રાજપીપલા મા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૨૦૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૭૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૩૫૩ થઈ

હિન્દ ન્યૂઝ, રાજપીપલા

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૨ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૩૩, હોમ આઇસોલેશનમા ૩૧ દરદીઓ અને વડોદરા ખાતે ૦૯ દરદીઓ સહિત કુલ-૧૦૫ દરદીઓ સારવાર હેઠળ, જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૪,૬૫૨ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ, ૭૬ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૦૬ ઠ્ઠી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૮ સહિત કુલ-૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૨૦૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૭૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૩૫૩ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૬ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૩૨૯ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૨૨૪૫ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૩૧ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૨ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૩૩ અને વડોદરા ખાતે ૦૯ દરદીઓ સહિત કુલ-૧૦૫ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૨૨૯, ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૦૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૯૯૯ સહિત કુલ-૧૨૩૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૦૬ ઠ્ઠી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૪,૬૫૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૨૭ દરદીઓ, તાવના ૨૬ દરદીઓ, ઝાડાના ૨૩ દરદીઓ સહિત કુલ-૭૬ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૧૪૩૫ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯,૦૪,૪૪૬ લોકોને વિતરણ કરાઇ છે.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપલા

Related posts

Leave a Comment