વેરાવળની ગ્રેસીબેન ગોહિલનું રાજ્યકક્ષાની યોજાયેલ નિબંધ સ્પર્ધામાં પસંદગી પામતાં ગાંધીનગર ખાતે બહુમાન કરાયું

હિન્દ ન્યુઝ, વેરાવળ

રાજ્યકક્ષાની યોજાયેલ નિબંધ સ્પર્ધામાં પસંદગી પામતાં વેરાવળ ની ગ્રેસીબેન બટુકસિહ ગોહેલનુ ગાંધીનગર કોબા ખાતે ઇનામ પેટે રૂ 1000 અને પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું. આ સ્પર્ધામાં વિજેતા બની ગ્રેસીબેને ગીર સોમનાથ જિલ્લાનું અને વેરાવળ સાઇનસ કોલેજનું ગૌરવ વધાર્યું છે તેમજ એ બી સી સંકલિત નિબંધ પુસ્તકમાં ગ્રેસીબેનનુ અંગ્રેજી માધ્યમમાં પસંદગી પામેલ નિબંધ પ્રસિદ્ધ થશે. કેન્દ્રીય સત્કર્ત આયોગ દ્વારા ગુજરાત તકેદારી આયોગની રાહબરી હેઠળ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય દ્વારા સત્કર્ત જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે શિક્ષણ કમિશ્નર ગુજરાત રાજ્યની કચેરીના પરામર્શમાં રાજ્યકક્ષાએ સ્વતંત્ર ભારત 75 સત્યનિષ્ઠાથી આત્મનિર્ભરતા થીમ પર અંગ્રેજી ગુજરાતી માધ્યમ નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 278 કોલેજના 971 વિધાથીર્ઓએ ભાંગ લીધો હતો. જેમાંથી નિષ્ણાત તજજ્ઞે દ્વારા પસંદગી પામીને ગ્રેસીબેન ગોહિલનું સન્માન થતાં સરકારી વિક્ષાન કોલેજના પ્રિન્સિપાલ ડો સ્મિતાબેન છગ સર્વ કર્મચારીગણ આને વિધાથીર્ઓએ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : હારૂન માનવતા

Related posts

Leave a Comment