ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૧૧ જાન્યુઆરી સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક

હિન્દ ન્યુઝ, સુરત

    દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય સર્વ શ્રી મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

             આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. સુવાલીના દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે સ્ટેટ ઓફ ધ આર્ટ વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે. સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે. 

             ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, શહેરની વધતી વસ્તીને ધ્યાને લઈ પ્રવાસન સુવિધાઓ વધે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુંવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા સરકાર તત્પર છે. જેનાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે.

Related posts

Leave a Comment