સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિહોર ખાતે આગની ‘મોક ડ્રિલ’ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્ય સરકાર દ્વારા આપત્તિ સમયે ઓછામાં ઓછું નુકસાન થાય અને સમયસર આફત પર કાબૂ મેળવી શકાય તે માટે સમયે-સમયે ‘મોક ડ્રિલ’નું આયોજન કરવામાં આવે છે.

આવી જ એક આગ લાગવાની ઘટનાના ‘મોક ડ્રિલ’નું આયોજન આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિહોર ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં સિહોર નગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સ્ટાફ દ્વારા તાત્કાલિક આગ લાગ્યાનો સંદેશો મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈને આગ બુઝાવી અને સાથે બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું હતું.

ફાયર ફાઈટર અને ઇમરજન્સી સ્ટાફ દ્વારા તુરંત જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને ધુમાડાને વેન્ટિલેશન દ્વારા દૂર કરવામાં આવ્યો હતો.

આગમાં ફસાયેલા દર્દીઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક આગના સ્થળેથી બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યાં હતાં.

આમ, વિવિધ એજન્સીના સાથ અને સહકારથી અસરકારક પગલાં દ્વારા આગ પર કાબૂ મેળવીને મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

આ મોકડ્રીલમાં સિહોર નગરપાલિકા સ્ટાફના ફાયર ઇન્સ્પેક્ટર કૌશિક રાજ્યગુરુ, ફાયરમેન ધર્મેશભાઈ ચાવડા, મુકેશભાઇ ગોસ્વામી, શીવુભા ગોહિલ, નિરંજનભાઈ ગોસ્વામી, સંદીપભાઈ અને રાજુભાઇ સામેલ થયાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment