રીંગણીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને લઈને ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર

હિન્દ ન્યુઝ, કડાણા

કડાણા તાલુકાના રીંગણીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને લઈને ગ્રામજનો દ્વારા મામલતદાર, કડાણાને આવેદનપત્ર સુપ્રત કરેલ છે જેમાં જણાવ્યા મૂજબ શાળામાં ફરજ બજાવતા ત્રણ શિક્ષકો નિયમિત આવતા નથી તેમજ વારાબંધી કરેલ છે તેમજ શાળામા શિક્ષણકાયૅ બીલકુલ કરતા નથી. જેને લઈ બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહેલ છે. આ બાબતે ગામલોકો શાળામા રજુઆત કરવા જાય તો શિક્ષકો ઉધ્ધતાઈ ભયુ વતૅન કરે છે. વધુમાં શાળામાં ફરજ બજાવતા ગામના જ શિક્ષક જે બી.એલ.ઓ.તરીકેની કામગીરી પણ સંતોષકારક કરતા નથી. રાત્રી ના સમયે શાળા ખોલી મહેફિલ જમાવે છે. સરકાર ધ્વારા બાળકોને મળવાપાત્ર લાભોથી વંચિત રાખવામાં આવે છે. શાળામાં સફાઇ ના નામે આવતા નાણાંનો ખોટો ઉપયોગ કરી ખોટા બીલો રજુ કરી ગેરરીતિ આચરે છે તેમજ બાળકોને મળવાપાત્ર અનાજ પણ અડધા બાળકોને ન આપી ગેરરીતિ આચરી રહેલ હોઈ યોગ્ય તપાસ હાથ ધરવા જણાવેલ છે. વધુમાં રીગણીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગામના જ શિક્ષક કે જેઓ બી.એલ.ઓ.તરીકેની કામગીરી કરે છે. તેઓએ ગામની મતદારયાદીમા છેલ્લા પાંચ વષૅમાં મરણ પામનાર વ્યકિતઓના નામો કમી કરેલ નથી કે ગામ ના ૧૮ થી ૨૪ વષૅના ૭૦ ઉપરાંત મતદારોના નામો દાખલ કરેલ ન હોવાનો ગંભીર આક્ષેપ આવેદનપત્રમાં કરેલ છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ રીગણીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની બદલી કરવામાં નહી આવે તો શાળામાં શિક્ષણ બહિસ્કાર તેમજ ન છુટકે તા.૦૧/૦૧/૨૨ થી શાળા ને તાળાબંધી કરી ભુખ હડતાળ પર ઉતરવા બાબતે કડાણા મામલતદાર આર.બી.બારીયા ને આવેદનપત્ર આપેલ છે.

રિપોર્ટર : વિજય ડામોર, મહીસાગર

Related posts

Leave a Comment