મંડલિકપુર શાળામાં ગણિત દિવસની ઉજવણી કરાઇ

શાળાના બાળકોએ ૩D મોડેલમાં વિવિધ આકારોમાં સમઘન, લંબઘન, ત્રિકોણીય પિરામિડ, શંકુ વગેરે બનાવ્યા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

            જૂનાગઢ તાલુકાના મંડલિકપુર ગામની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ૩D મોડેલમાં સમઘન, લંબઘન, ત્રિકોણીય પિરામિડ, શંકુ સહિત ૩D મોડેલ બનાવ્યા હતા. દર વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી ભારતના મહાન ગણીતશાસ્રી શ્રીનિવાસ રામાનુજનના માનમાં તેમના જન્મ દિવસે ઉજવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ ગણિત પ્રત્યે વધુ રસપૂર્વક સમજણ મેળવે તે હેતુંથી ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢની મંડલિકપુર ગામની પ્રાથમિક શાળામાં ગણિતના શિક્ષક તુષારભાઇ પંડ્યાની મદદથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તુષાર પંડ્યા દ્વારા ગણિતમાં આવતા કઠિન મુદ્દાઓની સરળ રીતે પ્રાયોગિક કાર્યથી બાળકોને ૩D મોડેલ બનાવવાની સમજૂતી આપી હતી. તેમજ શ્રીનિવાસ રામાનુજનના જીવન વિશે માહિતી આપી હતી. આથી શાળાના બાળકો દ્વારા વિવિધ આકારો જેવા કે સમઘન, લંબઘન, ત્રિકોણીય પિરામિડ બે પ્રકારે પ્રિઝમ, શંકુ વગેરે બનાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત ગણિતશાસ્ત્રી વિશે નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment