ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮ના રોજ યોજાશે

  હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો જુલાઇ-૨૦૨૧નો તાલુકા/ગ્રામ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૭/૨૦૨૧ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), ભાવનગરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ તાલુકા/ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ બે નકલોમા તા.૧૩/૦૭/૨૦૨૧ સુધી રજાના દિવસો સિવાય તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામા આવશે. અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતોની અરજી સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકાશે નહી.…

Read More

દિયોદર બજરંગ દળ ગ્રુપ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકાના ચિભડા ગામ ના યુવકો અને બજરંગ દળ દ્વારા ગૌ માતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાને લઈ ને આજે દિયોદર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે બજરંગ દળ ગ્રુપ ના સભ્યો દ્વારા જણાવેલ કે છેલ્લા એ કેટલાય વર્ષોથી ગાયમાતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા હિન્દુ સંગઠનો, હિન્દુઓ અનેક ધાર્મિક સંગઠનો આજે ગાયમાતા માટે જઝુમી રહ્યા છે. ગામડે ગામડે અને શેરોમાં પણ ગાયો રખડી રહી છે. ધાર્મિક અને ગૌરક્ષકો એ ઠેર ઠેર ગૌશાળા બનાવી ગાયો નો નિભાવ થઈ થઈ રહ્યો છતાં હજારો ની સંખ્યામાં ગાયો…

Read More

જળસંગ્રહના ગાળેલા ‘ખાળિયા’ના સ્થાને ‘છલોછલ સરોવર’ સર્જાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભારતીય પરંપરામાં ‘પરિશ્રમને પારસમણી’ તરીકે ઓળખવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ ની ઉક્તિ પણ જાણીતી છે તેને ખરા અર્થમાં સાર્થક કરતાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનકડા એવા પાંચતલાવડા ગામે ગ્રામજનોએ ઉનાળાના આકરાં તડકામાં પરસેવો પાડીને ગાળેલા ખાળિયાના સ્થાને આજે પાણીથી છલોછલ ભરાયેલું સરોવર આકાર પામ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વરસાદના ટીપે-ટીપા પાણીનો ઉપયોગ કરી શકાય તે માટે છેલ્લાં ઘણાં સમયથી ઉનાળામાં ગામના તળાવો, વોકરાઓ નદીના વહેણને ઊંડા કરવામાં તેમજ વોકરાઓને સાફ કરવાનું કામ સુજલામ “સુજલામ – સુફલામ” જળ અભિયાન…

Read More

દિયોદર મામલતદાર વય નિવૃત્તિ થતા કે.કે. ઠાકોર નો વિદાય સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર     દિયોદર ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા કે. કે. ઠાકોર નો વય નિવૃત્તિ સમારોહ યોજાયો હતો વય નિવૃત્તિ સમારોમાં દિયોદર મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીને ફૂલો અને ફુગ્ગાઓથી ભવ્ય શણગારવામાં આવ્યું હતું. સાથે તેમનો વિદાય ભવ્ય સમારોહ યોજાયો હતો. તેઓ છેલ્લા એક દોઢ વર્ષ દિયોદર મામલતદાર કચેરી ખાતે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ 58 વર્ષ ની નોકરી પુરી કરી તારીખ 30- 6- 2021 ના રોજ વય નિવૃત્ત થયા તેમનો મામલતદાર કચેરી ના ઉત્સાહી સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો.     આ પ્રસંગે દિયોદર નાયબ કલેક્ટર…

Read More

સુઇગામ તાલુકાના મોરવાડા ગામના બે ખેડૂત લાભાર્થીઓને 2017-18 માં પાક નિષ્ફળના કૃષિ ઈનપુટ સહાય ચૂકવવામાં આવી

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા      સરહદી સૂઇગામ તાલુકાના મોરવાડા ગામના રહેવાસી વાઘેલા મંગલસિંહ જિતુભા અને વાઘેલા વિજયસિંહ પ્રવીણ બંને ખેડૂતોને સને 2017 ખરીફ ઋતુમાં ઓછા વરસાદને કારણે ના કૃષિ ઇનપુટ સહાય અંતર્ગત સને. 2018-19 માં રૂ.13600/- મળવા પાત્ર હતા અને મોરવાડા ગ્રામ પંચાયત લાભાર્થીઓ નું જે લિસ્ટ હતું. તેમાં પણ બંને ખેડૂતોનો નામ હતાં અમને મળવાપાત્ર સહાયના ચેક માં નામ માં ભૂલના કારણે તેઓને સહાય મળેલ ન હતી. તેઓ સહાયથી વંચિત રહેલ તે બાબતે તેઓએ તાલુકા વિકાસ અધિકારી સુઇગામ ને તારીખ-17/10 /2019 ના રોજ અરજી કરેલ હતી અને આ સંદર્ભે…

Read More

ભાવનગર ખાતે તા.૧૦ મી જુલાઈના રોજ “રાષ્ટ્રીય લોક- અદાલત” યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સિનિયર તથા જૂનિયર દીવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા. ૧૦ જુલાઇ, ૨૦૨૧ના રોજ “રાષ્ટ્રીય લોક-અદાલત” યોજાશે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશિયેબલ એક્ટ (ચેક રિટર્ન ),બેંકને લગતા કેસો, મોટર અકસ્માત વળતરના કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, સર્વિસ મેટર, જમીન…

Read More

જામનગર માંથી સંપૂર્ણ જગ્યાઓ પર થી ધર્મ ને બદનામ કરતા ફોટા, ટાઇલ્સ હિંદુ સેના જાતે હટાવશે

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર મા હિન્દુ સેના દ્વારા દેવી દેવતાઓના ફોટા, ટાઇલ્સ રસ્તા ની બાજુ ઉપર, કોમ્પલેક્ષ, ઓફિસોની દીવાલો પર ચિપકાવી ધર્મનું અપમાન કરનારાઓને સૂચના આપતા હિન્દુ સેના ના સૈનિકો નજરે નિહાળી શકાય છે. જેમાં ડીએસપી બંગલા સામે, હિન્દુ અપંગ આશ્રમ પાછળ ની દીવાલો, પવનચક્કી વિસ્તાર તેમજ અન્ય જગ્યાઓ પર સૂચનાઓ આપી દેવી દેવતાના ફોટાઓ ઉતારી લેવા લોકો ને ચેતવ્યા હતા.       1 જુલાઈ 2021 ના સાંજે 4.30 વાગ્યે થી જે તે વિસ્તાર માંહિન્દુ સેના ના મયુર ચંદન ની બટાલિયન, શહેર યુવા પ્રમુખ ગુંજ કારીયા, પરાગ રાજપૂત, ધીરેન…

Read More

પાલનપુર ના વડગામ પોલીસ સ્ટેશન માં વય નિવૃત્તિ થી બે પોલીસ જવાન ની સાલ પુષ્પ થી વિદાય

હિન્દ ન્યુઝ, પાલનપુર      બનાસકાંઠા ના વડગામ માં આજ રોજ વડગામ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ અલ્પેશ રબારી ના અધ્યક્ષસ્થાને વડગામ પોલીસ સ્ટેશન માં ફરજ નિભાવતા વિહોલ ખુમાજી હરીજી અને નાયક મહેશભાઇ હરગોવનદાસ ની ડ્યુટી હવે સરકાર ના નિયમ અનુસાર વય મર્યાદા પુરી થતા ફુલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન ભેર વિદાઇ કરવામાં આવી. આમ તો આ પોલીસ કર્મી પોલીસ ડ્યુટી માંથી નિવૃત્ત થયા છે પરંતુ પોલીસ ની ફરજ નાગરિકો ની સેવા માં હોય છે. જે આ કર્મીઓ દાખવી છે જેમાં આ વિદાય સમારંભ માં વડગામ પોલીસ સ્ટેશન ના તમામ કર્મિઓ…

Read More