પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અરજદારોને ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તે હેતુથી ઉમરાળા તાલુકાનાં અલમપર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ ઉમરાળા તાલુકાનાં અમલપર ગામે સેવાસેતુ કાર્યક્રમ તા.૧૨/૧૧/૨૦૨૧નાં રોજ સવારે ૦૯-૦૦ વાગ્યે પ્રાથમિક શાળા, અમલપર ખાતે યોજાનાર છે.

આ કાર્યક્રમમાં અલમપર, દડવા (રાં), ધોળા ગોદડજી, હડમતાળા, તરપાળા, ઉજળવાવ, રામણકા, વડોદ, ચિત્રાવાવ, બોચડવા, સમઢીયાળા અને ભોજાવદર ગામનાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો, જનધન યોજનાના લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વૃધ્ધ સહાયની યોજનાનાં લાભો વગેરેને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય કે કોઇ યોજનાકીય લાભ લેવા ઇચ્છતાં હોય તેઓએ તા.૧૨/૧૧/૨૦૨૧ નાં રોજ અલમપર ગામે પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમમાં અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સબંઘિત અઘિકારીઓ દ્વારા સ્થળ ૫ર નિકાલ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૧૨/૧૧/૨૦૨૧નાં રોજ અલમપર ગામે નિયત સમયે ઉ૫સ્થિત રહેવા મામલતદાર, ઉમરાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment