રાજકોટ વિસ્તારોમાં આવેલા હેર સલૂન અને બ્યુટી પાર્લરના સ્ટાફનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે

હિન્દ ન્યૂઝ, રાજકોટ

       રાજકોટ શહેર મ્યુનિ. કોર્પોરેશને હવે સુપર સ્પ્રેડર્સને શોધવા માટે કવાયત હાથ ધરી છે. સૌપ્રથમ રાજકોટ શહેરમાં શાકભાજીના ફેરિયાઓનું ચેકિંગ અને ટેસ્ટ કર્યા બાદ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હેર સલૂન અને બ્યુટી પાર્લરના સ્ટાફનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આગામી સમયમાં હેર સલૂન અને બ્યુટી પાર્લરના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરાશે. આરોગ્ય શાખાની ટુકડી ગમે ત્યારે પહોંચીને સરપ્રાઇઝ ચેકિંગ કરશે. આ ચેકિંગ દરમિયાન ત્યાં બેઠેલા ગ્રાહકોમાં જો કોઈ ગ્રાહકનું ટેમ્પરેચર વધુ જણાશે તો તેનો પણ સ્થળ પર જ તુરંત કોરોના ટેસ્ટ કરી નાખવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment