ડભોઇ -દર્ભાવતી નગરીની મધ્યમાં ઐતિહાસિક તળાવમાં પારાવાર ગંદકી-નફટ વેલોનું -ગંદકીનું સામ્રાજ્ય

હિન્દ ન્યૂઝ, ડભોઇ 

     ડભોઇ નગરની મધ્યમાં જ ઐતિહાસિક પથ્થરો ની બાંધણી સાથે નું ગામ તળાવ આવેલ છે. આ ગામ તળાવ ડભોઇ ની ચાર ભાગોળ હીરાભાગોળ નાંદોદી ભાગોળ મહુડી ભાગોળ અને વડોદરી ભાગોળ આમ ચાર દરવાજા ની અંદરના ભાગે આવેલ હોય જેથી તે ગામ તળાવ કહેવાય છે પાછલા ૫૨ વર્ષ અગાઉ આ ગામ તળાવનું પાણી પીવા લાયક હતું. એ પહેલા તો લોકો આ ગામ તળાવનું પાણી પીવા માટે વાપરતા હતા .રાજા વિશાળ દેવના સમયમાં બનેલા ડભોઇના કિલ્લા, વાવ, તળાવ તેમજ તેનતળાવ ગામ ખાતેનું ઐતિહાસિક તળાવ અને ડભોઇના ચાર દરવાજા ઐતિહાસીક હોવાથી ડભોઇની ઓળખ બનાવી રાખવામાં સફળ થયા છે .પરંતુ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે આજે ગામ તળાવ ની હાલત બદતર થઇ પડી છે. ડભોઇ ઐતિહાસિક ગામ તળાવમાં છેલ્લા ઘણા સમયથી નફ્ફટ વેલ ઉગી નીકળતા તેમજ તળાવના કિનારા પર ગામનો કચરો નાખવામાં આવે છે જેના કારણે તળાવની આસપાસ રહેતા રહીશો મચ્છરોના ત્રાસથી હેરાનપરેશાન થઇ ગયા છે. તળાવના કિનારા પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. તળાવના કિનારા કચરાના ઢગ ઠાલવી દેતાં આખો તળાવ કિનારો સુંદરતા ખોઈ બેઠો છે. આમ ડભોઇના ઐતિહાસિક ગામ તળાવ ની દુર્દશા પાલિકા તંત્રના પાપે થઈ રહી છે.


    વર્ષો પહેલા રામટેકરી ના રહીશો દ્વારા નગરપાલિકામાં ઉગી નીકળેલ વેલો દૂર કરવા માટે નગરપાલિકામાં હલ્લાબોલ કરી હતી. ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ નફ્ફટ વેલો દૂર કરવામાં આવી હતી. ગામ તળાવને સુંદર રાખવું એ આપણી ફરજ છે. જો વહીવટ કતૉઓ ગામની સમસ્યાઓ દૂર કરી ના શકતા હોય તેની પાસે ગામ તળાવને સુંદર રાખવાની આશા કરવી નકામી હોવાનો ગણગણાટ ડભોઇમાં સાંભળવા મળી રહ્યો છે. જેથી તળાવ કિનારાના રહીશો ટૂંક સમયમાં જ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જનાર હોવાનું જાણવા મળેલ છે.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment