હિન્દ ન્યૂઝ, વેરાવળ
દર વર્ષે વેરાવળ શહેરમાં આવેલ વોર્ડ.5 અને 6 મા ચોમાસા મા વિસ્તારો મા પાણી ભરાવવાની ખૂબ મોટી સમસ્યા સર્જાય છે.તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે આ વિસ્તાર મા આવેલ જૂની ગટરો ની સફાઈ વર્ષો થી થયેલ નથી જો આ સફાઈ થાય તો વરસાદી પાણીનું નિકાલ યોગ્ય રીતે થાય. તે માટે નગર સેવક અફઝલ પંજા દ્વારા પાલિકા ને રજૂઆત કરેલ અને જવાબદાર અધિકારીઓ રૂબરૂ નિરિક્ષણ કરેલ હતું.
છેલ્લા ઘણા વર્ષો થી ગોદરશા તળાવ ને ત્યાં આવેલ ગટરો ની વર્ષોથી સફાઈ થયેલ નથી તેમજ કેરમાની ની ગટરો ઓવર ફ્લો ની પરિસ્થિતિ એ પહોંચેલ છે જેથી ચોમાસા દરમિયાન વરસાદ ના પાણી ની જાવક થતી નથી અને આ પાણી નું ભરાવ વિસ્તારમાં થાય છે અને લોકો ખૂબ હાલાકી ભોગવે છે તો આ વખતે ચોમાસા પહેલા જ 10 દિવસ સુધી આ ગટરો વેરાવળ નગરપાલિકા દ્વારા દરરોજ પૂરતા સ્ટાફ સાથે સફાઈ કામગીરી કરવામાં આવશે જેથી વોર્ડ.5 અને 6 ના લોકોને રાહત થાય આ કામગીરી નું નિરીક્ષણ કરવા માટે નગરપાલિકા ના ચીફ ઓફિસર મહેતા, બાંધકામ સમિતિના ચેરમેન બાદલભાઈ હુંબલ સિનિયર ઓફિસર હિરપરા એ જરૂરી સૂચનાઓ આપેલ હતી. આ તકે વોર્ડ ન.5 અને 6 ના નગરસેવકો તેમજ વિસ્તાર ના યુવાનો એ સફાઈ કામગીરી માટે ખડેપગે હાજર રહેલ અને વિસ્તાર ના લોકો ને વિનતી કે આ સફાઈ અભિયાન મા મદદરૂપ થવુ જેથી આપણું વિસ્તાર શ્રેષ્ઠ વિસ્તાર બને.
રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ