રાજકોટ ખાતે શાપર-મેટોડામાં આવેલા ઓક્સિજનના ઉત્પાદક એકમો પર દરોડા પાડી ચકાસણી હાથ ધરી હતી

હિન્દ ન્યૂઝ, રાજકોટ             રાજકોટ શહેર કોરોનાની ઝપટમાં આવેલા દર્દીઓને ઓક્સિજનની વિપુલ માત્રામાં જરૂરિયાત છે. સરકારે ઓક્સિજનના ઉત્પાદકોને તેમના એકમોનો અડધો-અડધ ઓક્સિજનનો જથ્થો કોવિડના દર્દીઓને રિઝર્વ રાખવા સુચના આપી હતી. દરમિયાન મંગળવારે મેગા કંપનીમાંથી ૨૦ ટન ઓક્સિજનનો જથ્થો મોડો મળ્યો હતો. આ ઓક્સિજન જૂનાગઢ, જામનગર અને ગિર સોમનાથ અને રાજકોટને આપવાનો હતો. પરંતુ સમય મર્યાદા વધી જતાં ઓક્સિજનની અછતના એંધાણ વર્તાયા હતા. બીજીબાજુ જીલ્લાના ઓક્સિજનનું ઉત્પાદન કરનારા ઉત્પાદકો પોતાના એકમોનું ઉત્પાદન ઈન્ડસ્ટ્રીઝમાં સપ્લાય કરતા હોવાની ફરિયાદ મળી હતી. જેથી શુક્રવારે ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ…

Read More

રાજકોટ શહેરમાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીઓને રેન્જ I.G સંદિપસિંહની સૂચનાથી R.R સેલની ટીમે એક મહિનામાં લૂંટ, મર્ડર, N.D.P.S સહિતના કેસોમાં વોન્ટેડ ૯ આરોપીઓને દબોચી લીધા 

હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ શહેર યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ રેન્જની ટીમે ભાવનગરના મર્ડર કેસમાં ૫ મહિનાથી ફરાર સોયબ હૈદરભાઈ જેડને મોરબી બાયપાસ પાસેથી, ઢાંઢણી ગામના હત્યા કેસમાં ૨ મહિનાથી વોન્ટેડ ભુપત ભીખાભાઇ કડવાણીને ઢાંઢણી ગામેથી, રાજકોટના હત્યા કેસમાં ૭ માસથી વોન્ટેડ શાહરુખ ઉર્ફે રાજા અલ્લારખાભાઇ જુણેજાને મોરબીથી, ધ્રાંગધ્રાના હત્યા કેસમાં ૯ માસથી ફરાર દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડને મોરબીના લાલપર ગામેથી, સુરેન્દ્રનગરના હત્યાના કેસમાં ૮ માસથી વોન્ટેડ ઓમદેવસિંહ વનરાજસિંહ ઝાલાને વઢવાણ પાસેથી, જસદણમાં ૧૫ લાખના હીરાની લૂંટમાં ૧ વર્ષથી વોન્ટેડ અજય ઉર્ફે બાદશાહ અનુભાઈ મેરને કાળાસર પાસેથી, રાજકોટના N.D.P.S…

Read More

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી

હિન્દ ન્યૂઝ, રાજકોટ           રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારાવાર માટે લઇ જવામાં આવ્યાં હતા. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને થાળે પાડી હતી. જેમાં ૨ યુવકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માલવીયાનગર પોલીસે ટોળાને વિખેર્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. રિપોર્ટર : દિલીપ…

Read More

રાજકોટ વિસ્તારોમાં આવેલા હેર સલૂન અને બ્યુટી પાર્લરના સ્ટાફનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે

હિન્દ ન્યૂઝ, રાજકોટ        રાજકોટ શહેર મ્યુનિ. કોર્પોરેશને હવે સુપર સ્પ્રેડર્સને શોધવા માટે કવાયત હાથ ધરી છે. સૌપ્રથમ રાજકોટ શહેરમાં શાકભાજીના ફેરિયાઓનું ચેકિંગ અને ટેસ્ટ કર્યા બાદ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હેર સલૂન અને બ્યુટી પાર્લરના સ્ટાફનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આગામી સમયમાં હેર સલૂન અને બ્યુટી પાર્લરના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરાશે. આરોગ્ય શાખાની ટુકડી ગમે ત્યારે પહોંચીને સરપ્રાઇઝ ચેકિંગ કરશે. આ ચેકિંગ દરમિયાન ત્યાં બેઠેલા ગ્રાહકોમાં જો કોઈ ગ્રાહકનું ટેમ્પરેચર વધુ જણાશે તો તેનો પણ સ્થળ પર જ તુરંત કોરોના ટેસ્ટ કરી નાખવામાં આવશે.…

Read More

લાખણી તાલુકાના અસાસણ ગામ થી પાવાગઢ પગપાળા જવા ક્ષત્રિય ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓ લોકો યાત્રા કરવા રવાના થયા હતા

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા         લાખણી તાલુકાના અસાસણ ગામ થી પાવાગઢ પગપાળા જવા ક્ષત્રિય ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓ લોકો યાત્રા કરવા રવાના થયા હતા. લાખણી તાલુકાના અસાસણ ગામના ઠાકોર સમાજ ના 25 થી વધુ લોકો આજ રોજ સવારે પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા માટે રવાના થયા હતાં. છેલ્લા બે ત્રણ વર્ષ થી ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો પાવાગઢ પગપાળા જાય છે અને આજે જ્યારે તેઓ પગપાળા સંઘ લઇ ને નીકળ્યા ત્યારે અસાસણ ગામમાં બહુચર માતાજીના મંદિરે દર્શન કરી ને યાત્રા કરી હતી અને ક્ષત્રિય ઠાકોર સમાજના સંઘ સાથે પગપાળા…

Read More

સુરત ની વિદ્યાર્થીનીએ સિવિલ એ્જિનિયરિંગ ડિપ્લોમા માં 98.50% માર્કસ લાવી નામ રોશન કર્યુ

હિન્દ ન્યૂઝ, સુરત કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી. સુરતનાં એક મધ્યમ વર્ગીય સામાજીક કાર્યકર શેખ મહંમદ હુસેન (મુન્નાભાઈ ભાટા) ની દીકરી હુમેરા એ સિવિલ એન્જીનીયરીંગ ડિપ્લોમા ની ફાઈનલ પરીક્ષામાં ૯૮.૫૦% સાથે ઝળહળતી સફળતા મેળવી સિદ્ધ કરી બતાવ્યું. ખરેખરમાં એક મધ્યમ વર્ગીય પરિવાર ના સંતાન માટે આ સિદ્ધિ પ્રાપ્ત કરવી એ કોઈ સરળ કામ નથી, જ્યારે શેખ મહંમદ હુસેન (મુન્નાભાઈ) જે એક સામાજીક કાર્યકર છે અને સમાજનાં હિતના કાર્યમાં હંમેશા અગ્રેસર રહે છે અને દરેક નાત જાત ધર્મ પંથ કે સમુદાયના પીડિત દબાયેલ કચડાયેલ લોકો ની આવાજ બને છે સમાજમાં…

Read More

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે વડાપ્રધાન ના 70 મા જન્મ દિવસ ની ઉજવણી બટુક મોરારી બાપુ દ્વારા કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, રાધનપુર, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નજુ પુરા આશ્રમ ખાતે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા આશ્રમ ના મંહત બટુક મોરારી બાપુ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોતરકા બ્રહ્મચર્યા આશ્રમ ના મંહત નિજાનંદ બાપુ હાજર રહયા હતા. આ કાર્યક્રમ ગરીબોને રેશન કિટ આપી ને અને વૃક્ષારોપણ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આશ્રમના સેવકો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી…

Read More

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૨૬ કેસો નોંધાયા છે તેમજ વધુ ૨૫ દર્દીઓ કોરોના માંથી મુક્ત થઈ પોતાના ઘરે પરત ફર્યા છે

હિન્દ ન્યૂઝ, મોરબી, મોરબી તાલુકાના ૧૮ કેસો જેમાં ૦૬ ગ્રામ્ય વિસ્તાર અને ૧૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરમાં ૦૩ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય વિસ્તાર અને ૦૩ શહેરી વિસ્તાર, હળવદના ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય વિસ્તાર અને ૦૧ શહેરી વિસ્તાર, ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે. જયારે વધુ ૨૫ દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા ૨૬ કેસો સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસનો આંક ૧૪૦૬ એ પહોંચ્યો છે. જેમાં ૨૫૬ એક્ટીવ કેસ છે અને ૧૦૮૨ દર્દીઓ કરોના માંથી મુક્ત થઈ પોતાના ઘેર પરત ફરી ચુક્યા છે. રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Read More

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે -રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ

હિન્દ ન્યૂઝ, દાહોદ, દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું દેવગઢ બારિયા ખાતેથી લોન્ચિંગ દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે અમલમાં મૂકવામાં આવેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ગુરુવારે દેવગઢ બારિયાની પીટીસી કોલેજ ખાતેથી ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી આ યોજનાને લોન્ચ કરી હતી. દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમમાં સહભાગી મહિલાઓને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્રભાઈનો મુખ્યમંત્રી તરીકેનો ૧૩ વર્ષનો શાસનકાળ એક દીર્ધદ્રષ્ટા અને નિષ્ઠાવાન મુખ્યમંત્રીનો કાર્યકાળ હતો. તેમણે…

Read More

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૬ કેસો નોંધાયા છે તેમજ વધુ ૨૫ દર્દીઓ કોરોના માંથી મુક્ત થઈ પોતાના ઘરે પરત ફર્યા છે

હિન્દ ન્યૂઝ, મોરબી મોરબી તાલુકાના ૧૮ કેસો જેમાં ૦૬ ગ્રામ્ય વિસ્તાર અને ૧૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરમાં ૦૩ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય વિસ્તાર અને ૦૩ શહેરી વિસ્તાર, હળવદના ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય વિસ્તાર અને ૦૧ શહેરી વિસ્તાર, ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે. જયારે વધુ ૨૫ દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા ૨૬ કેસો સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસનો આંક ૧૪૦૬ એ પહોંચ્યો છે. જેમાં ૨૫૬ એક્ટીવ કેસ છે અને ૧૦૮૨ દર્દીઓ કરોના માંથી મુક્ત થઈ પોતાના ઘેર પરત ફરી ચુક્યા છે. રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Read More