હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૧૫/૯/૨૦૨૦ ના રોજ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ હાલત ગંભીર બનતા મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ થી ૩ ડોક્ટરને ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં રાજકોટ મોકલવામાં આવ્યા છે. અમદાવાદના ૩ ડોક્ટરની સાથે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ આવ્યા છે. સુરતના ડોક્ટરો અભય ભારદ્વાજની સારવાર માટે રાજકોટ પહોંચશે. સુરતના નિષ્ણાત તબીબ ડોક્ટર સમીર ગામી ભારદ્વાજની સારવાર માટે રાજકોટ જવા માટે નીકળી ગયા છે. સુરતમાં ડોક્ટર સમીગર ગામીએ કોરોનાના કેટલાય દર્દીઓને ફેફસાંની ગંભીર સ્થિતિમાં સારવાર આપી તેમની હાલતમાં સુધારો કર્યો હતો. અમદાવાદથી રાજકોટ દોડી ગયેલા ડો.અતુલ પટેલ, ડો.તુષાર પટેલ અને ડો.આનંદ શુક્લએ અભય ભારદ્વાજના આરોગ્યની તપાસ કરી હતી. આ તપાસ બાદ ડો.અતુલ પટેલે જણાવ્યું હતું કે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાથી સ્થિતિ સ્ટેબલ નથી. તેમજ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધુ છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે. ઓક્સિજન લોહીમાં પહોંચતું નથી. આથી મશીનથી સારવાર કરવામાં આવશે. તેમજ ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલના તબીબો સાથે પણ ચર્ચા કરી હતી.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ