા આવશે. ભરતીમેળાની લીંક-https://forms.gle/BgLwBrs1vcPRtATh7 ભરતીમેળાની જાણકારી માટે કચેરીનુ ફેસબુક પેઇઝwww.facebook.com/mccpor લાઇક કરી શકાશે.

Read More

સમગ્ર અમરેલી જિલ્લામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, અમરેલી ચૂંટણી શાખાના અધિકારી ૧૪, ૨૧, ૨૭ અને ૨૮ નવેમ્બરના સંબંધિત વિસ્તારના મતદાન મથકે ઉપસ્થિત રહેશે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૧ થી ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ–૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જે નાગરીકના તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ થતા હોય, એટલે કે જે નાગરીક તા.૦૧/૦૧/૨૦૦૪ અથવા તે પહેલા જન્મ ધરાવતા હોય તે ફોર્મ નં.૬ ભરી મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે. આ કાર્યક્રમમાં ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બી.એલ.ઓ. જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા.૧૪/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૧/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર) ના રોજ ઉપસ્થિત…

Read More

જૂનાગઢ જિલ્લામાં ૯ સેન્ટરો પર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ            ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ ૩૩૦૪૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આજે લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧ થી ૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૩૦૪૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. જૂનાગઢ જિલ્લાના તાલુકા કક્ષાના ૯ સેન્ટરો પર…

Read More

શ્રી બી.એચ.ઘોડાસરા ચેરમેન ગુજરાત રાજય બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની ગરીમામય ઉપસ્થિતિમાં નિરામય દિવસની ઉજવણી અંતર્ગત અટલબિહારી બાજપાઈ હોલ, ટાઉન હોલ, ભાવનગર ખાતે મેગા મેડીકલ ચેકઅપ અને સારવાર કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર         ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી દ્વારા રાજયવ્યાપી નિરામય અભિયાન કાર્યક્રમનો શુભારંભ તા.૧૨/૧૧/૨૦૨૧ નાં રોજ સવારે ૮:૦૦ થી ૫:૦૦ સુધી કરવામાં આવનાર છે. જે અંતર્ગત ૩૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને વિનામુલ્યે સ્થળ પર તમામ રોગના નિદાન, સારવાર, લેબોરેટરી સુવિધા, કાઉન્સીલીંગ સુવિધા સાથેના મેગા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન શ્રી અટલબિહારી બાજપાઈ હોલ, ટાઉન હોલ, ભાવનગર ખાતે તા.૧૨/૧૧/૨૦૨૧ સર.ટી.હોસ્પિટલ ખાતેનાં વિવિધ રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર દવારા સેવા આપવામાં આવશે અને નિરામય કાર્ડ લોકોને અર્પણ કરવામાં આવશે. હાલમાં જેમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, કિડનીનાં રોગ, પાન્ડુરોગ જેવા દર્દીઓ કે…

Read More

પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અરજદારોને ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તે હેતુથી ઉમરાળા તાલુકાનાં અલમપર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ ઉમરાળા તાલુકાનાં અમલપર ગામે સેવાસેતુ કાર્યક્રમ તા.૧૨/૧૧/૨૦૨૧નાં રોજ સવારે ૦૯-૦૦ વાગ્યે પ્રાથમિક શાળા, અમલપર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં અલમપર, દડવા (રાં), ધોળા ગોદડજી, હડમતાળા, તરપાળા, ઉજળવાવ, રામણકા, વડોદ, ચિત્રાવાવ, બોચડવા, સમઢીયાળા અને ભોજાવદર ગામનાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ…

Read More

છઠ્ઠા આયુર્વેદ દિવસની ઉજવણી ધન્વંતરિ પાર્ક ખાતે કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર           આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વ્રારા છઠ્ઠા આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા આયુર્વેદ અધિકારી શીતલબેન સોલંકી અને આયુર્વેદ શાખાના મેડિકલ ઓફિસર/કર્મચારી દ્વ્રારા ધન્વંતરિ પાર્ક ભાવનગર ખાતે સવારે ૯ કલાકે જિલ્લા વૈધસભા, ભાજપ ડોક્ટર સેલ તથા ISM PP એસોસીએશનની સાથે મળીને ભગવાન ધનવંતરીનુ શાસ્ત્રોક્ત પુજન, મહાયજ્ઞ તથા સ.આ.દવાખાનુ- રૂવા, ભાવનગર દ્વારા મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું હતુ. આ કેમ્પ દરમ્યાન આયુર્વેદનાં પ્રચાર-પ્રસાર અર્થે તેમજ “આયુર્વેદ ફોર પોષણ” થીમ અંતર્ગત માહિતિ પત્રીકાઓનું વિતરણ કરવામાં આવેલ તેમજ વિના મુલ્યે આયુર્વેદ અને હોમિયોપથી ચિકિત્સા કેમ્પ અને…

Read More

ગારિયાધારના માંડવી ગામે “ચકલી બચાવો અભિયાન” અંતર્ગત “કર્તવ્ય પંખી આશરો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માંડવી ગામે આજે કર્તવ્ય ગૌ સેવા ગૃપ-સુરત દ્વારા દિવાળીના વેકેશનને સેવા વેકેશનમાં પરિવર્તિત કરતાં “ચકલી બચાવો અભિયાન” અંતર્ગત “કર્તવ્ય પંખી આશરો” નામક એક જીવદયાનું સેવા કાર્ય આદરવામાં આવ્યું હતું. આ સેવામાં ગામના સેવાભાવી દાતાશ્રીઓ તથા ગામના નવયુવાનો દ્વારા ગામમાં યોગ્ય જગ્યાએ “ચકલીના માળા, ચણપાત્ર તથા પંખીને પીવા માટે પાણીના કુંડા” બાંધી એક અનોખા સેવાકાર્યની શરૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કર્તવ્ય ગૌ સેવા ગૃપના યુવાનો સુરતની અંદર “પ્રેરણા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ” સાથે મળી ખૂબ સરસ ગૌ સેવા પણ કરે છે. હંમેશા…

Read More

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિહોર ખાતે આગની ‘મોક ડ્રિલ’ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા આપત્તિ સમયે ઓછામાં ઓછું નુકસાન થાય અને સમયસર આફત પર કાબૂ મેળવી શકાય તે માટે સમયે-સમયે ‘મોક ડ્રિલ’નું આયોજન કરવામાં આવે છે. આવી જ એક આગ લાગવાની ઘટનાના ‘મોક ડ્રિલ’નું આયોજન આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિહોર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સિહોર નગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સ્ટાફ દ્વારા તાત્કાલિક આગ લાગ્યાનો સંદેશો મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈને આગ બુઝાવી અને સાથે બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું હતું. ફાયર ફાઈટર અને ઇમરજન્સી સ્ટાફ દ્વારા તુરંત જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને…

Read More

થરાદ તાલુકા ના લુવાણા કળશ ગામે દવે (હાડી) સ્વ દવે હરખચંદ બુધારામ ના સમસરી નિમિત્તે બ્રાહ્મણ ભોજન રાખવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, લાખણી થરાદ તાલુકાના લુવાણા કળશ ગામ ના વતની એવા મહાન પંડિત શ્રી હરખચંદ બુધારામ પૂર્ણતિથી પર સમસરી નિમિત્તે બ્રાહ્મણ ભોજન કરવામાં આવ્યું અને બ્રાહ્મણ સમાજ માં સ્વર્ગવાસ ની એક વરસ થાય એટલે સ્વર્ગવાસ ની તારીખ આવે એટલે સમસરી કરવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો સ્નાન કરી અબોટ થઇ અને પછી બ્રાહ્મણો દ્વારા જાતે ભોજન બનાવવામાં આવે છે અને તે દિવસે ઘરની બેન દિકરી કોવાસીઓ આમંત્રણ આપવામાં આવે છે અને કુટુંબના તમામ સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવે છે અને આજે સ્વ. હરખચંદ બુધારામ ની સમસરી હોવાથી તેમના પુત્રો દ્વારા…

Read More