કતારગામ વિસ્તારની લલિતા પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી શાકભાજી માર્કેટમાં ઘણા વર્ષોથી બંધ હાલતમાં

હિન્દ ન્યુઝ, સુરત કતારગામ વિસ્તારની લલિતા પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી શાકભાજી માર્કેટમાં ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી છે. છાશવારે આમ જનતા એ આ શાકભાજી માર્કેટ શરૂ થાય તેવી માંગણીઓ કરેલી છે અને તેમાં જાહેર શૌચાલયની વ્યવસ્થા પણ મૂકવામાં આવેલી છે. પણ તેનો કોઈ ધણી ધોરી નથી. આ સૌચાલય ને વ્યવસ્થા માટે એક પાણીનો ટાંકો બનાવવામાં આવેલો છે. જે દિવસના બે વખત આમ જનતાને પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક આમ એ સમય દરમિયાન દિવસના છ કલાક રોડ ઉપર ગટરમાં પીવાનુ ફિલ્ટર કરેલું પાણી વહી…

Read More

ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન મનસ્વી રીતે વાહનો તથા લાઉડસ્પીકર ઉપયોગ ઉપર નિયંત્રણ

હિન્દ ન્યુઝ, આગામી ગ્રામ પંચાયત ચૂંટણી -૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૭/૧૧/૨૦૨૧ નાં આદેશ મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો થાય છે. જેમાં વાહનોનાં ઉપયોગ ઉપર નિયંત્રણ બાબતે તથા ચૂંટણી જાહેર થયા પછી વાહનો તથા લાઉડસ્પીકરના ઉપયોગ પર નિયંત્રણ રાખવા જણાવેલ છે. ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકર્તાઓ, સમર્થકો, ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે વાહનો તથા લાઉડસ્પીકરના ઉપયોગ મોટા પાયે કરે છે. પ્રચાર માટે વાહનોનો બહોળો ઉપયોગ થાય છે અને ઉંચા અવાજે લાઉડ સ્પીકરોનાં ઉપયોગના કારણે ખુબ જ ધ્વની પ્રદૂષણ પેદા થાય છે અને…

Read More

ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનું વધુ એક કદમ, રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ અને સુરતની એક એક ફાઇનલ ટીપી સ્કીમ અને ભાવનગરની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ મળી કુલ ૪ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ મંજુર કરેલી 2 ફાઇનલ ટીપી સ્કીમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત સાણંદમાં આવેલી ટીપી સ્કીમ નં. 9 અને સુરતના વેસુ- મગદલ્લા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નં. 7 નો સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરેલી 2 ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન…

Read More

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શામપરા ખાતે કલા ઉત્સવ – ૨૦૨૧ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના વળાવડ ગામની દીકરી વકૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ જિલ્લા પ્રતિનિધિત્વ કરશે, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શામપરા ખાતે કલા ઉત્સવ -૨૦૨૧ ની ઉજવણી કરવામાં આવી હતી. શામપરા સ્વામિનારાયણ ગુરુકુળમાં આયોજિત આ કલા મહોત્સવમાં નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્ય ગાન સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકામાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાના આ ઉત્સવમાં ભાગ લીધો હતો. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં વળાવડ પ્રાથમિક શાળાની નિકિતબેન વિનુભાઈ મકવાણાએ સિહોર તાલુકાનું પ્રતિનધિત્વ કર્યું હતું અને ભાવનગર જિલ્લા કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં તેઓનો પ્રથમ નંબર આવ્યો હતો. નિકિતબેનને રૂ.૧૦૦૦ નું રોકડ ઇનામ…

Read More

સરકારી કચેરીઓના વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકીસાથે ગેરકાયદેસર ભેગાં થવા પર તથા કોઈ મંડળી, રેલી કે સરઘસ કાઢવા માટે મનાઈ

હિન્દ ન્યુઝ, આગામી ગ્રામ પંચાયત ચૂંટણી -૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ તરફથી આચાર સંહિતા બહાર પાડવામાં આવેલ છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ જન સમૂહ કે કોઈપણ કાર્યકરો ભેગા થઈ તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં આમજનતાના રૂપમાં કે ટોળાના રૂપમાં કોઈ પણ રીતે એકઠા થઈ આવેદનપત્રો આપવાના બહાને કે સરઘસના રૂપમાં કે એકઠા થઈ, રેલી કાઢી કાયદો અને વ્યવસ્થામાં બાધક બનતા હોય છે. આ પરિસ્થિતિ નિવારવા ચાર કરતા વધુ વ્યક્તિઓ એકી સાથે એકત્રિત ન થાય, કોઈ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ…

Read More