હિન્દ ન્યૂઝ, વેરાવળ
કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ ડીઝલ ના સતત ભાવ વધારાના કારણે પ્રજા પાયમાલ થઈ રહી છે ત્યારે પાંચ મહિનામાં 43 વખત ભાવ વધારો કરી પેટ્રોલ પ્રતિ લિટરે સો રૂપિયા પહોંચ્યું છે. જેના વિરોધમાં પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાનાં આદેશ અનુસાર અસહ્ય ભાવવધારા સામે વિરોધ વ્યક્ત કરવા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ, વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા- વિરોધપ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં જિલ્લા પંચાયત ના સદસ્યો વેરાવળ તાલુકા પંચાયત ના સદસ્યો નગરપાલિકા ના સદસ્યો તેમજ કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો હોદેદારો જોડાયા હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા તમામ લોકો ની ધરપકડ કરવા માં આવી હતી.
રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ