હિન્દ ન્યુઝ, જામનગર
આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયત સામાન્ય/પેટા ચૂંટણી યોજાનાર છે. જે માટે જામનગર જિલ્લાના વિવિધ ગામો ખાતે મતદારોને પ્રોત્સાહિત, પ્રશિક્ષિત કરવા અને મતદારો કાયદા/નિયમોની જોગવાઈઓ અને ચૂંટણી પ્રક્રિયા અંગે સમજણ મેળવે તેમજ મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જામનગર જીલ્લાના દરેક તાલુકાઓના ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર ગામની શાળાઓમાં તા.૦૮/૧૨/૨૦૨૧ના રોજ મતદાન જાગૃતિ અંગે રંગોળી, ચિત્ર, નિબંધની સ્પર્ધાઓ યોજાઈ હતી. તદઉપરાંત કાલાવડ તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારો ખાતે નોડલ અધિકારી અને જીલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન ડી.વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ભગીરથસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, જીલ્લા યોગ કોચશ્રી પ્રીતીબેન શુક્લ, કાલાવડ તાલુકા યોગ કોચ કાંતિલાલ વસોયા દ્વારા સ્થાનિક નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી.ના જવાનો, વાલીઓ, સ્ટાફ સર્વેને મતદાન કરવા અને લોકશાહીના પર્વમાં જોડાવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમ નોડલ અધિકારી સ્વીપ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.