રાજ્યમાં કોરોના વેક્સિનના બન્ને ડોઝની કામગીરીમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ

હિન્દ ન્યુઝ, જિલ્લામાં બન્ને ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ ૦૦૦૦૦ કલેક્ટર, ડીડીઓના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસોથી મળી સફળતા ૦૦૦૦૦૦ જૂનાગઢ,તા.૧૧ રાજ્યમાં કોરોના વેક્સિનના બન્ને ડોઝની ૧૦૦ ટકા કામગીરીમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે છે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રવારા ચલાવવામાં આવેલ રસીકરણ અભિયાનની પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થયા બાદ બીજા ડોઝમાં પણ ૧૦૦ ટકા કામગીરી પુર્ણ કરી સફળતા મેળવી છે. પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા સફળતા મળ્યા બાદ બીજા ડોઝમાં પણ ૧૦,૭૫,૬૨૨ ના લક્ષ્યાંક સામે બીજા ડોઝમાં પણ ૧૦,૭૫,૬૨૨ લોકોને રસીકરણ…

Read More

આચારસંહિતાનો અમલ કરવા તેમજ લોકોની માલ મિલ્કતને થતી હાનિ/ બગાડ અટકાવવા પર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડેલ

હિન્દ ન્યુઝ, ગુજરાત આગામી ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના મર્યાદા કરતા વધુ પ્રચાર ખર્ચ પર નિયંત્રણ મુકવા અંગેના તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચૂંટણી પંચ તરફથી અપાયેલ સૂચના મુજબ આચારસંહિતાનો અમલ કરવા તેમજ લોકોની માલ મિલ્કતને થતી હાનિ/ બગાડ અટકાવવા પર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડેલ છે. કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા સક્ષમ અધિકારીની મંજૂરી વગર ધ્વજ, બેનર્સ, હોર્ડિંગ, કટઆઉટ જેવા પ્રચારના સાધનો જાહેરસ્થળોએ લગાવી શકાશે નહિ. તેમજ આ અંગેનો ખર્ચ વિસ્તારના ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં યોગ્ય જગ્યાએ દર્શાવવાનો રહેશે. ઉમેદવાર, ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં હાજરી…

Read More

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૫માં યુવક મહોત્સવને વર્ચ્યુલી ખુલ્લો મૂકતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને A+ રેન્કિંગ મેળવવા માટે અભિનંદન આપતા શિક્ષણ મંત્રી હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૫માં યુવક મહોત્સવને વર્ચ્યુલી ખુલ્લો મૂકતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સંસ્કાર અને સંસ્કૃતિની આધારશીલા સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષા કાયમ માટે સમાજ-રાષ્ટ્રનો હિસ્સો રહેવાની છે. ત્યારે મનોબળ-આત્મવિશ્વાસ અને આયોજન સાથે કામ કરવાથી સંસ્કૃત ભાષાને પુન: ઉચિત સ્થાન પર પહોચાડી શકાશે. આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરપૂર સમાજ નિર્માણમાં સંસ્કૃત-સંસ્કૃતિની પાયાની ભૂમિકા છે. ઉપરાંત સંસ્કૃત ભાષાના સંવર્ધન વિકાસ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પરિસરમાં ત્રિ-દિવસીય યોજાઈ રહેલા…

Read More

આગામી ચૂંટણીના અનુસંધાને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા

હિન્દ ન્યુઝ, અમરેલી આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી અને કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.વી.વાળાએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. ૭/૧૨/૨૦૨૧ થી તા. ૨૧/૧૨/૨૦૨૧ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇપણ ઇસમે શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇપણ ચીજવસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહિ. કોઇ આકૃત્તિઓ અથવા પુતળા દેખાડવા નહીં…

Read More

ગ્રામ પંચાયતની ચુંટણી અંતર્ગત કાલાવડ તાલુકામાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયા

હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયત સામાન્ય/પેટા ચૂંટણી યોજાનાર છે. જે માટે જામનગર જિલ્લાના વિવિધ ગામો ખાતે મતદારોને પ્રોત્સાહિત, પ્રશિક્ષિત કરવા અને મતદારો કાયદા/નિયમોની જોગવાઈઓ અને ચૂંટણી પ્રક્રિયા અંગે સમજણ મેળવે તેમજ મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જામનગર જીલ્લાના દરેક તાલુકાઓના ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર ગામની શાળાઓમાં તા.૦૮/૧૨/૨૦૨૧ના રોજ મતદાન જાગૃતિ અંગે રંગોળી, ચિત્ર, નિબંધની સ્પર્ધાઓ યોજાઈ હતી. તદઉપરાંત કાલાવડ તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારો ખાતે નોડલ અધિકારી અને જીલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન ડી.વાળા, પ્રાંત…

Read More

ચૂંટણી પ્રચાર માટે ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા અંગે જાહેરનામું

અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટરને અરજી કરવાની રહેશે હિન્દ ન્યુઝ, મોરબી મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીને ધ્યાને લઇ ટેલીવીઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારને તેમની જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવા જણાવ્યું છે. આ અંગે પ્રસિધ્ધ થયેલ જાહેરનામા પ્રમાણે પ્રવર્તમાન ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી પ્રસારણ…

Read More

જસદણ નગરપાલિકા વિસ્તારોની રાત્રિ રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ૧૦૦થી વધુ નાગરિકોએ સ્થળ પર જ રસી મુકાવી

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જસદણ નગરપાલિકા વિસ્તારોની રાત્રિ રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, અને નાગરિકોને રસી મુકાવવા માટે પ્રેરિત કર્યા હતા. રાજયના નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરૂં પાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહુઆયામી પ્રયત્નો હાથ ધરાઇ રહયા છે, જેના ભાગરૂપે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોના કૃષિ કામગીરી સાથે જોડાયેલા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રિ રસીકરણ કાર્યક્રમ અમલી બનાવાયો છે. આવી જ કામગીરી જસદણ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહી છે, જેની મુલાકાત કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ લીધી હતી. રાત્રિ રસીકરણ…

Read More

રોલ ઓબ્ઝર્વર હર્ષદ પટેલ આજે ૧૦ ડિસેમ્બરે અમરેલી જિલ્લાની મુલાકાતે રોલ ઓબ્ઝર્વર ચૂંટણી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે

હિન્દ ન્યુઝ, અમરેલી આજે ૧૦ ડિસેમ્બરના રોલ ઓબ્ઝર્વર હર્ષદકુમાર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. રોલ ઓબ્ઝર્વર તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મતદાર નોંધણી કાર્યક્રમની સમીક્ષા કરવા રોલ ઓબ્ઝર્વર અમરેલી જિલ્લાની મુલાકાતે છે. રોલ ઓબ્ઝર્વર ૫ કલાકે મતદાર નોંધણી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે.

Read More

ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત જુદા જુદા ગામોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયત સામાન્ય/પેટા ચૂંટણી યોજાનાર છે. જે માટે જામનગર જિલ્લાના વિવિધ ગામો ખાતે મતદારોને પ્રોત્સાહિત, પ્રશિક્ષિત કરવા અને મતદારો કાયદા/નિયમોની જોગવાઈઓ અને ચૂંટણી પ્રક્રિયા અંગે સમજણ મેળવે તેમજ મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપના નોડલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધિ મંજુલાબેન પટેલ. પ્રાંત યુવા વિકાસ અધિકારી મહેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ તા.૦૪ ડિસેમ્બરના રોજ જામનગર તાલુકાના મોટી બાણુંગર તેમજ ધ્રોલ તાલુકાના ખારવા, વાંકિયા,…

Read More

ધોરડો ખાતે ફૂડ સ્ટોલ માટે રસ ધરાવનારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને ૧૫મી ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

હિન્દ ન્યુઝ, ભુજ ધોરડો ખાતે રણોત્સવ ૨૦૨૧-૨૨ દરમ્યાન ખાણી-પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી પાસે ઊભી કરવામાં આવેલ છે. ૧૫ ફૂડ સ્ટોલ માટે રસ ધરાવતા સખી મંડળ/સ્વ સહાય જુથના સભ્યો/કારીગરો/ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલ ધંધાર્થીને તા.૧૦/૧૨/૨૦૨૧ થી તા. ૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા ભુજની કચેરીમાં અરજી કરવાની રહેશે તથા વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલ ફાળવણી કરવામાં આવશે. જો કોઈ માર્ગદર્શનની જરૂર જણાય તો કચેરી સમય દરમ્યાન અત્રેની કચેરી ઓફિસ નં ૨૨૮,જૂની મામલતદાર ઑફિસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,મિશન મંગલમ શાખા, મુંદ્રા રોડ, ભુજ-કરછ તેમજ ૯૦૯૯૯૫૬૩૭૦ પર સંપર્ક કરી…

Read More