સુશાસન સપ્તાહની ઉજવણીના આયોજન માટે નોડલ અધિકારીઓની નિમણૂક
હિન્દ ન્યુઝ, જૂનાગઢ
સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન માટે આજે જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં તા.૨૫ થી ૩૧ સુધી યોજાનાર કાર્યક્રમોના સૂચારૂ આયોજન માટે નોડેલ અધિકારીઓની નિમણૂક કરવા સાથે જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર જિલ્લાકક્ષાએ નહીં પરંતુ તાલુકા મથકે પણ આયોજન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોવિડ-૧૯ પ્રોટોકોલને ધ્યાનમાં લઇને તા.૨૫ ડિસેમ્બરના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરીયમમાં બપોરે ૨-૩૦ થી વહીવટી સુધારણા અને પ્રભાગ વિભાગ દ્વારા મ્યુ.ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. તા.૨૬ ના રોજ પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં ટાઉનહોલ ખાતે શહેરી વીકાસ વિભાગ દ્વારા શહેરી ફેરીયાઓને પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજુરી પત્રો, સ્વરોજગાર સહાય ઘટક યોજનાના મંજુરી પત્ર સહિતનું વિતરણ કરવામાં આવશે. તા.૨૭ ડિસેમ્બરના રોજ આરોગ્ય વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા મેંદરડા તાલુકાના દાત્રાણા ખાતે તા.૨૮ ડિસેમ્બરના રોજ ગુજરાત રાજય ગ્રામ ગૃહ નીર્માણ બોડના ચેરમેન મુળુભાઇ બેરાની સ્પસ્થીતીમાં કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ભેંસાણ ખાતે કૃષિ કલ્યાણ કાર્યક્રમ તા.૨૯ ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જૂનાગઢ ટાઉનહોલ ખાતે તા.૩૦ના રોજ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તેમજ તા.૩૧ ડિસેમ્બરના રોજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા લોક કલ્યાણના કાર્યક્રમ યોજાશે. બેઠકમાં આસીસ્ટન્ટ કલેક્ટર અંકિત પન્નુ, હનુલ ચૌધરી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી તેમના વિભાગના કાર્યક્રમના આયોજનની વિગતો આપી હતી. અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયાએ મીટીંગની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું.