વેળાવદરના કાળિયાર અભયારણ્યમાંથી કાળિયારના અવશેષો સાથેના શખ્સોને ફોરેસ્ટ વિભાગે ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી

હિન્દ ન્યુઝ, ભાવનગર

વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ, ગાંધીનગરના વડા વી. જે. રાણા દ્વારા ગંભીર ગુન્હા શોધી કાઢવા અને અવાર-નવાર મળતી સૂચનાઓને ધ્યાને રાખી શિકારની પ્રવૃત્તિને રોકવા માટે સ્ટાફનું ફેરણું અને પેટ્રોલિંગ વધારી દેતાં સ્ટાફના ધ્યાન ઉપર હકીકત આવતા વોચમાં ગોઠવાઈ જતાં અવાર-નવાર મળતી સૂચનાઓને ધ્યાને રાખી મદદનીશ વન સંરક્ષક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર સબ ડીવીઝન, ભાવનગર એમ. એચ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદરની મોબાઈલ સ્કવોડ રેન્જ, ભાવનગરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઈલ્ડ લાઈફ વોર્ડન ભાવનગર તાલુકાની તપાસ હેઠળ કાળીયાર જે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭ર હેઠળ કાયદાથી રક્ષિત પ્રાણી છે, જેના શિકારની ઘટના અંગે સ્ટાફના ફેરણા દરમ્યાન મળેલ શિકારની માહિતીના આધારે તપાસ હાથ ધરતા મુદ્દામાલ સાથે આરોપી નં.(૧) બુધાભાઈ ગોબરભાઈ વેગડ તથા આરોપી નં.(ર) જાવેદખાન દિલાવરખાન પઠાણને ઝડપી પાડી તેમની વિરૂદ્ઘ તા.૦૩/૧ર/ર૦ર૧ ના રોજ રેન્જ ગુન્હા નં.૦પ/ર૦ર૧ થી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭ર ની કલમ-ર (ર), (૪), (૧૪), (૧૬)એ, બી (ર૦), (૩૩), (૩૬), કલમ-૯, ૩૯, (૧), બી,ડી(ર), (૩) સી તથા કલમ-૪૮, ૪૯, પ૦, પ૧, પર અને પપ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ અને આ ગુન્હાકામના ઉપરોકત આરોપીઓને ફસ્ર્ટ કલાસ મેજીસ્ટ્રેટ જયુડિશિયલ, વલ્લભીપુરની કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટ દ્વારા તેઓના જામીનના મંજૂર કરી જિલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે.

બાદમાં આ ગુન્હાકામના ફરાર અન્ય આરોપીઓ પૈકી આરોપી નં.(૧) મોસીનખાન દિલાવરખાન પઠાણ તથા આરોપી નં.(ર) સોયબ સલીમભાઈ કુરેશીને તેઓના રહેણાંકના મહોલ્લામાંથી તા.રર/૧ર/ર૦ર૧ ના રોજ વન વિભાગની ટીમે ઝડપી લીધેલ અને વધુ તપાસ અર્થે આ આરોપીઓને ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ જયુડિશિયલ, વલ્લભીપુરની કોર્ટમાં રજૂ કરતાં દિન-૧ ના રીમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે.

આ તપાસ દરમ્યાન આ ગુન્હાકામમાં વપરાયેલ છરી નંગ-ર, છરીને ધાર કાઢવાની હેમરી નંગ-૧ તથા જુદા-જુદા શિકાર કરેલા સ્થળોએથી વન્યપ્રાણીઓના ખોપરીનો ભાગ તથા હાડકાના ટુકડાઓ ધોરણસર તપાસના કામે કબજે કરવામાં આવેલ છે.
આ ગુન્હા અંગેની વધુ તપાસ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી. જી. ગઢવી ચલાવી રહ્યાં છે. એચ. પી. ચુડાસમા, રાઉન્ડ ફોરેસ્ટર જે. એલ. જાની, રાઉન્ડ ફોરેસ્ટર કે. એમ. પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર તથા આર. વી. ચાવડા, ફોરેસ્ટગાર્ડ; એમ. આર. જાળેલા, ફોરેસ્ટગાર્ડ; કે. એસ. ચુડાસમા, ફોરેસ્ટગાર્ડ તથા એસ. ડી. ઝાલા, ફોરેસ્ટગાર્ડ સહિતનો સ્ટાફ આ તપાસના કામમાં જોડાયો હતો.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment