અરવલ્લી મોડાસા જીલ્લા અદાલત ખાતે મહિલા અધિકારોનો મેગા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મોડાસા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના નેતૃત્વ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી દ્વારા ઉજવવામાં આવી રહેલ આઝાદી ના અમૃત મહોત્સવના ભાગરૂપે અરવલ્લી મોડાસા જીલ્લા અદાલત ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સહયોગથી મહિલા અધિકારોના જાગૃતિના ભાગ રૂપે મેગા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ૪૮ મહિલાઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓને મહિલા અધિકરો વિશે જાગૃત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં તેમણે નાલ્સા દ્વારા પ્રકાશીત કરવામાં આવેલ મહિલા અધિકારીઓ વિશેની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મોડાસા

Read More

ગીર સોમનાથ જિલ્લાનાં ૦૬ ગામોમાં સામૂહિક સ્વચ્છતા સંકુલના નિર્માણ માટે રૂા.૧૭.૮૯ લાખ મંજૂર

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ  ગીર-સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી, ઇણાજ ખાતે જિલ્લા સુખાકારી સમિતિની બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૬ ગામોમાં એસ.બી.એમ. યોજના હેઠળ રૂા. ૧૭.૮૯ લાખના કામોની વહિવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ તાલાળા તાલુકાના આકોલવાડી, સુરવા, ઘુસીયા, રમળેચી, ધ્રામળવા અને વિઠલપુર ગામોમાં સામુહિક સ્વચ્છતા સંકુલનું નિમાર્ણ કરવામાં આવશે. ગામ દીઠ રૂા. ૨.૯૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સ્વચ્છતા સંકુલમાં જિલ્લા વિકાસ અધિકારીએ પર્યાપ્ત માત્રમાં પાણીની સગવડ હોય તેવી જગ્યાએ તેમજ નિભાવણી અને જાળવણી સહિતની બાબતો ધ્યાનમાં રાખી જાહેર સ્થળો પર બાંધકામ થાય તેવી કાળજી રાખવા …

Read More

ગીર સોમનાથ જિલ્લામાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લામાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવશે. આ માટે જિલ્લાના ૯ ખરીદ કેન્દ્ર પરથી પ્રતિમણ રૂ. ૧૧૨૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. આગામી તા. ૯ થી તા.૦૬-૦૨-૨૦૨૧ સુધી, કુલ-૯૦ દિવસ ચાલનારી આ ખરીદી જિલ્લાના કાજલી અને પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ અને કોડીનારના બિલેશ્વર સુગર ફેક્ટરી ખાતે બે-બે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ઉપરાંત તાલાલા માર્કેટીંગ યાર્ડ, ઉના તાલુકાના ખરીદ કેન્દ્ર અને ગીર ગઢડા તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે એક-એક મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આમ, કુલ-૯ કેન્દ્રો પર મગફળીની…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવશે. આ માટે જિલ્લાના ૯ ખરીદ કેન્દ્ર પરથી પ્રતિમણ રૂ. ૧૧૨૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ આગામી તા. ૯ થી તા.૦૬-૦૨-૨૦૨૧ સુધી, કુલ-૯૦ દિવસ ચાલનારી આ ખરીદી જિલ્લાના કાજલી અને પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ અને કોડીનારના બિલેશ્વર સુગર ફેક્ટરી ખાતે બે-બે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ઉપરાંત તાલાલા માર્કેટીંગ યાર્ડ, ઉના તાલુકાના ખરીદ કેન્દ્ર અને ગીર ગઢડા તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે એક-એક મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આમ, કુલ-૯ કેન્દ્રો પર મગફળીની ખરીદી કરવામા આવશે ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે નોંધણી કરાવેલ ખેડૂતોને મોબાઈલ પર એસએમએસથી વેચાણ માટે તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ત્યાર બાદ જ ખેડૂતોએ પોતાના મગફળી વેંચાણ કેન્દ્ર પર…

Read More

પ્રજાહિતલક્ષી સુવિધાઓ અને જનસુખાકારીના પ્રયાસોમાં જિલ્લા વહિવટીતંત્રને સાંપડેલી વધુ એક સફળતા

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા પ્રજાલક્ષી અનેકવિધ લોક સુવિધાઓ ધ્વારા જનસુખાકારી વધારવાના પ્રયાસોને એક પછી એક સાંપડી રહેલી સફળતામાં CSR એક્ટીવીટી અંતર્ગત ગુજરાત ગેસ કંપની ધ્વારા “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ-સેન્ટ્રલ કિચન, સખી મંડળ કેન્ટીન અને સ્મશાનગૃહને નિ:શૂલ્ક ગેસ જોડાણની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સફળતામાં વધુ એક પીંછુ ઉમેરાયું છે, જે નર્મદા જિલ્લા માટે ગૌરવરૂપ બિના ઘટના કહી શકાય.

Read More

વડોદરા-મુંબઈ ઍક્ષપ્રેસ હાઈવેના નિર્માણ માટે નવસારી જિલ્લાની સંપાદીત જમીનોના ખેડુત ખાતેદારોને વળતર અપાયું

હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ ઍક્સપ્રેસ-વેના નિર્માણ માટે સંપાદિત જમીન માટે ખેડુત ખાતેદારોને સાંસદ સી.આર.પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના હસ્તે નવસારી તાલુકાના પાંચ ગામો કુરેલ, શાહુ, વચ્છરવાડ, અંબાડા અને કંબાડા ખેડુત ખાતેદારોને રૂ.૧૨૩ કરોડના વળતરના ચેકો ઍનાયત કરીને વળતર આપવાનો પ્રારંભ કરાયો હતો.

Read More

રોજગાર કચેરી – ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રીન્યુઅલ કરાવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૧૨/૨૦૨૧ નાં રોજ રોજગાર કચેરીનાં લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રીન્યુઅલ) ન કરાવવા બદલ કમી થનાર હોય સંબધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવા માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ અત્રેની કચેરીના ઈ-મેલ (dee-bav@gujarat.gov.in) ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત અત્રેની કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન…

Read More

તા.૨૫ નવેમ્બરનાં રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો નવેમ્બર-૨૦૨૧નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૧૧/૨૦૨૧નાં રોજ ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૧/૨૦૨૧ સુધીમાં રજાનાં દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધી કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

રોજગાર કચેરી – ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રીન્યુઅલ કરાવી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર          ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૧૨/૨૦૨૧ નાં રોજ રોજગાર કચેરીનાં લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રીન્યુઅલ) ન કરાવવા બદલ કમી થનાર હોય સંબધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવા માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ અત્રેની કચેરીના ઈ-મેલ (dee-bav@gujarat.gov.in) ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત અત્રેની કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે. વધુ માહિતી…

Read More

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો નવેમ્બર-૨૦૨૧નો તાલુકા/ગ્રામ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૧૧/૨૦૨૧નાં રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે. આ તાલુકા/ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ બે નકલોમાં તા.૧૫/૧૧/૨૦૨૧ સુધી રજાનાં દિવસો સિવાય તાલુકા કક્ષાનાં પ્રશ્નો તાલુકા મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામા આવશે. અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતોની અરજી સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકાશે નહી તેમ…

Read More