હિન્દ ન્યૂઝ, જૂનાગઢ
શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ એટલે શ્રી રાધારમણ દેવ -મહાપ્રતાપી શ્રી સિદ્ધેશ્વર મહાદેવની કૃપાનું ધામ કરોડો મુમુક્ષુઓની આસ્થા અને શ્રદ્ધાનું સ્થાન ભગવાન સ્વામિનારાયણે પોતાની બાથમાં લઈ સ્વહસ્તે પધારેલા દેવોના દર્શન -પૂજન -અર્ચન અને માનતાથી આજે પણ અનેક લોકોને સુખ પ્રાપ્ત થયુ છે. આ ધામમાં ભક્તો અનેક ઉત્સવો અને પૂજન દ્વારા પોતાની શ્રદ્ધા નું અધ્ય સમર્પિત કરતા હોય છે. આગામી તા. 10-02-2021 અને તા.11-02-2021 ના રોજ પણ શ્રી ઠાકોરજીનો ભવ્ય રાજોપચાર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ૫૦૦ કિલો ગુલાબની પાંખડીઓ થી પુષ્પાભિષેક, ૫૦૦ કિલો દ્રાક્ષનો ફળફ્રુટ તેમજ દક્ષિણના પવિત્ર વિદ્વાન બ્રાહ્મણો વેદમંત્રો સાથે રાજોપચાર પૂજન વિધી કરાવશે. આ પ્રસંગે નાસિક સ્વામી પુરાણી સ્વામી જીવન જ્ઞાનદાસજીના શિષ્ય મંડળ ના યજમાન પદે સ્વામી માધવ પ્રકાશદાસજી તથા હરિભક્તો લાભ લેશે.
આ પ્રસંગની પૂર્વ સંધ્યાએ તા ૧૦-૨-૨૦૨૧ ના રોજ રાત્રે 8:00 ક. સારંગપુર હનુમાનજી મંદિરથી શાસ્ત્રીસ્વામી હરી પ્રકસદાસજી (અથાણાવાળા) ના વક્તા પદે ભવ્ય સત્સંગ- સભા નું પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આમોદ ગામ થી સંતો-મહંતો પણ વધારી દર્શનનો લાભ લેશે તેમજ સર્વે ધર્મ પ્રેમી જનતાને આ વિશિષ્ટ મહોત્સવનો લાભ લેવા મંદિરના ચેરમેન શ્રી કો.સ્વા. દેવનંદ દાસજી તથા મુખ્ય કોઠારી શ્રી શા.સ્વા. પ્રેમસ્વરૂપ દાસજી (નવાગઢ વાળા)એ અનુરોધ કર્યું છે. તેવું કો.પી.પી સ્વામીની યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર