હિન્દ ન્યુઝ,
જિલ્લામાં બન્ને ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ ૦૦૦૦૦ કલેક્ટર, ડીડીઓના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસોથી મળી સફળતા ૦૦૦૦૦૦ જૂનાગઢ,તા.૧૧ રાજ્યમાં કોરોના વેક્સિનના બન્ને ડોઝની ૧૦૦ ટકા કામગીરીમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે છે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રવારા ચલાવવામાં આવેલ રસીકરણ અભિયાનની પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થયા બાદ બીજા ડોઝમાં પણ ૧૦૦ ટકા કામગીરી પુર્ણ કરી સફળતા મેળવી છે. પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા સફળતા મળ્યા બાદ બીજા ડોઝમાં પણ ૧૦,૭૫,૬૨૨ ના લક્ષ્યાંક સામે બીજા ડોઝમાં પણ ૧૦,૭૫,૬૨૨ લોકોને રસીકરણ કરીને બીજા ડોઝમાં પણ ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પૂર્વે જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોવિડ-૧૯ના રસીકરણ માટે વેક્સીનેશન પ્રથમ ડોઝની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી હતી. કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા તથા આ વાઇરસથી બચવા વેક્સીનેશન જ એક ઉપાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ,ઇન્ચાર્જ ડીડીઓશ્રી રાજેશ તન્ના, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારિયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના પાયાના કર્મચારી એવા આશા બહેનોથી માડી તમામ પેરામેડિકલ સ્ટાફ અને ડોક્ટરશ્રીઓની અથાગ મહેનતના કારણે જૂનાગઢ જિલ્લાને આ સિદ્વિ મળેલ છે. વધુમાં કોવિડ-૧૯ની રસીના ડોઝ લેવામાં હજુ સુધી બાકી રહેલ હોય તેઓને આ ડોઝ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ કોવિડ-૧૯નો રોગચાળો જ્યાં સુધી નાબુદ ન થાય ત્યા સુધી સરકારશ્રીની નિયત થયેલ માર્ગદર્શિકા મુજબ વેક્સીનેશન મેળવેલ હોય છતા માસ્ક પહેરવા સોશ્યલ ડિસ્ટન્ટ જાળવવા, હાથને વારંવાર સાફ કરવા લોકોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતાએ અનુરોધ કર્યો છે. રસીકરણ કામગીરીમાં સહયોગી તમામ લોકોને જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ દ્રવારા અભીનંદન પાઠવ્યા છે. રસીકરણ કામગીરીમાં ૧૦૦૦ આશા બહેનો, ૧૦૦ આશા ફેસીલેટર બહેનો, ૨૫૮ ફીમેલ હેલ્થ વર્કર, ૨૩૫ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ૭૦ સુપરવાઇઝર, ૧૫૨ કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, ૧૯ આરબીએસકે ટીમ, ૩૧ આયુષ્ય મેડિકલ ઓફિસર, ૩૭ લેબોરેટરી ટેક્નીશીયન, ૮ તાલુકા હેલ્થ ઓફિરસ, ૩૬ તબીબી અધિકારી સહિત જુનિયર ફાર્માસીસ દ્વારા જિલ્લાની ૨૮૭ વેક્સીનેશન સાઇટ પર અથાગ પ્રયાસોથી બન્ને ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી રાજ્યમાં બન્ને ડોઝમાં પ્રથમ ક્રમ હાસલ કરેલ છે. ઉપરાંત હરઘર દસ્તક અંતર્ગત બન્ને જિલ્લાના ૨૨૨૨૩૬ ઘરોની મુલાકાત લઇ વેક્સીનેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.