ગીર-સોમનાથમાં ગ્રામપંચાયતની ચૂંટણી સમય મતદાન કેન્દ્રો અને મતગણતરી કેન્દ્રો પર ઇલેક્ટ્રોનિક સમપાર્ક્સ સાધનો લઈ જવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

રાજયના ચૂંટણી પંચ તરફથી તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેની મતગણતરી તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ થનાર છે. ચૂંટણી સંદર્ભે ન્યાયી પ્રક્રિયા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચ તરફથી મતદાનનાં દિવસે તમામ મતદાન મથકો તથા તેની આજુબાજુનાં ૧૦૦ મીટરનાં વિસ્તારમાં અને મતગણતરીનાં દિવસે મતગણતરી રોન્ટર પર અને તેમાં પ્રવેશનાં નિયમન માટે ગોઠવાયેલ સીકયુરીટી ફોર્સના વિસ્તારમાં કોઈપણ વ્યકિત સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઈ જઈ શકશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી. તેમજ સુચનાનો ભંગ કરનાર વ્યકિત પાસેથી તેનુ સાધન ફરજ ઉપરના પોલીસ અધિકારીએ જપ્ત કરવાનુ રહેશે અને ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ જ જે તે વ્યકિતને તેનું જપ્ત કરેલ સાધન પરત સોંપવામાં આવશે. જે સબબ ગીર સોમનાથ જિલ્લામાં ડિસેમ્બર–૨૦૨૧માં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે તા.૧૯/૧૨/૨૦૨૧નાં રોજ મતદાનનાં દિવસે તમામ મતદાન મથકોએ તેમજ જો પુનઃ મતદાન યોજવાનુ થાય તો તા.૨૦/૧૨/૨૦૨૧ના રોજ પુનઃ મતદાનવાળા તમામ મતદાન મથકો તથા તેની આજુબાજુનાં ૧૦૦ મીટરના વિસ્તારમાં અને તા.૨૧/૧૨/૨૦૨૧નાં રોજ મતગણતરીનાં દિવસે તમામ મતગણતરી રોન્ટર પર અને તેમાં પ્રવેશના નિયમન માટે ગોઠવાયેલ સીકયુરીટી ફોર્સના વિસ્તારમાં મતદાન તેમજ મતગણતરી સંબંધે, સાથે સંકળાયેલ અધિકારીઓ અને અધિકૃત પ્રવેશપત્ર ધરાવતા પત્રકારો સિવાયના કોઈપણ વ્યકિત સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઈ જવાનો તથા તેનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મળેલ અધિકારની રૂઈએ પ્રતિબંધત્મક આદેશો જારી કરાયા છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત પારોથી તે સાધન જે તે સત્તાધિકારી ધ્વારા જપ્ત કરવામાં આવશે અને મતગણતરી પુરી થયા પછી ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ જ જે તે વ્યકિતને તેનું જપ્ત કરેલ સાધન પરત સોંપવામાં આવશે ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ તે વ્યકિતનો ગુન્હો સાબીત થયેથી એક માસની સાદી કેદ અથવા રૂા.૨૦૦/- સુધીનો દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment