ઢસા ગામમાં થી ઢસા જં. જવાના રસ્તા ખરાબ હાલતમાં …..

ઢસા, ગઢડા તાલુકાનાં ઢસા ગામમાં થી ઢસા જં. જવાના રસ્તો બહુ જ ખરાબ હાલતમાં છે. તેથી ઢસા તેમજ આજુ બાજુ ના ગામના આગેવાનો ની માંગણી છે કે રોડ નુ સમારકામ જલ્દી શરૂ થાય.  ઢસા જં. માં મોટા પ્રમાણમાં વેપાર ધંધા રોજગાર હોવાથી આજુ બાજુ ના ગામ લોકોને માલની અવર જવર માટે મોટી તકલીફ પડે છે તેમજ ઢસા જં.માં કપાસ ના જીન, તેલ મીલ મોટા પ્રમાણમાં છે, તેમજ ટાઇલ્સ-મારબલ, લાકડાં ની લાતીઓ પણ આવેલ છે સાથે રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ ડેપો તેમજ બેંકો પણ ઢસા જં. માં આવેલ છે.  આથી ગ્રામજનો …

Read More

ઢસા જં. ખાતે કાળુપુર નદી માં નાહવા ગયેલ યુવાન નો મૃતદેહ મળી આવ્યો

ઢસા, તા.1 સપ્ટેમ્બર ના રોજ ગઢડા તાલુકાના ઢસા જં.નો યૂવાન ઢસા જં. ગામે થી થોડે દુર આવેલ માલપરા ગામ પાસે થી ખીજડયા જવાના રસ્તા ઉપર કાળૂભાર નદીમાં તણાયો હતો. ત્યાર બાદ તંત્ર ને જાણ થતાં પોલીસ અધિકારી, મામલતદાર તેમજ તાલુકાના વિકાસ અધિકારીનો મોટો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ તરવૈયા ની ટીમ દ્વારા યુવાન ની શોધખોળ હાથ ધરવામાં આવતા સફળતા મળી. ત્યાર બાદ જીલ્લા તંત્ર ને જાણ કરતા જીલ્લા તેમજ તાલુકા ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં ગતરોજ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તરવૈયા, પોલીસ, મામલતદાર તેમજ આજુબાજુ ગામ…

Read More

રાધનપુર તાલુકાના સરપંચ એસોસિયેશન મંડળ દ્વારારાધનપુર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરપંચ એસોસિયેશન મંડળ દ્વારા સરપંચ ના પ્રમુખ તથા દરેક રાધનપુર તાલુકાના ગામડા ના સરપંચ ભેગા મળી રાધનપુર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર રાધનપુર તાલુકાના દરેક ગામડાઓમાં ખાડા, ખાબોચિયા, રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં અતિ ભારે વરસાદના કારણે તથા ઠેરઠેર ગંદકીના કારણે લોકો પરેશાન. ખાડા, ખાબોચિયા પડવાથી સાધનોની અવરજવર લોકો પરેશાની ભોગવી રહ્યા છે. તંત્ર સજાગ નહીં થાય તો ગામે ગામમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉઠવા પામી છે. રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર

Read More

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં મોબાઇલની દુકાન માંથી ત્રણ લાખની ચોરી

અમરેલી, મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા શહેર ના મધ્યમાં આવેલી સરગમ મોબાઈલ નામની દુકાનમાંથી રૂપિયા ત્રણ લાખ ના મોબાઇલની ચોરી થતાં વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ચોરીની જાણ થતાં જ અમરેલીના ડી.વાય.એસ.પી. રાણા બગસરાના પી.આઇ. મકવાણા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દુકાનના માલિક ઈદ્રીશભાઈ એ અલગ અલગ કંપનીના મોબાઇલ અંદાજે ત્રણ લાખ રૂપિયા ની કિંમત ના ચોરી થયાની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે. બગસરા શહેર માં આ ચોરીના બનાવથી લોકોમાં પેટ્રોલિંગ વધારવાની માંગ થઇ રહી છે. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Read More

દિયોદર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું

દિયોદર, દિયોદર ખાતે થોડા સમય અગાઉ પ્રાંત કચેરી ખાતે અનેક અધિકારી ની બદલી કરવામાં આવી હતી. જેમાં દિયોદર માં શિરસ્તેદાર તરીકે ચૌધરી તેજાભાઈ એ ચાર્જ સાંભળતા પ્રાંત કચેરી ખાતે આજ રોજ દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા તેમનું શાલ અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ, દીપેશભાઈ સેવક, મહેશભાઈ, સીકે.શાહ, શીતળભાઈ, ભરત ભાઈ અખાણી, સહિત સભ્યો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા દિયોદર

Read More

ભાભર પંથકમાં પડેલા વરસાદ ને કારણે ચોમાસું પાકોને નુકશાન..

ભાભર, ભાભર પંથકમાં પડેલા અનરાધાર વરસાદ ને કારણે ચોમાસું પાકોને મોટું નુકસાન થયું છે જે ના કારણે ખેડૂતો ને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી રયા છે. વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની તો ભાભર તાલુકામાં આ વર્ષે ખેડૂતો માટે ચોમાસું માઠું બેઠુ હોય તેવું લાગી રહ્યું છે પંદર દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે કપાસ, એરંડા, જુવાર, મગફળી જેવા પાકોને મોટું નુકસાન થવા પામ્યુ છે ભાભર તાલુકાના બેડા ગામે ખેતરોમાં વાવેતર કરેલા કપાસના પાકમાં પાણી ભરાઈ જતાં…

Read More

દિયોદર ના વખા ગામે તાજેતર માં બનાવેલ પાણી ની ટાંકી માં તિરાડો પડતા પાણી વેડફાયું

દિયોદર, રાજ્ય સરકાર દ્વારા દરેક શહેર માં પાણી ની સમસ્યા ના સર્જાય તે માટે કરોડો રૂપિયા ના ખર્ચે પાણી ની ટાંકી ઓ બનાવવામાં આવી રહી છે. જેમાં વખા ગામે સોલંકીવાસ માં બનાવેલ ટાંકી એક મહિના માં ટાંકી માં તિરાડો પડતા અને પાણી નો વેડફાડ થતા કોન્ટ્રાક્ટરો ની ગેરરીતે ને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા છે. દિયોદર તાલુકા ના વખા ગામે આવેલ સોલંકીવાસ માં આજુ બાજુ વિસ્તાર માં પીવા નું પાણી મળી રહે તે માટે ગ્રામ પંચાયત ની રજુઆત ધ્યાને લઇ સોલંકી વાસ માં પાણી ની ટાંકી એક મહિના અગાવું બનાવવામાં આવી…

Read More

રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાંથી સારવાર લઈ રહેલા ૧૪ લોકોના મોત થયા છે. રાજકોટમાં વધુ ૪૫ કેસ પોઝિટિવ નોંધાયા

રાજકોટ, તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાંથી સારવાર લઈ રહેલા ૧૪ લોકોના મોત થયા છે. છેલ્લા ૪ દિવસમાં કોરોનાથી ૯૦ લોકોના મોત નિપજ્યાં છે. છેલ્લા પ દિવસથી દર કલાકે ૧ નું મોત થઈ રહ્યું છે. આજે રાજકોટમાં વધુ ૪૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. રાજકોટમાં કોરોનાના કેસ અને મોતને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ અને સિનિયર ડોક્ટરોની ટીમે છેલ્લા ૪ દિવસથી રાજકોટમાં માહિતી મેળવવા માટે અને તપાસ કરવા માટે પહોચી ગયા છે. પરંતુ કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા…

Read More

ડભોઈ તાલુકાના મોતીબાગ હાઈસ્કૂલ પાસે શાકમાર્કેટ જતા પેહલા જ ગંદકી થી પરેશાન ગ્રામજનો

ડભોઈ, બરોડા જિલ્લા ના ડભોઇ તાલુકા માં આવેલ મોતીબાગ હાઈસ્કૂલ આવેલ છે. જેની બાજુમાં સહયોગ શાક માર્કેટ આવેલ છે. ડભોઇ માં રેહનાર તથા આસપાસ ના ગામો માંથી લોકો માર્કેટ માં ખરીદી કરવા આવે છે ત્યારે તો માર્કેટ માં જતા પહેલા જ ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એનું કારણ એક જ છે કે નગર પાલિકા ના સફાઈ કામદારો જે આજુ બાજુ ના શેરી-મહોલ્લાઓ માંથી કચરો લઈ ને આવે એ સીધા રોડ પાસે નાખી રહ્યા છે. જો નગરપાલિકા દ્વારા હજુ કોઈ એક્સન ના લેવાય તો મોટી બાગ હાઈસ્કૂલ ની મોટી…

Read More

રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટ જીલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ૩૨ ટિમો બનાવી જીલ્લાના ૫૯૫ ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટ, રાજકોટ શહેર તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા ૩૨ ટિમો બનાવી જીલ્લાના ૫૯૫ ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેતર માલિક, ગામના સરપંચ અને આગેવાનોને સાથે રાખી નુકશાની અર્થે સર્વે કામગીરી શરૂ કરી છે. છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેર અને જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે. જેના કારણે તમામ મોટાભાગના પાકોમાં નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારના આદેશ બાદ જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તાબડતોડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોની પણ માંગ હતી કે તાત્કાલિક રાજ્ય સરકાર…

Read More