રાજકોટ શહેરમાં સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા સ્ટોન કિલરની હત્યા કરનાર બેલડીની ધરપકડ કરતી માલવીયાનગર પોલીસ

રાજકોટ, તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસે વિજય ઉર્ફે દુખે રમેશભાઈ ઢોલી અને D.C.B ટીમે પોરબંદરથી અજિત ગોગનભાઈ બાબરને દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ બંને સાથે હત્યામાં ફરમાન ઉર્ફે નેપાળી પણ સામેલ હોય તેની શોધખોળ હાથ ધરી છે. આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં D.C.P મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અજિત બાબરને ૫ વર્ષ પૂર્વે જેતપુર પાસે અંકુર હોટલ ખાતે મહેશ સાથે મુલાકાત થઇ હતી. ત્યાં મિત્રતા થયા બાદ મહેશ અજિત સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો અને ધમકાવતો કે જો પોતે આવું નહિ કરે તો…

Read More

વિરમગામ નગરપાલિકા ખાતે અલબદર સોસાયટી અને કાસમપુરા ની બહેનોની ઉગ્ર રજૂઆત

વિરમગામ, વિરમગામના અલબદર સોસાયટી રૈયાપુર કાસમપુરામા સતત ઉભરાતી ગટરો થી જનતા પરેશાન થતાં આજરોજ વિરમગામ નગરપાલિકા ખાતે અલબદર સોસાયટી અને કાસમપુરા ની બહેનોની ઉગ્ર રજૂઆત વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવી અને તંત્રની નાકામી જનતાના રોષમાં જોવા મળી સાથે જ વિરમગામ વોર્ડ નંબર એકમાં અલીગઢ સદામ ની ચાલી હાથી તલાવડી માં પીવાના પાણી એકદમ ખરાબ આવવા થી પ્રજા પરેશાન છે. ઘણી બધી રજૂઆતો કરવા છતાં પણ પાણી દૂષિત આવે છે. વિરમગામ શહેરમાં સતત ઉભરાતી ગટરો થી પરેશાન પ્રજા જનો નગરપાલિકા‌‌ તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે મોંઘાદાટ…

Read More

રાજકોટ શહેર ના મોદી સ્કુલ ફી દબાણના મુદ્દે ઓનલાઈન શિક્ષણના નામે ફીની ઉંઘાડી લુંટના વિરોધમાં ૧૦૦ થી વધુ વાલીઓ અને N.S.U.I ટીમે વિરોધ દર્શાવી સ્કુલના પ્રિન્સિપાલને રજુઆત કરી હતી

રાજકોટ, તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં અગાઉ મોદી સ્કૂલને ૨ લાખનો દંડ અને ૧૩ વર્ગ બંધ કરાયા હતા. તમામ વાલીઓની મુખ્ય માંગ એ જ છે કે વાલીઓને વિશ્ર્વાસમા લીધા વગર ઓનલાઈન શિક્ષણ ચાલુ કેમ કરવામા આવ્યુ. જ્યારે ફી નો મામલો હાઈકોર્ટમાં પેડીંગ છે. તો ફી માટે વાલીઓને રૂબરૂ બોલાવીને કેમ દબાણ કરવામા આવે છે. વાસ્તવિક શિક્ષણ ચાલુ થશે. ત્યારે તમામ વાલીઓ પોતાના બાળકને ફીના ચેક સાથે સ્કુલમાં પ્રવેશ કરશે. તેવી ખાતરી પણ વાલીઓએ આપી હતી. પરંતુ ઓનલાઈન શિક્ષણમા પોતાનુ બાળક અભ્યાસ ના કરતો હોવાથી તેઓ કોઈપણ પ્રકારની ફી નહી ભરે.…

Read More

પંચમહાલ જિલ્લામાં વધુ ૪૨ વિસ્તારો ને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા

પંચમહાલ,           પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ મહાવીર નગર-૦૩, બામરોલી રોડ પર આવેલ ક્રિષ્નાનગર-૦૨, ધરણીધર સોસાયટી, જહુરપુરા માર્કેટ, દેવની શેરી (કાછિયાવાડ), મહાવીરનગર-૦૫ (બામરોલી રોડ), સહજાનંદ સોસાયટી-૦૧, મન્સૂરી સોસાયટી, અબ્દુલ્લા મસ્જિદ, રાયણવાડી, નાડિયાવાસ, રામનગર-૦૨, ફાટક વિસ્તાર, દડી કોલોની, વાવડી ફળિયા…

Read More

રાજકોટ-મુંબઇ વચ્ચે વિમાની સેવા ૧૪ સપ્ટેમ્બર થી શરૂ થશે. ૧૮ સપ્ટેમ્બરથી રાજકોટ થી દિલ્હી વિમાની સેવાઓ શરૂ થશે

રાજકોટ, તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-ભાવનગર થી મુંબઈ તરફ જઈ રહેલી વિમાની સેવાઓનું ૫ મહિના બાદ શુભારંભ થશે. ૧૪ સપ્ટેમ્બરથી રાજકોટ-મુંબઇ વચ્ચે વિમાની સેવા શરૂ થશે. ૧૮ સપ્ટેમ્બરથી રાજકોટ થી દિલ્હી વિમાની સેવાઓ શરૂ થશે. સવારે ૮ વાગે દિલ્હી થી ફ્લાઇટ આવશે. સવારે ૮:૫૦ કલાકે દિલ્હી જવા રવાના થશે. ૧૪ સપ્ટેમ્બરથી ભાવનગર-મુંબઈ વચ્ચે વિમાની સેવા શરૂ થશે. વિમાની સેવા શરૂ કરવા અંગે વારંવાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને રજૂઆતો કરી હતી. રજૂઆત બાદ આગામી તા.૧૪ સપ્ટેમ્બરથી રાજકોટ-મુંબઈની ફ્લાઈટનો પ્રારંભ થશે. રિપોર્ટર : દિલીપ પરમારસી, રાજકોટ

Read More

દિયોદરમાં ગૌ શાળા ના સંચાલકો લાલઘૂમ આંદોલન બન્યું ઉર્ગ, ગૌ શાળા માંથી 500 થી વધુ મૂંગા પશુઓ ને રસ્તા પર છોડી મુક્યા

દિયોદર,             બનાસકાંઠા જિલ્લા માં વિવિધ માંગણી ને લઈ ગૌ શાળા ના સંચાલકો દ્વારા તમામ ગૌ શાળા માંથી ગાયો મૂંગા પશુઓ ને રસ્તા અને સરકારી કચેરી આગળ છોડી મૂકી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આ આંદોલન વધુ ઉર્ગ બની રહું છે. જેમાં આજરોજ ગુરુવારે દિયોદર તાલુકા ની અનેક વિવિધ ગૌ શાળા તેમજ ખોડાઢોર પાંજરાપોળ માંથી પણ સંચાલકો એ સહાય ની માંગ સાથે ગાયો મૂંગા પશુઓ રસ્તા પર છોડી મુકતા તંત્ર દોડતું થયું હતું. આજ રોજ ગૌ શાળા આગળ પોલીસ તંત્ર ના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં…

Read More

મુસ્લિમ સેવા સંઘ દ્વારા સુરત શહેર માં માસ્ક વિતરણ કરાયું

સુરત, તા. 09/09/2020 બુધવારે મુસ્લિમ સેવા સંઘ સુરત દ્વારા કોરોના જેવી મહામારીથી રક્ષણ માટે કોસાડ આવાસ બજાર ખાતે માસ્ક વિતરણ કેમ્પનું આયોજન મુસ્લિમ સેવા સંઘ સુરત જિલ્લા મહિલા પ્રમુખ રીજવાનાબેન જરીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સર્વ સમાજ સેના ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ મુન્ના ભાટા પ્રાઈવેટ કર્મચારી કલ્યાણ એસોસિએશન અને સોશ્યિલ ડેવલોપમેન્ટ વેલ્ફેર સોસાયટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઝુલ્ફિકાર ભાઈ શૈખ, પ્રદેશ ઉપ પ્રમુખ ઈકબલભાઈ બાપુ,કાર્યકારી પ્રમુખ શાહિલ લાકડાવાલા, પ્રદેશ મીડિયા પ્રભારી ઈશહાકભાઈ પઠાણ, સુરત શહેર પ્રમુખ અરીફભાઈ શૌખ, શહેર મીડિયા પ્રભારી મન્સૂરભાઈ તેલી અને સથી મિત્રોએ હાજરી આપી હતી. આ…

Read More

સુંઇગામ ના વાધપુરા ગામે આરોગ્ય વિભાગ દ્રારા કોરોના ટેસ્ટ નો શુભારંભ

સુંઇગામ, હાલમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી ને અટકાવવા ગુજરાત સરકાર સતત પ્રયત્ન શીલ છે. સરકાર અલગ અલગ પ્રકાર ની કામગીરી કરી સોશિયલ ડિસ્ટન્સ સચવાય અને કોરોના નાબૂદ થાય તેવી કામગીરી કરી રહી છે. લોકો પણ સરકાર દ્રારા આપેલ નિયમો નું પાલન કરી રહી છે. ત્યારે સરહદી સુંઇગામ ના વાધપુરા ગામે તારીખ 10/09/2020 ને ગુરૂવાર નાં રોજ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના ટેસ્ટ નો શુભારંભ કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગ દ્રારા રોજ ૨૫ લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો ટાર્ગેટ છે તેં પ્રમાણે આરોગ્ય વિભાગ દ્રારા આપેલ સૂચનો ને ધ્યાને રાખી આજે વાધપુરા ગામના નાગરિકો…

Read More

જોડિયા ગામે બ્લોક ઓફિસની જામનગર જિલ્લા વિકાસ અધિકારી એ લીધેલ મુલાકાત

જોડિયા, Covid-19 કોરોના મહામારી અંતર્ગત ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી જામનગર એ ગત તારીખ 9-9-202o, ના રોજ સાંજે ૫:૨૧ કલાકે બ્લોક હેલ્થ ઓફિસમાં તેની હેઠળ આવતા મેડીકલ ઓફિસર્સ એમપીએસ આશાવર્કર તેમજ લગત સ્ટાફની સદરહુ કામગીરી અંતર્ગત રીવ્યુ મિટીંગ લીધેલ આ મિટિંગમાં કોવિડ 19 અન્વયે સમીક્ષા બેઠકમાં આ મહામારી અન્વયે ખૂબ જ કાળજી રાખી અને કોરોના ના કેસ વધુ પ્રસરે નહીં તેમજ ધન્વંતરિ રથ નિયમિત દરેક ગામે જાય અને સ્ટાફ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન ની નિયમિત મુલાકાતો અને જરૂરિયાત દવાઓ અને સારવાર આપવા માટે જણાવ્યું. આ સમયે ડી.એચ.ઓ ટી.એચ.ઓ સીએસસી સુપ્રીટેંડેંટ…

Read More