યોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આપણી પુરાતન ધરોહર એવી યોગ વિદ્યાની વિરાસત જન-જન સુધી પ્રસરી ચૂકી છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આપણી પુરાતન ધરોહર એવી યોગ વિદ્યાની વિરાસત આજે જન-જન સુધી પ્રસરી ચૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે,વડાપ્રધાનશ્રીના પ્રયત્નોને કારણે આજે યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. ભાવનગર ખાતે યોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતા તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં ભારત અનેક વિદ્યાઓમાં પારંગતતા ધરાવતો હતો અને સમગ્ર વિશ્વ તેનું અનુકરણ કરતુ હતું તેનું ઉત્તમ ઉદાહરણ યોગ વિદ્યા છે. કોરોના સમયે…

Read More

ભાવનગરના જૈફ વયના રજનીબેન મોદીએ માતૃભૂમિનું ઋણ ચૂકવતાં પોતાની બચત મૂડીમાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૧.૫૦ લાખ તથા પી.એમ. કેર્સ ફંડમાં રૂ.૩ લાખનું દાન કર્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના ૮૫ વર્ષની જૈફ ઉંમર ધરાવતાં રજનીબેન જમનાદાસ મોદીએ પોતાની માતૃભુમિનુ ઋણ ચૂકવતાં તથા તેમના ભાઇ સ્વ.હેમેન્દ્રભાઇ જમનાદાસ મોદીની સ્મૃતિ રૂપે પોતાની બચત મૂડીમાંથી મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૫૦,૦૦૦/- તથા પી.એમ. કેર્સ ફંડ માં ૩,૦૦,૦૦૦/- જેવી માતબર રકમનું સ્વૈચ્છિક અનુદાન આપી વિક્રમ સંવત- ૨૦૭૮ ના નૂતન વર્ષના પ્રારંભે સમાજ પ્રેરણાદાયી ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.  નૂતન વર્ષના પ્રારંભે આજે કલેકટર કચેરી ખાતે આવીને તેમણે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને હાથોહાથ આ બંને ચેક સુપ્રત કર્યા હતાં. કલેકટરએ તેમના આ ઉમદા કાર્યની સરાહના કરી જણાવ્યું કે, સમાજજીવનમાંથી ઉદ્દાત ભાવથી…

Read More

પાલીતાણા ખાતે સૌ પ્રથમવાર ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું, ચિત્ર પ્રદર્શનમાં સહભાગી થનાર ચિત્રકારોનું યથોચિત સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા તળેટી ખાતે શેત્રુંજય યુવક મંડળ દ્વારા આદિ જિન ચિત્ર ખંડમાં ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર પ્રદર્શન દ્વારા પાલીતાણામાં સૌપ્રથમવાર ચિત્ર સ્પર્ધા યોજી પાલીતાણા તાલુકાના લોકોમાં રહેલ હુન્નરને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાલીતાણા તળેટી ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શનને સારો આવકાર મળ્યો હતો અને બે દિવસીય પ્રદર્શનને અંદાજિત છ હજાર જેટલા લોકોએ નિહાળ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં પાલીતાણા તાલુકાના ચિત્રકારોએ બનાવેલ પેઇન્ટિંગ નિદર્શિત કરવામાં આવ્યાં હતાં.આજે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ચિત્રકારોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં સહભાગી થયેલા ચિત્રકારોને પાલીતાણા…

Read More