હિન્દ ન્યૂઝ, સુરત
કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી. સુરતનાં એક મધ્યમ વર્ગીય સામાજીક કાર્યકર શેખ મહંમદ હુસેન (મુન્નાભાઈ ભાટા) ની દીકરી હુમેરા એ સિવિલ એન્જીનીયરીંગ ડિપ્લોમા ની ફાઈનલ પરીક્ષામાં ૯૮.૫૦% સાથે ઝળહળતી સફળતા મેળવી સિદ્ધ કરી બતાવ્યું. ખરેખરમાં એક મધ્યમ વર્ગીય પરિવાર ના સંતાન માટે આ સિદ્ધિ પ્રાપ્ત કરવી એ કોઈ સરળ કામ નથી, જ્યારે શેખ મહંમદ હુસેન (મુન્નાભાઈ) જે એક સામાજીક કાર્યકર છે અને સમાજનાં હિતના કાર્યમાં હંમેશા અગ્રેસર રહે છે અને દરેક નાત જાત ધર્મ પંથ કે સમુદાયના પીડિત દબાયેલ કચડાયેલ લોકો ની આવાજ બને છે સમાજમાં પરિવર્તન લાવવાના તેમના પ્રયાસો હંમેશા પ્રસન્નતા ને પાત્ર રહ્યા છે. એક સામાજીક કાર્યકર્તા નું સંતાન આવી સિદ્ધિ પ્રાપ્ત કરે તે દરેક વ્યક્તિ વિશેષ ની સાથે સમુદાય માટે ઉત્તમ ઉદાહરણ પુરવાર થાય છે કે સમાજમાં પરિવર્તન લાવવા માટે એક મધ્યમ વર્ગીય અને સામાન્ય પરિવાર પણ ખૂબ પ્રયત્નશીલ છે. સમાજનાં બુદ્ધિજીવી અને સક્ષમતા ધરાવતા સમુદાયોએ ખાસ કરીને આવી અનેક પ્રતિભાશાળી યુવક યુવતીઓને આગળની કારકિર્દી ઘડવા અંગે માર્ગદર્શન આપી યોગ્ય સહાય કરી પ્રોત્સાહન બળ પુરુ પાડવું જોઈએ કયારેક કયારેક આર્થિક પરિસ્થિતિમાં પ્રતિભાશાળી જિંદગી ગૂંચવાઈ ને રહી જાય છે અને તેને યોગ્ય માર્ગ મળવો ખૂબ મુશ્કેલ બની રહે છે આવા સંજોગોમાં સમાજનાં બુદ્ધિશાળી અને શિક્ષીત યુવાવર્ગ સાથે મળી યોગ્ય રોડમેપ તૈયાર કરે તો પણ કેટલીક પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્લેટફોર્મ મળવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. સર્જનહાર થી પ્રાર્થના સાથે સમગ્ર સમાજ તરફ થી આપ ને અભિનંદન પાઠવ્યે છીયે, આપ આગળ વધી આપના ઘર પરિવાર સમાજ ની સાથે દેશનું નામ રોશન કરો અને ખાસ આપના પિતા નું ગૌરવ વધારો તેવી દિલી શુભેચ્છા.
રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર