નડિયાદ ખાતે કોવીડ-૧૯ વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાવતા મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ

હિન્દ ન્યુઝ, નડિયાદ     આ વિશેષ દિન નિમિતે જિલ્લામાં ૧૫૦ બુથ પર રસીકરણ મહા અભિયાનનો કાર્યક્રમ યોજાયો રસીકરણ મહાઅભિયાનમાં યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણા થી “બધાને વેકસીન, મફત વેકસીન” પરિકલ્‍પનાને સાર્થક કરવાના હેતુ સાથે ગુજરાત સરકારે આજે તા.૨૧મી જૂન ૨૦૨૧ને વિશ્વ યોગ દિવસથી વેકસીનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ રસી લે એટલુ જ નહી વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયુ છે.…

Read More

કોરોના રસીકરણ મહા અભિયાનની ભાવનગરથી શરૂઆત કરાવતાં શિક્ષણ મંત્રી સુ. વિભાવરીબેન દવે

હિન્દ ન્યુઝ, ભાવનગર     આજથી રાજ્યવ્યાપી શરૂ થયેલ કોરોના રસીકરણ મહા અભિયાનના ભાગરૂપે ભાવનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી સુ.વિભાવરીબેન દવેએ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. ૧૯ ખાતે ઉપસ્થિત રહી કોરોના રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરાવી હતી.  મંત્રીએ રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નિહાળી ભાવનગરમાં ૧૮ થી ૪૪ વર્ષથી વયજૂથની તમામ વ્યક્તિઓને રસીકરણ થઇ જાય તે માટે સંવેદનશીલતાથી કાર્ય કરવાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. આ અવસરે ભાવનગર મ્યુ્નિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

કોવીડ-૧૯ વેકસીનેશન મહાઅભિયાનનો મહુધા તાલુકામાં શુભારંભ કરાવતા સાંસદ દેવુસિંહ ચૌહાણ

હિન્દ ન્યુઝ, નડિયાદ      તાલુકામાં અને જિલ્‍લામાં ૧૦૦ ટકા રસીકરણ ઉપર ભાર મૂકતાં સાંસદ દેવુસિંહ ચૌહાણ “બધાને વેકસીન, મફત વેકસીન” સૂત્રને સૌ સાથે મળી સાર્થક કરીએ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણા થી “બધાને વેકસીન, મફત વેકસીન” પરિકલ્‍પનાને સાર્થક કરવાના હેતુ સાથે ગુજરાત સરકારે આજે તા.૨૧મી જૂન ૨૦૨૧ને વિશ્ર્વ યોગ દિવસથી વેકસીનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે. તેના અનુસંધાને આજે ખેડા જિલ્લા ના મહુધા તાલુકાના મહુધા ગામે સાંસદ દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્‍થિતિમાં મહુધા તાલુકામાં આ મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.    આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, સમગ્ર ગુજરાતના…

Read More

અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે ₹.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ બ્રિજનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, નડિયાદ    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે ₹.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ 1. વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, 2. ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને 3.છત્રાલ- પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ સોલંકી, સાંસદ નરહરી અમીન, સહિત ધારાસભ્યઓ,SGVPના સંતઓ સહિત હોદ્દેદારો, મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ  *(નડિયાદ)*

Read More

21 જૂન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ‘covid વેક્સિન મહાઅભિયાન

હિન્દ ન્યુઝ, નડિયાદ     21 જૂન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ‘covid વેક્સિન મહાઅભિયાન- બધાને વેક્સિન, મફત વેક્સિન – ધન્યવાદ મોદીજી’ નો ગાંધીનગરથી પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી તમામને વિનામૂલ્યે વેક્સિનેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી મંડળનો સાડા છ કરોડ ગુજરાતીઓ વતી આભાર માનતા રૂપાણી 2.25 કરોડ વેક્સિનેશન સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર-ગુજરાતમાં 5,000 વેક્સિનેશન સેન્ટર ઉપર દૈનિક અંદાજે 5 લાખ લોકોનું રસીકરણનો લક્ષ્યાંક વેક્સિનેશનયુક્ત ગુજરાત, કોરોનામુકત ગુજરાતના મંત્રને સાથે મળીને સાકાર કરીએ. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More