છઠ્ઠા આયુર્વેદ દિવસની ઉજવણી ધન્વંતરિ પાર્ક ખાતે કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

          આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વ્રારા છઠ્ઠા આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા આયુર્વેદ અધિકારી શીતલબેન સોલંકી અને આયુર્વેદ શાખાના મેડિકલ ઓફિસર/કર્મચારી દ્વ્રારા ધન્વંતરિ પાર્ક ભાવનગર ખાતે સવારે ૯ કલાકે જિલ્લા વૈધસભા, ભાજપ ડોક્ટર સેલ તથા ISM PP એસોસીએશનની સાથે મળીને ભગવાન ધનવંતરીનુ શાસ્ત્રોક્ત પુજન, મહાયજ્ઞ તથા સ.આ.દવાખાનુ- રૂવા, ભાવનગર દ્વારા મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું હતુ. આ કેમ્પ દરમ્યાન આયુર્વેદનાં પ્રચાર-પ્રસાર અર્થે તેમજ “આયુર્વેદ ફોર પોષણ” થીમ અંતર્ગત માહિતિ પત્રીકાઓનું વિતરણ કરવામાં આવેલ તેમજ વિના મુલ્યે આયુર્વેદ અને હોમિયોપથી ચિકિત્સા કેમ્પ અને વનસ્પતિ–પ્રદશન તથા ઉકાળા વિતરણ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, ધિરૂભાઇ શિયાળ અને ભાવનગરનાં ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કિર્તિબેન દાણીધરીયા, છોટેમુરારી, ડેપ્યુટી મેયર કુમારભાઇ શાહ, સ્ટેંડીગ કમીટી ચેરમેન ધીરુભાઇ ધામેલીયા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળ અને ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા આયુષ વિભાગ ભારત સરકારની કામગીરી બાબતે અને ભવિષ્યે આયુર્વેદનાં વિકાસ અર્થે સરકાર તરફથી સહયોગની ખાત્રી આપવામાં આવેલ અને મેગા સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. સમગ્ર કાર્યક્રમ બાદ મહા પ્રસાદનું આયોજન સુપેરે સમ્પન્ન કરવામાં આવ્યુ હતુ.

બપોર બાદ નિયામક વૈધ જયેશભાઇ પરમાર અને નાયબ નિયામક વૈધ હેમંતભાઇ જોષીની પ્રેરક ઉપસ્થિતીમાં શેઠ જિ.પ્ર.આયુર્વેદ મહાવિધાલય ભાવનગર ખાતે આયોજીત ધંન્વંતરી પુજન અર્થે ભાવનગર જિલ્લા આયુર્વેદ શાખાના અધિકારી ડો.શિતલબેન સોલંકીની આગેવાની હેઠળ સમગ્ર જિલ્લાના આયુર્વેદ શાખાના અધિકારી અને કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ભાવનગર ના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઇ ડાભી, શહેર પ્રમુખ રાજીવભાઇ પંડ્યા સહિતના રાજકીય આગેવાનોએ પ્રોત્સાહક હાજરી અપી હતી. આ તબક્કે ભાવનગરની વિવિધ સામાજીક અને આરોગ્યની સંસ્થાના પ્રમુખો, મહામંત્રીઓ અને કારોબારી સભ્યોએ હાજર રહી સમગ્રકાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને નવનિયુક્ત નિયામકનું ઉત્સાહભેર અભિવાદન કરવામાં આવ્યું હતું તેમ જિલ્લા આયુર્વેદ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment