વર્ષના અંતિમ શુભ મુહૂર્તને લઇ થરાદ વિસ્તારમા અનેક સ્થળો પર લગ્નોત્સવનો માહોલ

હિન્દ ન્યુઝ, થરાદ

            આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કોઈપણ શુભ કાર્ય કરવા માટે વિશેષ મુહૂર્ત જાેવામાં આવતું હોય છે. જેમાં ખાસ કરીને માંગલિક કાર્યોમા મુહૂર્તનું વિશેષ મહત્વ રહેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર બનાસકાંઠા થરાદ માં શરણાઈના સુરો અને ઢોલ ઢબૂકી રહયા હતા પરંતુ આગામી તારીખ ૧૬મી ડીસેમ્બરથી કમુરતા પ્રારંભ થતાં માંગલિક કાર્યો પર બ્રેક લાગી જશે. કોરોના નવા વેરિએન્ટના ડરામણી દહેશત વચ્ચે લગ્નસરાની સિઝનના અંતિમ ચરણમાં આજે વર્ષનું છેલ્લું શુભ મુહૂર્ત છે અને ૧૬ મીથી ધનારક કમુરતા બેસી જતાં એક મહિના સુધી લગ્નની સિઝન પર બ્રેક લાગી જશે. જેથી લોકો પણ રાહત અનુભવશે ઉતરાયણ બાદ ફરી લગ્નના મુહૂર્ત હોવાથી લગ્નની સિઝન જામશે પરંતુ ત્યાં સુધી લગ્ન સહિત વાસ્તુ જેવા શુભ કાર્યો પર બ્રેક લાગી જશે. ૧૬ ડિસેમ્બરને બુધવારથી ધનારક કમુરતા નો પ્રારંભ થઇ રહ્યો છે જેમાં આપણા શાસ્ત્રોકત મુજબ કમુરતા માં લગ્નો થતા નથી અને આગામી ૧૪ જાન્યુઆરીના રોજ કમુરતા પૂર્ણ થશે એટલે કે ત્યાં સુધી માંગલિક કાર્ય ઠપ થઈ જશે. આગામી ૨૦ જાન્યુઆરીથી લગ્નના મુહૂર્તો ચાલુ થતા હોવાથી જાન્યુઆરી મહિનામાં પાંચ મુહૂર્ત જ્યારે ફેબ્રુઆરીમાં છ મુહૂર્ત રહેલા છે જેમાં ૫ મી ફેબ્રુઆરીના વસંતપંચમીનો દિવસ છે ત્યારબાદ ફરી ૧૪મી માર્ચ થી મીનારક કમૂરતાનો પ્રારંભ થાય છે.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment