હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
આગામી તા. ૯ થી તા.૦૬-૦૨-૨૦૨૧ સુધી, કુલ-૯૦ દિવસ ચાલનારી આ ખરીદી જિલ્લાના કાજલી અને પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ અને કોડીનારના બિલેશ્વર સુગર ફેક્ટરી ખાતે બે-બે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ઉપરાંત તાલાલા માર્કેટીંગ યાર્ડ, ઉના તાલુકાના ખરીદ કેન્દ્ર અને ગીર ગઢડા તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે એક-એક મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આમ, કુલ-૯ કેન્દ્રો પર મગફળીની ખરીદી કરવામા આવશે
ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે નોંધણી કરાવેલ ખેડૂતોને મોબાઈલ પર એસએમએસથી વેચાણ માટે તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ત્યાર બાદ જ ખેડૂતોએ પોતાના મગફળી વેંચાણ કેન્દ્ર પર લઈ જવાની રહેશે. સાથે જ ખેડૂતો મગફળીના વેચાણ માટે આવે ત્યારે નોંધણી સ્લીપ પણ ફરજિયાત પણે લાવવાની રહેશે. તેમજ ટેકાના ભાવે મગફળી વેચાણ બાબતે કોઈ પ્રશ્ન હોય તો જિલ્લાકક્ષાએ કાર્યરત હેલ્પલાઈન નં.૦૨૮૭૬-૨૮૫૦૦૨ પર સંપર્ક કરવાનો રહેશે.
ખેડૂતોને પોતાની જણસનો પોષણક્ષણ ભાવ મળે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૧-૨૨ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ગુજરાત સરકારે નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ. લી.ની નિમણૂંક કરવામાં આવી છે.
ઉપરાંત મગફળીના વેચાણ સમયે કોરાના મહામારીના પગલે કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સૂચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે