સુશાસન સપ્તાહની ઉજવણી અંગે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

મુખ્યમંત્રી અને મુખ્ય સચિવએ સુશાસન દિવસની ઉજવણી અવસરે માર્ગદર્શન પૂરું પાડ્યું આજે સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ છે. પ્રતિવર્ષ સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્ય સરકારે આજથી એક અઠવાડિયા સુધી રાજ્યભરમાં સુશાસન સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેનાં ઉપલક્ષ્યમાં યોજાયેલી વિડીયો કોન્ફરન્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવ પંકજકુમારે સમગ્ર રાજ્યમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલાં મંત્રીઓ તેમજ અધિકારીઓને સુશાસનની એટલે શું , સુશાસનની અનુભૂતિ લોકોને કેવી રીતે કરાવી શકાય તેમજ રાજ્યએ તે દિશામાં લીધેલા પગલાઓ અંગેનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ભાવનગર ખાતે અંગેની વિડિયો કોન્ફરન્સમાં મ્યુનિસિપલ કમિશનર એમ.એ ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પ્રાદેશિક નગરપાલિકા નિયામક અજય દહિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને સુખ અને સલામતીની અનુભૂતિ થાય તે જ સાચું શાસન છે. આપણે સુરાજય મળ્યાં બાદ સુશાસન તરફની ગતિ પકડી મક્કમ રીતે આગળ વધતું રહેવાનું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગરીબ અને મધ્યમવર્ગને પોતિકાપણું લાગે તેને સુશાસન કહી શકાય. સરકાર તેમની સાથે ઊભી રહી છે તેવો ભાવ જન- જનમાં જાગે તે સાચું સુશાસન છે. રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કર્મયોગીની ભાવનાથી મારે શું અને મારું શું ના બદલે મારે આ કરવું જોઈએ તેવી ભાવનાથી કાર્ય કરી રહ્યાં છે તે આ સુશાસનની ગતિને બધું તેજ બનાવશે. આપણે સુશાસનનું વર્લ્ડ મોડલ બનાવવું છે તેવી હાકલ પણ તેમણે આ અવસરે કરી હતી. સ્વ. અટલજીએ પોતાનું સમગ્ર જીવન સ્વ. પહેલા રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપીને જીવ્યું હતું. તે આપણા માટે પ્રેરણાપુરુષ છે તેમ જણાવી તેમણે નાગરિકોની સમસ્યાઓનો તેમના ઘરઆંગણે ત્વરિત ઉકેલ મળે તે સુશાસન છે તેઓ ભાવ પ્રગટ કર્યો હતો.

મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોની વિવિધ એપનો પ્રારંભ કરાવતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી સુશાસનની આ ગતિને આપણે વિવિધ એપ દ્વારા પેપરલેસ કરવાની કમર કસી છે અને તેને આગામી સમયમાં જિલ્લા અને તાલુકા સ્તર સુધી પણ પહોંચી પહોંચાડવાની નેમ છે.

તેમણે જણાવ્યું કે, ટેકનોલોજીના યુગમાં તમામ સેવાઓ ડિજિટલી મળે તે સમયની માંગ છે. ટેકનોલોજી દૂર બેઠેલાં લોકોની સમસ્યાઓ સાંભળવા અને ઉકેલવા માટે મદદરૂપ થાય છે.

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે, ખૂબ જ ટૂંકા ગાળામાં આપણે ઝડપી કામગીરી કરી છે.ગીતામાં અને કૌટિલ્યના અર્થશાસ્ત્રની લોક કલ્યાણની ભાવનાને ધ્યાનમાં લઈને લોકો પહેલાં,છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે તેવી ભાવનાથી આપણે કાર્ય કરી રહ્યાં છીએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલાં સુશાસનની રાજ્યમાં શરૂઆત કરાવી હતી. મેક્સિમમ ગવર્નમેન્ટ મીનિમમ ગવર્નન્સ સાથે આપણે નિર્ણય લેવાની પ્રક્રિયા અને લીધેલા નિર્ણયનો અસરકારક અમલીકરણ વચ્ચે સામંજસ્ય સાધી અને તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો છે.

તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ૨૭૨ સ્કીમ દ્વારા ૮૧ લાખ લાભાર્થીઓને પારદર્શક રીતે તેનો લાભ પહોંચાડ્યો છે તે જવાબદાર અને પારદર્શક સરકારની નિશાની છે.

આ અવસરે સ્પીપાના ડાયરેક્ટર આર.સી.મીનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ સામાન્ય વહીવટ વિભાગના સચિવશ્રી ધનંજય દ્વિવેદીએ આભારવિધિ કરી હતી.

આ વિડીયો કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment