હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા
લાખણી તાલુકાના અસાસણ ગામ થી પાવાગઢ પગપાળા જવા ક્ષત્રિય ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓ લોકો યાત્રા કરવા રવાના થયા હતા. લાખણી તાલુકાના અસાસણ ગામના ઠાકોર સમાજ ના 25 થી વધુ લોકો આજ રોજ સવારે પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા માટે રવાના થયા હતાં. છેલ્લા બે ત્રણ વર્ષ થી ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો પાવાગઢ પગપાળા જાય છે અને આજે જ્યારે તેઓ પગપાળા સંઘ લઇ ને નીકળ્યા ત્યારે અસાસણ ગામમાં બહુચર માતાજીના મંદિરે દર્શન કરી ને યાત્રા કરી હતી અને ક્ષત્રિય ઠાકોર સમાજના સંઘ સાથે પગપાળા જવાનું આયોજન થાય છે.
આ વર્ષે પણ પગપાળા સંઘનું આયોજન ક્ષત્રિય ઠાકોર સમાજ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને પગપાળા જતા સંઘ ને વાજતે ગાજતે પ્રસ્થાન કરાવ્યું. પગપાળા સંઘ પાંચ થી છ દિવસે પાવાગઢ ખાતે પહોંચશે અને મહાકાળી માના દર્શન કરી ને ધજા ચડાવશે અને પછી પાછા ફરશે.
રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર