દિયોદર ના વખા ગામે તાજેતર માં બનાવેલ પાણી ની ટાંકી માં તિરાડો પડતા પાણી વેડફાયું

દિયોદર,

રાજ્ય સરકાર દ્વારા દરેક શહેર માં પાણી ની સમસ્યા ના સર્જાય તે માટે કરોડો રૂપિયા ના ખર્ચે પાણી ની ટાંકી ઓ બનાવવામાં આવી રહી છે. જેમાં વખા ગામે સોલંકીવાસ માં બનાવેલ ટાંકી એક મહિના માં ટાંકી માં તિરાડો પડતા અને પાણી નો વેડફાડ થતા કોન્ટ્રાક્ટરો ની ગેરરીતે ને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા છે.

દિયોદર તાલુકા ના વખા ગામે આવેલ સોલંકીવાસ માં આજુ બાજુ વિસ્તાર માં પીવા નું પાણી મળી રહે તે માટે ગ્રામ પંચાયત ની રજુઆત ધ્યાને લઇ સોલંકી વાસ માં પાણી ની ટાંકી એક મહિના અગાવું બનાવવામાં આવી હતી, પરંતુ માત્ર એક મહિના માં પાણી ની ટાંકી માં તિરાડો પડતા અને પાણી નો બગાડ થતા આખરે કોન્ટ્રાક્ટર ની બેદરકારી નો વિડીયો રહીશો એ ઉતારી વાયરલ કરતા જાણે કોન્ટ્રાક્ટર પોતાની ગેરરીતિ છુપાવવા માટે મજૂરો ને મૂકી સમારકામ કરવામાં આવી રહું છે જેમાં આ ટાંકી હવે કેટલા સમય ટકશે ? તે ને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા છે જેમાં કોન્ટ્રાક્ટર ની બેદરકારી સાબિત થઈ છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment