ભાવનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ મળશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર      ભાવનગર જીલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓની વિવિધ ઘટકોમાં લાભ મેળવવા માટે i-khedut portal (www.ikhedut.gujarat.gov.in) પર તા.૧૫-૬-૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. યોજનાકીય સહાયનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન અરજી કર્યા પછી અરજી સાથે સાધનિક કાગળો જેમ કે ૭/૧૨ તથા ૮-અના ઉતારા, આધારકાર્ડની નકલ, રેશનકાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ જોડાણ કરી નાયબ બાગાયત નિયામક, ભાવનગરની કચેરીએ રજૂ કરવાની રહેશે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

ફિટ ઈન્ડિયા અંતર્ગત “ફિટનેશ કા ડોઝ – આધા ઘંટા રોઝ” ફિટ ઈન્ડિયા ક્વીઝ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યૂઝ, ભાવનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા.૨૯/૦૮/૨૦૧૯ના રોજ ભારતના નાગરિકોની સામાન્ય શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “હમ ફીટ તો ભારત ફીટ” ના સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, શહેર અને ગામના દરેક નાગરિક તંદુરસ્તી અને સશક્ત જીવનશૈલીને પોતાના જીવનનો ભાગ બનાવે તે અત્યંત આવશ્યક છે. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના રમત ગમત વિભાગ દ્વારા દેશભરમાં વ્યક્તિગત તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ડિસેમ્બર ૨૦૨૦માં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના નેજા હેઠળ અનેક પ્રવૃત્તિઓ અને ઝુંબેશની યોજના બનાવી છે. આ…

Read More

ડભોઇ -દર્ભાવતી નગરીની મધ્યમાં ઐતિહાસિક તળાવમાં પારાવાર ગંદકી-નફટ વેલોનું -ગંદકીનું સામ્રાજ્ય

હિન્દ ન્યૂઝ, ડભોઇ       ડભોઇ નગરની મધ્યમાં જ ઐતિહાસિક પથ્થરો ની બાંધણી સાથે નું ગામ તળાવ આવેલ છે. આ ગામ તળાવ ડભોઇ ની ચાર ભાગોળ હીરાભાગોળ નાંદોદી ભાગોળ મહુડી ભાગોળ અને વડોદરી ભાગોળ આમ ચાર દરવાજા ની અંદરના ભાગે આવેલ હોય જેથી તે ગામ તળાવ કહેવાય છે પાછલા ૫૨ વર્ષ અગાઉ આ ગામ તળાવનું પાણી પીવા લાયક હતું. એ પહેલા તો લોકો આ ગામ તળાવનું પાણી પીવા માટે વાપરતા હતા .રાજા વિશાળ દેવના સમયમાં બનેલા ડભોઇના કિલ્લા, વાવ, તળાવ તેમજ તેનતળાવ ગામ ખાતેનું ઐતિહાસિક તળાવ અને ડભોઇના ચાર દરવાજા…

Read More

ડભોઇ રેલ્વે પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ      ડભોઇ રેલ્વે પોલીસે પ્રોહીબિસન ના ગુના માં વોન્ટેડ આરોપી ને ઝડપી પાડ્યો. ઉલ્લેખનીય છે કે ડભોઇ રેલ્વે નવાપુરા માં રહેતા અજય નરેન્દ્ર રાજપૂત છેલ્લા કેટલાય સમય થી વિદેશી શરાબ નો ગેરકાયદેસર વેપલો કરી રહ્યો હતો.જેની બાતમી પોલીસ ને મળતા પોલીસે અજય નરેન્દ્ર રાજપુત રહે. રેલ્વે નવાપુરા મહુડી ભાગોળ ડભોઇ જેના ઉપર વોચ રાખી અજય નરેન્દ્ર રાજપૂત નંબર વગર ની એક્ટિવા સાથે જતા પોલીસના જવાનો એ તેની અટક કરતા આરોપી એક્ટિવા મૂકી સ્થળ ઉપર થી ફરાર થઈ ગયો હતો.જેથી તેની ડીકી ચેક કરતા ડીકી માંથી ભારતીય…

Read More

કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ ડીઝલ ના સતત ભાવ વધારાના કારણે પ્રજા પાયમાલ

હિન્દ ન્યૂઝ, વેરાવળ       કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ ડીઝલ ના સતત ભાવ વધારાના કારણે પ્રજા પાયમાલ થઈ રહી છે ત્યારે પાંચ મહિનામાં 43 વખત ભાવ વધારો કરી પેટ્રોલ પ્રતિ લિટરે સો રૂપિયા પહોંચ્યું છે. જેના વિરોધમાં પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાનાં આદેશ અનુસાર અસહ્ય ભાવવધારા સામે વિરોધ વ્યક્ત કરવા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ, વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા- વિરોધપ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં જિલ્લા પંચાયત ના સદસ્યો વેરાવળ તાલુકા પંચાયત ના સદસ્યો નગરપાલિકા ના…

Read More

વેરાવળ શહેરમાં વરસાદ પહેલા વોર્ડ ન. 5 અને 6 મા પ્રી-મોન્સૂન ની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, વેરાવળ     દર વર્ષે વેરાવળ શહેરમાં આવેલ વોર્ડ.5 અને 6 મા ચોમાસા મા વિસ્તારો મા પાણી ભરાવવાની ખૂબ મોટી સમસ્યા સર્જાય છે.તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે આ વિસ્તાર મા આવેલ જૂની ગટરો ની સફાઈ વર્ષો થી થયેલ નથી જો આ સફાઈ થાય તો વરસાદી પાણીનું નિકાલ યોગ્ય રીતે થાય. તે માટે નગર સેવક અફઝલ પંજા દ્વારા પાલિકા ને રજૂઆત કરેલ અને જવાબદાર અધિકારીઓ રૂબરૂ નિરિક્ષણ કરેલ હતું. છેલ્લા ઘણા વર્ષો થી ગોદરશા તળાવ ને ત્યાં આવેલ ગટરો ની વર્ષોથી સફાઈ થયેલ નથી તેમજ કેરમાની…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૩.૫ કિગ્રા ઘઉં અને ૧.૫ કિગ્રા ચોખા વિનામુલ્યે વિતરણ થશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ       ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૩.૫ કિગ્રા ઘઉં અને ૧.૫ કિગ્રા ચોખા વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જેમા જિલ્લાના NFSA અંતર્ગત કુલ ૧૬૧૨૭૭ અંત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબો રેશનધારકોને લાભ મળવા પાત્ર થશે. આ અનાજનું વિતરણ તા. ૧૧/૦૬/૨૦૨૧થી વાજબી ભાવની દુકાનેથી કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નોંધાયેલ NFSA રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડની બુકલેટનો અંતિમ આંક ૧ હોય તેમણે તા.૧૧/૦૬/૨૦૨૧, અંતિમ આંક ૨ હોય તેમણે તા.૧૨/૦૬/૨૦૨૧, અંતિમ આંક ૩ હોય તેમણે તા.૧૩/૦૬/૨૦૨૧, અંતિમ…

Read More

ફોરેન ભણવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ કોવીશીલ્ડ વેક્સિનના પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ લઇ શકશે

હિન્દ ન્યૂઝ, રાજકોટ રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સીન લેવાની વ્યવસ્થા કરતી રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક -http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય…

Read More

વાહનોની લે-વેચ કે ભાડે આપનાર વેપારીઓએ ગ્રાહકો પાસેથી પુરતા પુરાવા લેવા પડશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ છેલ્‍લા કેટલાંક સમયથી આતંકવાદી ભાંગફોડીયા તત્‍વો દેશના અલગ-અલગ રાજયોમા આતંક ફેલાવવાના હેતુથી રજિસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ-મોપેડ-વિદ્યુતથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતા હોવાનું જણાય છે. આતંકિત કૃત્‍યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની કોઇ સ્‍પષ્‍ટ નોંધણી ન હોવાના કારણે તેના મૂળ માલિક સુધી પહોંચવાનું તપાસ એજન્‍સીઓ/પોલીસ માટે ખૂબ જ મુશ્‍કેલ બનતું હોય છે. મહદઅંશે આવા વાહનોના વેચાણ વખતે જૂના વાહનોની લે-વેચ કરતી વખતે તેમજ વાહનો ભાડે આપતી વખતે વેપારીઓ ખરીદનાર/ગ્રાહક પાસેથી ઓળખના પુરતા પુરવા મેળવ્‍યા વગર વાહનોનું વેચાણ કરતા હોય છે, લે-વેચ કરતાં હોય છે કે…

Read More

ખેડા જિલ્લામાં જૂના મોબાઇલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓએ રજીસ્‍ટર ફરજીયાત નિભાવવાનું રહેશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ     આજે મોબાઇલ ફોનનો ઉપયોગ છેવાડાના માનવી સુધી સામાન્‍ય બની ગયો છે. દેશમાં તથા રાજયમાં બનતાં ગુનાઓને આખરી અંજામ આપવા અસામાજીક અને દેશવિરોધી તત્‍વો મોબાઇલનો ઉપયોગ કરતાં હોય છે તથા તાજેતરમાં મોબાઇલ ચોરીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા તથા ચોરાયેલ મોબાઇલ ફોન પરત મેળવવા માટે મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થઇ શકાય છે. ઘણા કિસ્‍સામાં મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવ્‍યા બાદ જણાય છે કે તે વ્‍યકિતએ કોઇ અજાણ્‍યા ઇસમ પાસેથી ફોન લીધેલ છે. આમ…

Read More