હિન્દ ન્યૂઝ, નડિયાદ
નડિયાદ તાલુકામા આવેલ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમા રોયલ્ટી ભર્યા વગરની માટીનુ ખનન માફિયાઓ દ્ધારા ઠેર ઠેર ખનન થઈ રહ્યુ છે. છતાપણ આ બાબતે ખાણ ખનીજ વિભાગની ચુપકીદી સેવી રહ્યુ એમ જણાઈ રહ્યુ છે. મળતી માહિતી મુજબ નડીઆદ તાલુકાના આખડોલ, વડતાલ, ઉતરસંડા, ચકલાસી વગેરે વિસ્તારમાં મોટાપાયા પર માટી ખનન થઈ રહ્યુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. મોટેભાગે રાત્રીના સમયે આખડોલ થી પીપલગ નહેર, નરસંડા થી કેરીયાવી રોડ, વડતાલ થી વિધાનગર રોડ, ઉતરસંડા થી ચકલાસી રોડ પર મોટા મોટા માટી ભરેલા ડમ્પરો-ટ્રેક્ટરો જોવા મળી રહ્યા છે. જે માટી મોટે ભાગે શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં બનતી સોસાયટીઓમા આ રોયલ્ટી ભર્યા વગરની માટી ઠાલવવામા આવી રહી હોવા છતા ખાણ ખનીજ વિભાગ દ્ધારા કોઈ નક્કર પગલા ન લેવાતા હોવાનુ જણાઈ રહ્યુ છે.
માટી ખનન માફિયાઓ દ્ધારા ખેડુતની જમીનનુ લેવલિંગ કરવાના બહાને કે પછી કોઈની મજબુરીના લિધે માત્ર રોયલ્ટી ભર્યા વગર એક ટ્રેક્ટર ટ્રોલી માત્ર 50-100 રુપિયે માટી ખરીદ કરીને પછી આ માટી 450 થી 500 રુપિયાના ભાવે કોન્ટ્રાક્ટરને વેચાણ થતુ હોવાનુ જાણવા મળેલ છે. મળતી માહિતી પ્રમાણે રાત્રીના સમયે કોઈ જગ્યાએ રોયલ્ટી ભર્યા વગરની માટીનુ વેચાણ ચાલતુ હોય ને જો કોઈ ખાણ ખનીજ વિભાગને જાણ કરવા માટે ફોન કરે તો ફોન પણ ઉપાડતા નથી અને મોબાઈલ ફોન પર કોઈ અધિકારીને ફોન કરે તો ફોન કાપી નાખવાની ઘટના પણ સામે આવી છે. જેમા એક જો કોઈ બાતમીદાર ખેડા જિલ્લા અધિકારીને ફોન કરે તો વાત ખનન કરનારના ફોન કરી જાણ કરી દેતા હોવાનુ પણ જાણવા મળેલ છે. હાલની સ્થિતિ જોતા એવુ લાગી રહ્યુ છે કે નડિયાદ તાલુકાની ખાણ ખનીજ વિભાગની ટીમ માટી ખનન કરનારા માફિયાઓને રોકવામા નિષ્ફળ રહી એવુ જણાઈ રહ્યુ છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા