ભાભર માં આજે બીજી વખત ગૌશાળા ના સંચાલકો રોડ ઉપર આવી ગયા હતા

ભાભર, જલારામ ગૌશાળા ભાભર તથા ભાભર આજુબાજુ આવેલી શાખાઓ માં દસ હજાર થી વધુ માંદી, લુલી, લંગડી ગાયો ની સેવા કરવામાં આવે છે. ત્રણશો જેટલા કર્મચારીઓ કામ કરે છે જેમાં તમામ ખર્ચ વાર્ષિક પંદર કરોડ રૂપિયા થઈ જાય છે. હાલ વર્તમાન સમયમાં કોરોના સંકટ ના હિસાબે વેપારી મિત્રો ના ધંધો રોજગાર મંદીના માહોલ થી દાન ની આવક નહીંવત્ થઈ જતાં ગૌશાળા ના ઘાસચારો ના ગોડાઉન ખાલી થઈ જતાં હાલ ગાયો ને ખવરાવવા ઘાસચારો પણ નથી અને ગૌશાળા ઉપર તોતિંગ દેવુ વધી જતાં હાલ ઘાસચારો લાવવા માટે નાણાં પણ નથી, ત્યારે…

Read More

જેતપુરના ભાદરનદીમાં ડૂબી જતા લુણાગરી ગામના ગઢવી યુવાનનું મોત

જેતપુર, જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી પંથકની જીવાદોરી સમાન ભાદરનદી આ વર્ષે જીવલેણ બની હોય તેવું લાગી રહ્યું છે.  જેતપુર તાલુકાના લુણાગરી ગામના વધુ એક યુવાનનું ભાદરનદીના પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના લુણાગરી ગામે રહેતા ગઢવી યુવાન પાર્થ નારણભાઇ ગઢવી (ઉ.વ.૧૭) આજે સવારે રાબેતા મુજબ ઢોર ચરાવવા સીમમાં ગયો હતો. પરંતુ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી ત્યારે ભાદરનદીના કિનારે કપડાં મળી આવતા ગ્રામજનોએ નદીમાં શોધખોળ આદરી હતી, ત્યારે મોડી રાત્રે મૃતક યુવાનનો મૃતદેહ મળી આવતા મૃતદેહને પી.એમ.…

Read More

 પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેતી વાડી વિભાગ દ્વારા રાધનપુર ખાતે પીડારીયા હોલ ખાતે યોજાયેલ

રાધનપુર,         પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિડારીયા હોલ ખાતે આજરોજ પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ મળતા ખેડુતો લક્ષી યોજના હેઠળ ના લાભ લેવા માટે ખેડૂતો ને સમજાણ આપવામાં આવેલ. સાત પગલા અંતર્ગત ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી નૂ સંબોધન ખેડૂતો ને બતાવવામાં આવ્યું હતું. સાત પગલા ના કાયૅકમ મા પાટણ જિલ્લાના સંસદસભ્ય ભરતભાઈ ડાભી મુખ્ય મેહમાન તરીકે ગેર હાજર રહ્યા હતા, ત્યારે રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ ગેર હાજર રહ્યા હતા.  ખેડૂતો લક્ષી વાતો કરતા રાજકીય નેતાઓ…

Read More

રાજકોટ શહેરમાં દૂરદર્શન કેન્દ્ર આજીડેમ પાસે બિનવારસી બેગ મળી

રાજકોટ, રાજકોટ શહેર ખાતે તા.૧૧/૯/૨૦૨૦ ના આજરોજ ૧૦:૧૩ કલાકે રાજકોટ શહેર દૂરદર્શન કેન્દ્ર આજીડેમ પાસે બિનવારસી બેગ મળી આવતા, આજીડેમ સિક્યુરિટી અધિકારી દ્વારા પોલીસ કંટ્રોલરૂમને ૧૦:૧૩ કલાકે જાણ કરતા, કંટ્રોલ ઇન્ચાર્જ દ્વારા ઉપરી અધિકારીઓ તથા આજીડેમ પોલીસ, D.C.B, S.O.G, B.D.D.S, Traffic તથા ફાયરબ્રિગેડ ને તાત્કાલિક જાણ કરતા તમામ અધિકારીઓ કર્મચારીઓ દૂરદર્શન કેન્દ્ર ખાતે પહોંચી વિસ્તાર કોર્ડન કરેલ હતો. તથા B.D.D.S દ્વારા સદરહુ જાગ્યા એથી મળી આવેલ સુટકેસ પૂરતી કાળજી સાથે સદરહુ જગ્યાએથી તકેદારી રાખી બિનવારસી જગ્યાએ લઇ ગયેલ અને સદરહુ બિનવારસી બેગ માં કોઈ શંકાસ્પદ ચીજ મળી આવેલ નહીં, સદરહુ…

Read More

ખેડબ્રહ્મા એસ . ટી ડેપો ના સ્ટાફ માં કોરોના નો કહેર જોવા મળ્યો

ખેડબ્રહ્મા,          ખેડબ્રહ્મા એસ.ટી . ડેપોમાં એસ .ટી બસ ડ્રાઈવર અને કન્ડકટર સહિત નવ જણ ને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તાત્કાલીક એસ.ટી ડેપો અને આરોગ્ય તંત્ર હરકત માં આવ્યું. એસ .ટી ડેપો દ્વારા દરેક પેસેન્જર અને ડ્રાઈવર સહિત તમામ ને થર્મલ ગણ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તેમજ કોરોના પોઝેટિવ આવતા એસ.ટી નિગમ પર સવાલ ઊઠી રહ્યાં છે. રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Read More

નગર અભ્યાસ વર્ગમાં એ.બી.વી.પી. થરાદ શાખાની નવિન ઘોષણા કરાઈ

 થરાદ,             વિશ્વનું સૌથી મોટું ગણાતું અને વિદ્યાર્થીઓની હરહંમેશ પડખે ઉભું રહી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા અને રાષ્ટ્ર હિતમાં કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરનો અભ્યાસ વર્ગ ગુરૂવારના રોજ થરાદની શ્રી ગાયત્રી વિદ્યાલય ખાતે યોજાયો, જેમાં બનાસકાંઠા જિલ્લાના સમિતિ સદસ્ય દિવ્યાંગભાઈ સેવકની ઉપસ્થિતમાં એબીવીપી થરાદ નગરનો અભ્યાસ વર્ગ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય બાદ પરિષદ ગીત, પરિચય તેમજ સંગઠનાત્મક પરિચય બાદ નગરની ટીમમાં કાર્યકર્તાઓને નવિન જવાબદારી સોંપી કારોબારીની ઘોષણા કરાઈ હતી, જેમાં નગરમંત્રી તરીકે વર્ષિલભાઈ ઓઝા, નગર સહમંત્રી તરીકે…

Read More

સુરત ખાતે ‘પત્રકાર એકતા સંગઠન ગુજરાત’ ની બેઠક યોજાઈ

સુરત, સુરત ખાતે બેઠક થતાં જેમાં સુરત અને તાપી જિલ્લા ના પત્રકારો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પત્રકારો સામે અન્યાય થાય તો લડી લેવાની તૈયારી બતાવી હતી. પત્રકારો સાથે અન્યાય ના થાય, સરકાર ના સારા કર્યો અને આમ નાગરિકો ની સમસ્યાઓ સરકાર સુધી પહોંચે એ જોવાની જવાબદારી નિભાવતા પત્રકારો પણ ક્યારેક અન્યાય નો ભોગ બનતા હોય છે, કેટલાક લોકો પોતાના હિત માટે પત્રકારો નો ભોગ લેતા હોય છે અને ત્યારે સરકાર અને પત્રકારો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોય છે. હવે આવું ના થાય , પત્રકારો નું હિત જળવાય તેવા હેતુ…

Read More

રાજકોટ શહેરમાં S.T વિભાગમાં ૧૦ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા S.T વિભાગના તમામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે

રાજકોટ,        તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ બસ પોર્ટ ખાતે S.T ડ્રાઇવર અને કંડકટર સહિતના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ ટીમ દ્વારા બપોરના ૧૨:૩૦ વાગ્યા સુધી ૩૧૯ જેટલા કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. તમામના રિપોર્ટ આવ્યા બાદ વિભાગીય કચેરીને જાણ કરવામાં આવશે. આ સાથે જ દરરોજ રાજકોટ શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન અને બસ પોર્ટ ને સેનીટાઇઝર કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

અમરેલી જિલ્લાના બગસરામાં અચાનક વાતાવરણ પલટો, સાથે વરસાદ

અમરેલી, અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકામાં હાલ વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ ફરી વખત બગસરાના આંગણે પધરામણી કરી છે. વરસાદના આગમન સાથે જ બગસરા શહેર વરસાદ ના કારણે કોઈ અકસ્માત ન સર્જાય જેથી વીજળી નો કાપ રાખવામા આવેલ છે. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Read More

“વાંકાનેર ટોલનાકે પોલીસના ધાડેધાડા ઉતરી ગયા અને હેલ્મેટ નો કાયદો અમલ કરવા લાગ્યા

વાંકાનેર,            ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની પ્રજાને તો પીડા માં પરેશાન છે એક તરફ કોરોનાવાયરસ અંતર્ગત લોકોની લોક ડાઉન માં ધંધા રોજગાર લોક થઈ ગયા છે. તેવામાં વળી હેલ્મેટનો કડક અમલ કરાવવાનું શરૂ કરી દેતા લોકોમાં શાસક પક્ષ સામે નારાજગી મનોમન મેસેજ કરી રહ્યા છે, વિરોધ પક્ષના નેતાઓ પણ બોલે તો દેખાય તેવી હાલત રહી નથી કે શું ? ગુજરાતમાં મોટા ભાગે નેશનલ હાઈવે ગ્રામ્ય વિસ્તારના હાઈવે પરથી પસાર થવું તો હેલ્મેટ પહેરીને થવું એવું જ કાંઈક વાંકાનેરમાં ટોલ નાકે પોલીસના ધાડેધાડા ઉતરી ગયા હતા…

Read More