કોવીડ-૧૯ વેકસીનેશન મહાઅભિયાનનો મહુધા તાલુકામાં શુભારંભ કરાવતા સાંસદ દેવુસિંહ ચૌહાણ

હિન્દ ન્યુઝ, નડિયાદ 

    તાલુકામાં અને જિલ્‍લામાં ૧૦૦ ટકા રસીકરણ ઉપર ભાર મૂકતાં સાંસદ દેવુસિંહ ચૌહાણ “બધાને વેકસીન, મફત વેકસીન” સૂત્રને સૌ સાથે મળી સાર્થક કરીએ
દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણા થી “બધાને વેકસીન, મફત વેકસીન” પરિકલ્‍પનાને સાર્થક કરવાના હેતુ સાથે ગુજરાત સરકારે આજે તા.૨૧મી જૂન ૨૦૨૧ને વિશ્ર્વ યોગ દિવસથી વેકસીનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે. તેના અનુસંધાને આજે ખેડા જિલ્લા ના મહુધા તાલુકાના મહુધા ગામે સાંસદ દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્‍થિતિમાં મહુધા તાલુકામાં આ મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.
   આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, સમગ્ર ગુજરાતના ૩૩ જિલ્‍લા અને ૮ મહાનગર પાલિકામાં વેકસીનેશનના મહાઅભિયાનની કામગીરી આજથી શરૂ થઇ ગઇ છે. રાજયમાં કુલ ૫૦૦૦ વેકસીનેશન સેન્‍ટર પરથી લાભાર્થીઓને વેકસીન આપવામાં આવશે. ખેડા જિલ્‍લામાં કુલ ૧૫૦ વેકસીનેશન સેન્‍ટર પરથી ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લાભાર્થીઓને વેકસીન આપવામાં આવનાર છે. કોવિડ-૧૯ની ત્રીજી લહેર આવે એ પહેલા સૌ રસીકરણ કરાવીને કોરોના માટે સુરક્ષિત થાય તે ઇચ્છનીય હોવાથી મહુધા તાલુકામાં અને ખેડા જિલ્‍લામાં ૧૦૦ રસીકરણ થાય તેની ઉપર તેઓશ્રીએ ભાર મૂકયો હતો અને સૌને રસીકરણ કરાવવા અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે તેઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં મહુધા તાલુકા પંચાયત પ્રમુખ અમીતભાઇ પટેલ, મોન્‍ટુભાઇ, ર્ડા. હંસરાજભાઇ, પ્રવિણભાઇ શર્મા, મામલતદાર ર્ડા.દિપલબેન, તાલુકા વિકાસ અધિકારી જનુકા કોટડીયા, તાલુકા હેલ્‍થ ઓફિસર ર્ડા.ધ્રુમીલભાઇ સહિત આરોગ્‍ય શાખાના અધિકારીઓ/કર્મચારીઓ, શહેર અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં રસીકરણ માટે આવેલા લાભાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment