મોરબીના લીલાપર આવાસ યોજનામાં રહેતી સગીરવય ની બાળાને એક શખ્સે કરી છેડતી

હિન્દ ન્યુઝ, મોરબી, મોરબીના લીલાપર રોડ ઉપર આવાસ યોજનામાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી તેના ભાઇની સાથે ઘરે એકલી હતી અને તેણીના માતા પિતા ગરમ મસાલો વેચવા માટે બહાર ગયા હતા. તે સમયે ઘરે એકલા રહેલ સગીરા અને તેના ભાઈને જોઈને ત્યાં આવાસ યેાજનાના કવાટરમાં જ રહેતા અજય મહાદેવ વિકાણી જાતે દેવીપુજક નામના શખ્સે સગીરા ઉપર નજર બગાડી હતી, અને ઘરે એકલી રહેતી સગીરાના ઘરનો દરવાજો ખખડાવી દરવાજો ખોલાવીને તેણીની પાસે ખરાબ માંગણી કરી હતી અને શારીરિક અડપલા કર્યા હતા. જેથી ભોગ બનેલી સગીરાએ દેકારો કર્યો હતો. માટે અજય…

Read More

મોરબી તાલુકાના શિવનગર (પંચાસર) ગામે વાડીમાં આવેલા કૂવામાં અકસ્માતે પડી જતા આદિવાસી યુવાનનું મોત

હિન્દ ન્યુઝ, મોરબી, મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શિવનગર (પંચાસર) ગામે દિલીપભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતાં અને મુળ મધ્યપ્રદેશના સુરપાલ ભુરજીભાઈ ભીલ આદિવાસી નામનો ૩૩ વર્ષનો યુવાન વાડીમાં આવેલા કૂવામાંથી પાણી ખેંચી રહ્યો હતો ત્યારે સુરપાલ અકસ્માતે કુવામાં પડી ગયો હતો. જેથી ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે પહોંચીને મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પીએમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ. બનાવ અંગે આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના કે.એ.ચૌહાણ ચલાવી રહ્યા છે. રિપોર્ટર : ભરત વિંધાણી,…

Read More

રાજકોટ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો ૧૬ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અભય ભારદ્વાજની સ્થિત અતી ગંભીર

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૫/૯/૨૦૨૦ ના રોજ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ હાલત ગંભીર બનતા મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ થી ૩ ડોક્ટરને ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં રાજકોટ મોકલવામાં આવ્યા છે. અમદાવાદના ૩ ડોક્ટરની સાથે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ આવ્યા છે. સુરતના ડોક્ટરો અભય ભારદ્વાજની સારવાર માટે રાજકોટ પહોંચશે. સુરતના નિષ્ણાત તબીબ ડોક્ટર સમીર ગામી ભારદ્વાજની સારવાર માટે રાજકોટ જવા માટે નીકળી ગયા છે. સુરતમાં ડોક્ટર સમીગર ગામીએ કોરોનાના કેટલાય દર્દીઓને ફેફસાંની ગંભીર સ્થિતિમાં સારવાર આપી તેમની હાલતમાં સુધારો કર્યો હતો. અમદાવાદથી રાજકોટ દોડી ગયેલા…

Read More

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં નેચરોપેથી સેન્ટર ઓઠા હેઠળ ચાલતા ગર્ભ પરીક્ષણ ગોરખધંધા પર પોલીસે દરોડો પાડી ૩ શખ્સને ઝડપી લીધા હતા

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર બાપા સિતારામ ચોક નજીક હરીઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટરના ઓઠા નીચે ધમધમતું ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરાવી આપવાની વ્યવસ્થાનું મસમોટું કારસ્તાન S.O.G ઝડપી લઈ ૩ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં અમિત પ્રવીણ થીયાદ (ઉ.૩૯) રહે. ગોકુલધામ પાસે, ગીતાંજલિ સોસાયટી, શેરીનં.૩, દિનેશ મોહન વણોલ (ઉ.૩૬) રહે. કૃષ્ણનગર મેઈન રોડ, ગુરુપ્રસાદ ચોક, અલંકાર એપાર્ટમેન્ટ, ફ્લેટનં.૧૦૨ અને અવેશ રફીક મન્સુરી (ઉ.૩૨) રહે. અંધારિયાવાળ લધાસાબાવાની દરગાહ પાસે, મેઈન બજાર રોડ, ધોરાજીનો સમાવેશ થાય છે. છેલ્લા ૮ માસથી આ ટોળકી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ…

Read More

બનાસકાંઠા થી રાજસ્થાન રણૂજા રામાપીર ના ભાવી ભક્તો દર્શન કરવામાટે (નવ-દસ) બાઈક લઈને દર્શન કરવા ગયા

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠાના ધોડાસર, કુંડા ગામેથી યુવકો રાજસ્થાનમાં આવેલુ પ્રખ્યાત ધામ રણુજા બાબા રામદેવપીર નાં દર્શનાર્થ બાઈક પર અંદાજે 400 કિ.મીનુ અંતર કાપી બાઈક સ્વારો બાઈક લઈને દર્શન કરવાં પહોંચ્યા હતા. બાબા રામદેવ પીર રણૂજા રાજસ્થાનમાં આવેલુ એક દર્શનાર્થ ધામ છે. ત્યાં લોકો ભાદરવા મહિનામાં ચાલતા પગપાળા યાત્રા કરે છે. રણૂજા રામદેવ પીર ના ધામે ભાદરવી પૂનમે મેળો ભરાય છે, ત્યાં રહેવા માટે ની ધર્મશાળાઓ પણ છે અને જમવા અને નાવા ધોવા ની ફૂલ સુવિધા છે, ત્યા થી લોકો અવ નવી ચિજ વસ્તુઓ ખરીદી ને લાવે છે.આમ વર્ષે એક…

Read More

ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર મૂડેઠા ટુલ પ્લાઝા નજીક નબળાં કામ ના કારણે રોડ પર ખાડાઓ

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા, બનાસકાંઠા માં ભારે વરસાદ બાદ  ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર મૂડેઠા ટુલ પ્લાઝા નજીક રોડ પર નબળાં કામ ના કારણે ઠેર ઠેર જગ્યા એ મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો તથા રાહદારીઓ આ બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો પરેશાન થઇ ગયા છે. આવા ખરાબ રસ્તાના કારણે બીમારી વ્યક્તિઓને ઇમરજન્સી હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી થઇ રહી છે. ઘણાં વાહનચાલકો ને આ બિસ્માર રોડ કારણે અકસ્માત નો ભોગ બનવું પડે છે. ત્યારે આજુબાજુ થી પસાર થતા વાહન ચાલકોની માંગ બિસ્માર બનેલો નેશનલ હાઇવે રોડ ને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરવા તેવી લોક માંગ…

Read More

ગોધરા ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની મુખ્ય બ્રાન્ચ ઉપર સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા

હિન્દ ન્યુઝ, ગોધરા, એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય ના પંચમહાલ જિલ્લા માં પણ દિન પ્રતિદિન કોરોના કહેર વધતો જાય છે. પરંતુ ગોધરાના ચિત્રા રોડ સ્થિત આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. સ્ટેટ બેંક ના મેનેજર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમારી બ્રાન્ચ ઉપર થી હાલ ૫ કર્મચારીઓ ને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે સ્ટેટ બેંક ની બહાર લોકો નો ભારે ભરખમ ઘસારો જોવા મળ્યો હતો, પરંતુ આ બેંક માં કોરોના ની એન્ટ્રી થઈ ગયા…

Read More

ગઢડા તાલુકાના ઢસા જં. મા અનુમાન પ્રમાણે અમાસ ની છેલ્લી રજા પાળવામાં આવશે

હિન્દ ન્યૂઝ, ઢસા, જાહેર ગ્રામજનોને જાણ કરવામાં આવે છે કે ઢસા જં. મા કોરોના ના કેસ આવેલ હોય તેના સંક્ર્મણ ને અટકાવવા તકેદારી ના ભાગરૂપે તારીખ ૧૭/૦૯/૨૦૨૦ ગુરુવાર ભાદરવા અમાસ ના રોજ ઢસા જં. ની તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે. દવાખાના મેડિકલ, દૂધ, આવશ્યક ચીઝ વસ્તુ ની દુકાનો ખુલ્લી રહેશે. જે અગાઉ નક્કી કરેલ હતું કે ૩ મહિના મા આવતી દર પૂનમ અને દર અમાસ બંધ પાળવામાં આવશે અને નક્કી કરેલ દર પૂનમ અમાસ બંધ રહેશે, તો આ છેલ્લી રજા અમાસ ની હોવાથી બઝાર બંધ રહેશે અને આ 3મહિના મા…

Read More