ફિટ ઈન્ડિયા અંતર્ગત “ફિટનેશ કા ડોઝ – આધા ઘંટા રોઝ” ફિટ ઈન્ડિયા ક્વીઝ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યૂઝ, ભાવનગર 

   વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા.૨૯/૦૮/૨૦૧૯ના રોજ ભારતના નાગરિકોની સામાન્ય શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “હમ ફીટ તો ભારત ફીટ” ના સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, શહેર અને ગામના દરેક નાગરિક તંદુરસ્તી અને સશક્ત જીવનશૈલીને પોતાના જીવનનો ભાગ બનાવે તે અત્યંત આવશ્યક છે.

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના રમત ગમત વિભાગ દ્વારા દેશભરમાં વ્યક્તિગત તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ડિસેમ્બર ૨૦૨૦માં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના નેજા હેઠળ અનેક પ્રવૃત્તિઓ અને ઝુંબેશની યોજના બનાવી છે. આ યોજનામાં ફિટ ઇન્ડિયા થીમ વિષયક અભિયાન-“फिटनेस का डोज़ – आधा घंटा रोज़”, ફિટ ઇન્ડિયા ક્વીઝનો (જુન ૨૦૨૧) સમાવેશ કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ ક્વીઝ સ્પર્ધા છે. આ ફિટ ઈન્ડિયા ક્વીઝ સ્પર્ધા ૪ (ચાર) રાઉન્ડમાં યોજવામાં આવશે.

આ બાબતની તમામ માહિતી https://fitindia.gov.in/ પરથી મેળવી શકાશે. આ સ્પર્ધામાં ભારત દેશની ૪ લાખ જેટલી શાળાઓ ભાગ લેનાર છે. જેમાં વિજેતા થનાર શાળા તેમજ વિદ્યાર્થીઓને રૂ.૩.૨૫ કરોડ સુધીના ઇનામો આપવામાં આવશે. ફિટ ઈન્ડિયા અંતર્ગત આ ક્વીઝ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે જોડાય તેવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર દ્વારા જણાવવામાં આવેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment