રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી G.I.D.C ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અને એન્ટીજન ટેસ્ટ કરવા માટે વધુ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૮૦ ફૂટ રોડ આજી G.I.D.C ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓ સવારથી સાંજ સુધી એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. અને કોરોનાની ચેઈન તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ તા.૨૯/૮/૨૦૨૦ ના રોજ આજી G.I.D.C ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ક કેમ્પ કરવામાં આવ્યો હતો. અને ટેમ્પરેચર, S.P.O.2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૧૯૭ લોકોના ટેસ્ટ કરાયા હતાં. કેમ્પમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. અને ટેમ્પરેચર, S.P.O.2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૨૦૨ લોકોના ટેસ્ટ કરાયા હતાં તેમ, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment