શ્રી બી.એચ.ઘોડાસરા ચેરમેન ગુજરાત રાજય બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની ગરીમામય ઉપસ્થિતિમાં નિરામય દિવસની ઉજવણી અંતર્ગત અટલબિહારી બાજપાઈ હોલ, ટાઉન હોલ, ભાવનગર ખાતે મેગા મેડીકલ ચેકઅપ અને સારવાર કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  

      ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી દ્વારા રાજયવ્યાપી નિરામય અભિયાન કાર્યક્રમનો શુભારંભ તા.૧૨/૧૧/૨૦૨૧ નાં રોજ સવારે ૮:૦૦ થી ૫:૦૦ સુધી કરવામાં આવનાર છે. જે અંતર્ગત ૩૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને વિનામુલ્યે સ્થળ પર તમામ રોગના નિદાન, સારવાર, લેબોરેટરી સુવિધા, કાઉન્સીલીંગ સુવિધા સાથેના મેગા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન શ્રી અટલબિહારી બાજપાઈ હોલ, ટાઉન હોલ, ભાવનગર ખાતે તા.૧૨/૧૧/૨૦૨૧ સર.ટી.હોસ્પિટલ ખાતેનાં વિવિધ રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર દવારા સેવા આપવામાં આવશે અને નિરામય કાર્ડ લોકોને અર્પણ કરવામાં આવશે. હાલમાં જેમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, કિડનીનાં રોગ, પાન્ડુરોગ જેવા દર્દીઓ કે જેમની સારવાર શરૂ હોય એ લોકોએ ફોલેઅપ માટે પણ આ કેમ્પનો લાભ લઈ શકે છે.
આ કેમ્પ દરમ્યાન કોવિડ રસીકરણ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – માં કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે તેમજ આ કેમ્પ દરમ્યાન કોવિડ –૧૯ વિરોધી રસીના ડોઝથી વંચિત લોકોને પણ આ કેમ્પ દરમ્યાન રસીકરણ કરવામાં આવશે, આ કેમ્પનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા ધારાસભ્ય (પશ્ચિમ ) અને કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્ર જિતુભાઈ વાઘાણી, મેયર કિર્તીબાળા દાણીધારીયા, સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય (પૂર્વ) સુ. વિભાવરીબેન દવે તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા, ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, આરોગ્ય કમિટીના ચેરમેન રાજેશભાઈ પંડયા, શાસકપક્ષના નેતા બુધાભાઈ ગોહેલ તથા કમિશ્નર એમ.એ.ગાંધી દ્વારા તમામ જાહેર જનતાને અનુરોધ કરેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment