ભાભર પંથકમાં પડેલા વરસાદ ને કારણે ચોમાસું પાકોને નુકશાન..

ભાભર,

ભાભર પંથકમાં પડેલા અનરાધાર વરસાદ ને કારણે ચોમાસું પાકોને મોટું નુકસાન થયું છે જે ના કારણે ખેડૂતો ને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી રયા છે.
વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની તો ભાભર તાલુકામાં આ વર્ષે ખેડૂતો માટે ચોમાસું માઠું બેઠુ હોય તેવું લાગી રહ્યું છે પંદર દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે કપાસ, એરંડા, જુવાર, મગફળી જેવા પાકોને મોટું નુકસાન થવા પામ્યુ છે ભાભર તાલુકાના બેડા ગામે ખેતરોમાં વાવેતર કરેલા કપાસના પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોએ મસીન મૂકીને મોઘાભાવ નુ ડીઝલ બાળીને પાણી ખેંચી ને પાકને બળી જતો બચાવવા પ્રયત્નો કરી રયા છે ખેડૂતો જણાવી રયા છે કે અમને હજુ ગયા વર્ષેનો પાકવિમો મળ્યો નથી ત્યાં કુદરતે વધુ એક થપાટ મારતા વાવેતર કરેલ ચોમાસું પાક વધુ વરસાદ ને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી અમારી માગ છે.

રેપોટર : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment