પાલનપુર ના વડગામ પોલીસ સ્ટેશન માં વય નિવૃત્તિ થી બે પોલીસ જવાન ની સાલ પુષ્પ થી વિદાય

હિન્દ ન્યુઝ, પાલનપુર

     બનાસકાંઠા ના વડગામ માં આજ રોજ વડગામ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ અલ્પેશ રબારી ના અધ્યક્ષસ્થાને વડગામ પોલીસ સ્ટેશન માં ફરજ નિભાવતા વિહોલ ખુમાજી હરીજી અને નાયક મહેશભાઇ હરગોવનદાસ ની ડ્યુટી હવે સરકાર ના નિયમ અનુસાર વય મર્યાદા પુરી થતા ફુલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન ભેર વિદાઇ કરવામાં આવી. આમ તો આ પોલીસ કર્મી પોલીસ ડ્યુટી માંથી નિવૃત્ત થયા છે પરંતુ પોલીસ ની ફરજ નાગરિકો ની સેવા માં હોય છે. જે આ કર્મીઓ દાખવી છે જેમાં આ વિદાય સમારંભ માં વડગામ પોલીસ સ્ટેશન ના તમામ કર્મિઓ તથા પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના પ્રમુખ દશરથસિંહ બાપુ સાલ ઓઢાડી વિદાય આપી દરેક પોલિશ કર્મીઓ એ માન સન્માન અને એમની કામગરી ને ખુબ બિરદાવી વિદાય આપી હતી.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment