જામજોધપુરના અલેખીયા મહાદેવ મંદિર મુકામે કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણને લાઇવ નિહાળતા ભાજપનાં પદાધિકારીઓ

હિન્દ ન્યુઝ, જામજોધપુર જામજોધપુરના અલેખીયા મહાદેવ મંદિર મુકામે કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ લાઇવ નિહાળવાનો કાર્યકમ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવેલ. જેમાં પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર, પાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ વાછાણી, નગરપાલિકા પ્રમુખ મમતાબેન રવિભાઈ સિહોર, ભાજપ મહિલા અગ્રણી હેપીબેન ભાલોડીયા, મહિલા મોરચા પ્રમુખ ચંદ્રીકાબહેન ખાંટ, મહામંત્રી અલ્પાબહેન ભાલોડીયા, શહેર ભાજપ પ્રમુખ જ્પેશ ભાલોડીયા, પૂર્વ શિક્ષણ સમિતી ચેરમેન જીતુભાઈ ત્રાંબડીયા, મહંતશ્રી પંકજ મુની બાપુ તથા રમણ ગીરીબાપુ વગેરે ઉપસ્થિત રહી કાર્યકમ નીહાળી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું પ્રવચન સાંભળેલ રિપોર્ટર : મિન્ટુ પાઉં, જામજોધપુર

Read More

ભાવનગર જિલ્લાની સ્ત્રી આરોગ્ય કાર્યકરે પોતાના લગ્નની ચોરીમાં પણ પોતાની ફરજ નિષ્ઠાને પ્રાથમિકતા આપી

હિન્દ ન્યુઝ, ભાવનગર અમૂક લોકો પોતાના જીવનના મહત્વના પ્રસંગોમાં પણ પોતાની ફરજ બજાવવાની ચૂકતાં નથી. ફરજ તેમના જીવનમાં મહત્વનો અંશ બની ગયો હોય છે. સમાજમાં કર્તવ્યરત આવાં ફરજનિષ્ઠા કર્મચારીઓને લીધે જ રાજ્ય સરકારની અને સમાજની ઉજળી છબી કાયમ રહેતી હોય છે. આવાં જ એક કર્મચારી છે શીતલબેન વિનુભાઈ મકવાણા. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નવા લોઈચડા ગામના શીતલબેને પોતાના લગ્નના દિવસે પણ કોરોના રસીકરણ કરીને અનોખી ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરેકના જીવનમાં લગ્નરૂપી મહત્વપૂર્ણ પ્રસંગ આવતો હોય છે. જીવનમાં એકવાર ભારે ઉમંગ સાથે રંગેચંગે ઉજવાતો આ પ્રસંગ વારંવાર આવતો નથી.…

Read More

રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક દરજ્જાની બનાવવા ચાર વર્ષનો રોડ મેપ તૈયાર કરાશે -શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યુઝ, રાજપીપલા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ રાજ્યના વિશ્વવિદ્યાલયોને વૈશ્વિક કક્ષાએ ગુણવત્તાયુક્ત બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં યોજાઇ રહેલી રાજ્યના કુલપતિઓની બે દિવસીય સંગોષ્ઠિને સંબોધન કરતા તેમણે કહ્યું કે, શિક્ષણની સાથે છાત્રોમાં ચારિત્ર્ય નિર્માણ અને ઉમદા નાગરિક બનવાના ગુણ સાથે કૌશલ્યવાન બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Read More

બહુજન આર્મી દ્વારા ભુજ નગરપાલિકા ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભુજ બહુજન આર્મી દ્વારા ભુજ નગરપાલિકા ની ડ્રેનેજ શાખામાં વર્ષો થી કામ કરતા મજુરો ને જબરન કોન્ટ્રેક્ટ બેઝ પર રાખવાના વિરુદ્ધમાં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે, જો વહેલી તકે મજુરો ની માંગ સ્વિકાર નહી કરાય તો ભુજ નગરપાલિકા વિરુદ્ધ આંદોલન કરવામા આવશે. જેમા બહુજન આર્મી ના સંસ્થાપક લખનભાઈ ધુવા, લાલજીભાઈ મહેશ્વરી, ભાવેશભાઈ બડિયા, બાબુભાઈ બડિયા તેમજ નગરપાલિકા ડ્રેનેજ શાખા નાં 40 જેટલા મજુરો કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર : શંકર મહેશ્વરી, મોટા આસંબિયા( ક્ચ્છ)

Read More

સુત્રાપાડા ના પ્રશ્રનાવાડા ગામા ખેડુતના કુવામાં 3 વર્ષ નો દીપડો કૂવામાં ખાબક્યો

હિન્દ ન્યુઝ, સુત્રાપાડા સુત્રાપાડા ના પ્રશ્રનાવાડા ગામા ખેડુતના કુવામાં 3 વર્ષ નો દીપડો કૂવામાં ખાબક્યો હતો. આ દીપડાને દોઢ કલાક ની જહેમત બાદ વન વિભાગે 35 ફુટ ઉંડા કુવામાં થી દીપડાને જીવિત બહાર કાઢવામાં આવ્યો. ગત રાત્રી કુવામાં દીપડો ખાબક્યો હતો. વહેલી સવારે ખેડૂત ને જાણ થતાં વન વિભાગને જાણ કરાઈ, વનવિભાગની ટીમ ધટના સ્થળ પર પહોંચી દોઢ કલાકની જહેમત બાદ દીપડાને કુવામાંથી બહાર કાઢાયો, હાલ દીપડો અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટર : હારૂન માનવતા, વેરાવળ

Read More

ગુજરાતમાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખેતી કરવા માટે આ જાત યોગ્ય બાજરાના તળછારાના રોગ સામે પ્રતિકારક ક્ષમતા ધરાવે છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ વર્ષ ૨૦૨૧માં બાજરા સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગરે International Crops Research Institute for Semi-Arid Tropics (ICRISAT) હૈદરાબાદના સહયોગથી રાજ્યની પ્રથમ મોલેક્યુલર માર્કર આસિસ્ટેડ બ્રીડીંગ ટેકનીક્નો ઉપયોગ કરીને બાજરા હાઇબ્રિડ GHB 538 (મરૂ સોના) બહારપાડીછે. જે બાજરાના તળછારાના રોગ સામે પ્રતિકારક ક્ષમતા ધરાવે છે. બાજરાના તળછારાના રોગથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થાય છે. આ રીતે આધુનિક બાયોટેક ટેકનીક માર્કર આસિસ્ટેડ સિલેકશનનો ઉપયોગ કરીને ખેડુતોને વાવેતર માટે ભલામણ કરવાની ગુજરાતની ચારેય રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં અને તમામ પાકોમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા હાંસલ કરેલ ગુજરાતની પ્રથમ ઘટના છે.   ટેકનીક્ના…

Read More

સખી વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ”ની ઉજવણી કરાઇ કિશોરીઓને મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, વ્હાલી દીકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર વગેરેની વિસ્તૃત સમજ આપી માહિતગાર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર વિશ્વમાં ૧૦ મી ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ જામનગરનાં સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા પણ ઉજવણીના ભાગરુપે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત એસ.એચ & સી.આર ગાર્ડી આર્ટસ/કોમર્સ કોલેજ-ધ્રોલ ખાતે વિદ્યાર્થીનીઓને મહિલાઓના અધિકારો અને મહિલાઓની સુરક્ષા સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, વ્હાલી દીકરી યોજના વિશે વિસ્તૃત માહિતી આપેલ તેમજ સખી-વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા “આંતરરાષ્ટ્રીય માનવ…

Read More

સખી વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ”ની ઉજવણી કરાઇ કિશોરીઓને મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, વ્હાલી દીકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર વગેરેની વિસ્તૃત સમજ આપી માહિતગાર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર ડિસેમ્બર, સમગ્ર વિશ્વમાં ૧૦ મી ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ જામનગરનાં સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા પણ ઉજવણીના ભાગરુપે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત એસ.એચ & સી.આર ગાર્ડી આર્ટસ/કોમર્સ કોલેજ-ધ્રોલ ખાતે વિદ્યાર્થીનીઓને મહિલાઓના અધિકારો અને મહિલાઓની સુરક્ષા સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, વ્હાલી દીકરી યોજના વિશે વિસ્તૃત માહિતી આપેલ તેમજ સખી-વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા “આંતરરાષ્ટ્રીય…

Read More

ગીર-સોમનાથમાં ગ્રામપંચાયતની ચૂંટણી સમય મતદાન કેન્દ્રો અને મતગણતરી કેન્દ્રો પર ઇલેક્ટ્રોનિક સમપાર્ક્સ સાધનો લઈ જવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રાજયના ચૂંટણી પંચ તરફથી તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેની મતગણતરી તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ થનાર છે. ચૂંટણી સંદર્ભે ન્યાયી પ્રક્રિયા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચ તરફથી મતદાનનાં દિવસે તમામ મતદાન મથકો તથા તેની આજુબાજુનાં ૧૦૦ મીટરનાં વિસ્તારમાં અને મતગણતરીનાં દિવસે મતગણતરી રોન્ટર પર અને તેમાં પ્રવેશનાં નિયમન માટે ગોઠવાયેલ સીકયુરીટી ફોર્સના વિસ્તારમાં કોઈપણ વ્યકિત સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઈ જઈ શકશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં મતગણતરીના દીવસે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રાજયના ચૂંટણી પંચ તરફથી તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. મતદાનના દિવસે મતદાન મથક આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાઈ રહે અને મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે માટે મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજયામાં ચાર થી વધુ વ્યકિતઓની મંડળી ભરવા ઉપર તેમજ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયાને મળેલ સત્તાની રૂઇએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ ગીર સોમનાથ જિલ્લામા ડિસેમ્બર–૨૦૨૧માં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે નકકી કરવામાં આવેલ…

Read More