નર્મદા જિલ્લાની પહેલની રાજ્યસ્તરે લેવાઈ નોંધ

હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લાની પહેલની રાજ્યસ્તરે લેવાઈ નોંધ નર્મદા જિલ્લામાં અમલ હેઠળનો અને જન સહભાગીદારી આધારિત “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” રાજ્યના મુખ્ય યાત્રાધામોમાં અમલી બનશે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રીએ યોજેલી ૮ જિલ્લા કલેકટરઓની બેઠકમાં નર્મદા જિલ્લા કલેકટર શાહે રજૂ કર્યું પ્રેઝન્ટેશન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ મુખ્ય યાત્રાધામના સ્થળો પર આ પ્રોજેક્ટના અમલ માટે કર્યો ખાસ અનુરોધ

Read More

“મકરસંક્રાંતિ” વિષય પર ચિત્ર સ્પર્ધા સાબરકાંઠા જિલ્લાની સ્પર્ધા તા.૦૩ ડિસેમ્બર થી ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ ‌‌‌૦૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજીત જિલ્લા રમતગમત કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, સાબરકાંઠા સંચાલિત “મકરસંક્રાંતિ” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઇઝના (૮.૩”x ૧૧.૭”) ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમતગમત કચેરી ખાતે તા.૦૩/૧૨/૨૦૨૧ થી તા.૨૪/૧૧/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું…

Read More

નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘વ્યસન નિષેધ’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડૉ. ઈન્દુદયાલ મેશરી કોલેજ ઓફ સાયન્સ & ટેકનોલોજી ખાતે ‘વ્યસન નિષેધ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી નિયામક સુનિલકુમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નશાબંધી અને આબકારી નિયામક સુનિલકુમારે કોલેજના યુવાનોને નશાકારક પદાર્થોથી દૂર રહેવા તથા દેશને વિશ્વગુરુ બનાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા અપીલ કરી હતી. વ્યસન નિષેધ વિષય પર યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કૉલેજના પ્રિન્સીપાલ…

Read More

આયુર્વેદનો સાક્ષાત્કાર: જીવનના છેલ્લા કલાકો ગણી રહેલા બેભાન દર્દીને નસ્ય ચિકિત્સા મોતના મુખમાંથી બહાર લઈ આવી !

હિન્દ ન્યુઝ,  અમદાવાદ  “હવે તમે અરૂણભાઇને ઘરે લઇ જાવ અને સેવા કરો ! તેમના બચવાની સંભાવના નથી”… આવા શબ્દો જ્યારે તબીબો દ્વારા અરૂણભાઇના પત્ની અને તેમના પરિવારજનોને કહેવામાં આવ્યા ત્યારે સૌ સ્તબ્ધ થઇ ગયા. તેઓ ઇમરજન્સી કેરમાંથી અરૂણભાઇને ઘરે લઇ આવ્યા અને ખરેખર વિચારવા લાગ્યા કે હવે અરૂણભાઇ જીવી શકશે નહીં..પરંતુ આ તો વિધી નો ખેલ હજૂ બાકી હતો..! અરૂણભાઇના પુત્ર આયુર્વેદિક તબીબ તરીકે અખંડાનંદ કૉલેજમાં અભ્યાસ કરે છે.તેમણે અખંડાનંદ આયુર્વેદિક કોલેજના તબીબ ડૉ. રામ શુક્લાનો સંપર્ક કરીને સમગ્ર ઘટના વર્ણવી. ડૉ. રામ શુક્લાએ પણ ક્ષણ ભરનો વિલંબ કર્યા વિના…

Read More

અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી. લિંક વર્કર સ્કીમ અને ટી.આઇ માઇગ્રન્ટ અંતર્ગત એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું : એસ.ડી.એચ વિરમગામ ખાતેથી જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ,  અમદાવાદ          અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્કર્ષ ફાઉન્ડેશનના સહયોગથી જનજાગૃતિ સંદર્ભે ઉજવણી હાથ ધરાઇ હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે લિંક વર્કર સ્કીમ અને ટી.આઇ માઇગ્રન્ટ અંતર્ગત એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનાર ચાર લિંક વર્કર, બે સુપરવાઇઝર, તાલુકા હેલ્થ ઓફિસર અને એસ.ડી.એચ સુપ્રિટેન્ડેન્ટને એવોર્ડ આપવામાં આવ્યા હતા. એસ.ડી.એચ વિરમગામ ખાતેથી જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ રેલી વિરમગામથી સાણંદ જી.આઇ.ડી.સી સુધી પહોચી અને માર્ગમાં અનેક સ્થાનો પર જનજાગૃતિ કરવામાં આવી હતી. અત્રે…

Read More

સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ચાલુ રાખવા સૂચના

હિન્દ ન્યુઝ, અમરેલી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય, પેટા અને મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેના અનુસંધાને અમરેલી જિલ્લામાં તા.૨૨/૧૧/૨૦૨૧ થી ૨૪/૧૨/૨૦૨૧ ના સમયગાળા સુધી લાગુ પડેલ આદર્શ આચારસંહિતાના પગલે ગ્રામ્ય વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા હતા. પરંતુ આજની વિડીયો કોન્ફરન્સમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ગ્રામ્ય કક્ષાના સેવાસેતુ કાર્યક્રમ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. અમરેલી વહીવટી તંત્ર દ્વારા જે તે તાલુકામાં નકકી થયેલ કાર્યક્રમ મુજબ ગ્રામ્ય કક્ષાના સેવાસેતુ કાર્યક્રમ ચાલુ રાખવા સબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે. જો કે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી…

Read More

પોરબંદર જિલ્લામા કોવિડ-૧૯ ના સંક્રમણની બાબતે જરૂરી નિયંત્રણો/છૂટછાટો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, પોરબંદર  રાજ્યમાં કોવિડ-૧૯ ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્રારા સમગ્ર રાજ્યમાં કેટલાક નિયંત્રણો મુકાયા છે. જે સમગ્ર પોરબંદર જિલ્લામા તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા.૧૦/૧૨/૨૦૨૧ સુધી અમલમા રહેશે. જે અનુસંધાને અશોક શર્મા, જિલ્લા મેજીસ્ટ્રેટે પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારો માટે નીચે મુજબના નિયંત્રણો મુક્યા છે. A નિયંત્રણો તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ ચાલુ રાખી શકાશે. B. સિનેમા હોલ ૧૦૦% બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. C જીમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે…

Read More

“વિશ્વ એઇડ્સ દિવસ” નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ અભિયાન અને શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓનું સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ “વિશ્વ એઇડ્સ” દિન નિમિત્તે રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે રાજ્યકક્ષાનો એઇડ્સ જનજાગૃતિ અભિયાન તથા એઇડ્સ પ્રિવેંશન એન્ડ કંટ્રોલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓના કર્મીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પ્રવચન આપતા મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, એઇડ્સના દર્દીઓ પ્રત્યે સમાજે તેમનું વલણ બદલવું પડશે. એચ.આઈ.વી. ગ્રસ્ત દર્દીઓને પૂરતું માનસન્માન મળી રહે તે આપણી સૌની સામાજિક જવાબદારી છે. આ રોગને અટકાવવા સૌએ જાગૃત બની સાચી સમજણ સાથે સતર્ક જીવનશૈલી વ્યવહારમાં લાવીશું તો ચોક્કસ આપણે એઇડ્સ જેવા રોગને નાથી શકીશું. મેયરએ વિશેષમાં જણાવ્યું હતું કે, કોરોના સહીતના…

Read More